ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન ખાન સાથે પણ ફોન પર કરી વાત

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો છે. કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરવાની તેમણે માગણી મૂકી. ઈમરાન ખાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 12 મિનિટ ફોન પર વાત કરી. ફોન પર આ 12 મિનિટ સુધી ઈમરાન ખાન ફક્ત કાશ્મીર પર જ વાત કરતા રહ્યાં. ઈમરાન ખાને ટ્રમ્પને ફરીથી કહ્યું કે અમેરિકા કાશ્મીર મામલે હસ્તક્ષેપ કરે. 

ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન ખાન સાથે પણ ફોન પર કરી વાત

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો છે. કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરવાની તેમણે માગણી મૂકી. ઈમરાન ખાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 12 મિનિટ ફોન પર વાત કરી. ફોન પર આ 12 મિનિટ સુધી ઈમરાન ખાન ફક્ત કાશ્મીર પર જ વાત કરતા રહ્યાં. ઈમરાન ખાને ટ્રમ્પને ફરીથી કહ્યું કે અમેરિકા કાશ્મીર મામલે હસ્તક્ષેપ કરે. ટ્રમ્પે ઈમરાન ખાનને કાશ્મીર મુદ્દે સંયમ વર્તવાની સલાહ આપી છે. ટ્રમ્પે ઈમરાનને તણાવ વધતો રોકવા અને આવી સ્થિતિથી બચવાની સલાહ આપી છે. બંને નેતાઓ સાથે વાત કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે ક્ષેત્રમાં સ્થિતિ 'કપરી' છે પરંતુ તેમની બંને દેશોના પીએમ સાથે સારી વાત થઈ છે. 

ટ્રમ્પે ઈમરાનને આપી શિખામણ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બંને સારા મિત્રો પીએમ મોદી અને પીએમ ઈમરાન ખાન સાથે ટ્રેડ, રણનીતિક ભાગીદારી અને સૌથી મહત્વની વાત કાશ્મીરમાં તણાવ ઓછો કરવા મુદ્દે વાત થઈ. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે સ્થિતિ કપરી છે પરંતુ સારી વાત થઈ. વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાનને જમ્મુ કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ નિવેદનો આપવામાં સંયમ વર્તવાની શિખામણ આપી. વ્હાઈટ હાઉસે જણાવ્યું કે ટ્રમ્પે કાશ્મીર મુદ્દે બંને દેશોને તણાવ ઓછો કરવાનો આગ્રહ કર્યો. 

મોદીનો ટ્રમ્પ કોલ અને પાકિસ્તાનમાં મચ્યો હડકંપ!
આ બાજુ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370માં બદલાવ આવ્યાં બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી છે. કહેવાય છે કે બંને નેતાઓ વચ્ચે લગભગ 30 મિનિટ સુધી વાત થઈ. પીએમ મોદીએ ટ્રમ્પ સાથે વાતચીતમાં આતંકવાદ અને સરહદે સુરક્ષા મુદ્દે વાતચીત કરી. પીએમ મોદીએ ઈમરાન ખાનનું નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું કે કેટલાક નેતાઓના નિવેદનો શાંતિ માટે જોખમ છે. સરહદપારથી આતંકવાદ રોકવો જરૂરી છે. કહેવાય છે કે આ વાતચીત બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો અને ક્ષેત્રીય મુદ્દાઓ પર આધારિત હતી. 

જુઓ LIVE TV

ભારતના બદલાયેલા વર્તનથી પાકિસ્તાન ગભરાયું 
જમ્મુ અને કાશ્મીર પર કેન્દ્ર સરકારના કડક વલણ અને કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન ધૂંધવાયુ છે. નીતનવા ગતકડા કર્યા કરે છે. ઈમરાન ખાનની સરકારે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ આગામી 3 વર્ષ માટે વધાર્યો છે. સેવા વિસ્તાર જાવેદ બાજવાના રિટાયર થવાના માત્ર 3 મહિના પહેલા આવ્યો છે. પાકિસ્તાનની પીએમ ઓફિસે આ જાણકારી આપી કે દેશમાં અમન અને શાંતિને લઈને ઈમરાન ખાને બાજવાનો કાર્યકાળ વધાર્યો છે. પાકિસ્તાન મીડિયા તરફથી આ જાણકારી સામે આવી છે. જો કે ઈમરાન ખાન આ અગાઉ જનરલ કિયાનીને એક્સ્ટેન્શન આપવા વિરુદ્ધમાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news