Pakistan Political Crisis: મુશ્કેલીમાં ઇમરાન સરકાર! 3 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે મતદાન, ગૃહમંત્રીનો દાવો

Pakistan Political Crisis: પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે કહ્યુ કે પાકિસ્તાનની રાજકીય મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. ઇમરાન ખાન અંતિમ બોલ સુધી રમશે. 
 

Pakistan Political Crisis: મુશ્કેલીમાં ઇમરાન સરકાર! 3 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે મતદાન, ગૃહમંત્રીનો દાવો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે મંગળવારે દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ સંસદમાં 3 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થશે. ઇમરાન ખાન વિરુદ્ધ સોમવારે પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ પર 31 માર્ચે ચર્ચા થશે. 

ગૃહમંત્રી શેખ રશીદે કહ્યુ, ''અંતિમ નિર્ણય 3 એપ્રિલની અંતિમ કલાકોમાં થશે.' શેખ રશીદે કહ્યુ કે, પાકિસ્તાનની રાજકીય મેચ રસપ્રદ તબક્કામાં પહોંચી રહી છે. ઇમરાન ખાન છેલ્લા બોલ સુધી રમશે. ઇમરાન ખાન વિરુદ્ધ રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવને વિપક્ષના 161 સાંસદોએ સમર્થન આપ્યું છે. પરંતુ ઇમરાન ખાન માટે મોટી ચિંતાની વાત છે કે સૂત્રો પ્રમાણે ખુદની પાર્ટીના ઘણા સાંસદ અને સહોયોગી દળ MQM-P અને PML-Q પણ તેમની વિરુદ્ધ જઈ શકે છે. 

પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ દાવો કર્યો કે ઇમરાન ખાન ધમકીવાળો પત્ર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને આપવા માટે તૈયાર છે. મહત્વનું છે કે પીએમ ઇમરાન ખાને એક રેલી દરમિયાન પત્ર દેખાડતા દાવો કર્યો હતો કે તેમને બહારથી ધમકીભર્યો પત્ર મળ્યો છે. પીએમે દાવો કર્યો હતો કે પત્રમાં તેમને વલણ બદલવાની ધમકી મળી છે અને પત્રમાં કહેવામાં આવ્યું છે કે આમ ન કરવામાં આવે તો સત્તામાંથી બહાર કરી દેવામાં આવશે. 

ફવાદ ચૌધરીએ કહ્યુ- જો આ સત્ય છે તો ખુબ ગંભીર મામલો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ધમકી મળી રહી છે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. 

કેમ મુશ્કેલીમાં છે ઇમરાન ખાનની સરકાર
ઇમરાન ખાનની સરકાર બહુમતના ફેરમાં ફસાય છે. પાકિસ્તાનની સંસદમાં કુલ 342 સભ્યો હોય છે, જેમાંથી બહુમતનો આંકડો 172નો છે. થોડા દિવસ પહેલા સુધી ઇમરાન ખાનની પાસે 179 સાંસદોનું સમર્થન હતુ, પરંતુ હવે 56 સાંસદોએ બળવો કર્યો છે, જેમાંથી કેટલાક સહયોગી દળોના છે તો કેટલાક તેમની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના છે. તેવામાં હાલ ઇમરાન ખાનની પાસે 123 સાંસદોનું સમર્થન છે. એટલે કે ઇમરાન ખાનની ખુરશી ખતરામાં છે. 

સંયુક્ત વિપક્ષની વાત કરીએ તો તેની પાસે 162 સાંસદો હતો, જેમાંથી 56 બળવાખોર સાંસદોનો જોડવામાં આવે તો તે આંકડો 218 પર પહોંચી રહ્યો છે. આ નંબર બહુમતથી 46 વધારે છે. એટલે કે આંકડામાં વિપક્ષ મજબૂત લાગી રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news