China Taiwan Tension: જો ચીન-તાઈવાન વચ્ચે યુદ્ધ થયું તો હાહાકાર મચી જશે, ભારત સહિત દુનિયામાં આ ચીજો માટે તરસી જશો
China Taiwan Tension: ચીનની તમામ ધમકીઓ છતાં અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનના પ્રવાસે ગયા. 19 કલાક સુધી પેલોસી તાઈવાનના રાષ્ટ્રપતિ અને ત્યાંના અધિકારીઓને મળતા રહ્યા અને જ્યાં સુધી આ મુલાકાતોનો દોર ચાલ્યો ત્યાં સુધી ચીનને મરચા લાગતા રહ્યા. ધમકીઓ વચ્ચે પણ પેલોસીએ કરેલો આ પ્રવાસ એ વાતનો પુરાવો છે કે અમેરિકાને ચીનની ચેતવણીઓથી કોઈ ફરક પડતો નથી.
Trending Photos
China Taiwan Tension: ચીનની તમામ ધમકીઓ છતાં અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનના પ્રવાસે ગયા. 19 કલાક સુધી પેલોસી તાઈવાનના રાષ્ટ્રપતિ અને ત્યાંના અધિકારીઓને મળતા રહ્યા અને જ્યાં સુધી આ મુલાકાતોનો દોર ચાલ્યો ત્યાં સુધી ચીનને મરચા લાગતા રહ્યા. ધમકીઓ વચ્ચે પણ પેલોસીએ કરેલો આ પ્રવાસ એ વાતનો પુરાવો છે કે અમેરિકાને ચીનની ચેતવણીઓથી કોઈ ફરક પડતો નથી. પેલોસીએ તાઈવાનને ભરોસો અપાવ્યો કે અમેરિકા તેની સાથે છે. પેલોસીના આ પ્રવાસથી અકળાયેલા ચીને તાઈવાનમાં અનેક જગ્યાઓ પર પોતાના ફાઈટર જેટ અને યુદ્ધ જહાજો તૈનાત કરી લીધા છે.
દુનિયાને ઝટકો
ભૌગોલિક રીતે જોઈએ તો ચીન દુનિયાના સૌથી મોટા દેશોમાંથી એક છે અને તાઈવાનની ગણતરી દુનિયાના નાનકડા દેશોમાં થાય છે. અર્થવ્યવસ્થા પ્રમાણે પણ બંને દેશોની સરખામણી થઈ શકે નહીં. પરંતુ આમ છતાં આ બંને દેશો વચ્ચે જ્યારે હવે યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે તો દુનિયા એક અલગ જ તણાવમાં છે. પહેલેથી ઓટોથી લઈને સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રી ચિપ શોર્ટેજથી પરેશાન છે. તાઈવાનમાં સ્થિતિ બગડશે તો સંકટ વધુ ગાઢ બનશે કારણ કે નાનકડો દેશ તાઈવાન સેમીકન્ડક્ટર મામલે દુનિયાની ફેક્ટરી છે.
ઈલેક્ટ્રોનિક્સ સામાન મોંઘા બનશે
નેન્સી પેલોસીના પ્રવાસ બાદ જે સ્થિતિ ઊભી થઈ છે તે સ્થિતિ જો આમ જ રહી અને તાઈવાન પર હુમલો થયો તો ઈલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, સ્માર્ટફોન, કારોના ભાવ ચોક્કસપણે વધશે. બની શકે કે બજારમાંથી ઈલેક્ટ્રોનિક સામાન પણ ગાયબ બની જાય. કોરોના મહામારી સમયે જ્યારે તાઈવાન સાથે સપ્લાય ચેઈન તૂટી ગઈ હતી ત્યારે દુનિયાને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે તાઈવાનનું બજારમાં ન હોવાનો શો અર્થ છે.
અનેક મોટી કંપનીઓ તાઈવાનથી લે છે સેમીકન્ડક્ટર
દુનિયામાં સેમીકન્ડક્ટરથી થનારી કુલ કમાણીનો 54 ટકા હિસ્સો તાઈવાનની કંપનીઓ પાસે છે. જેમાંથી સૌથી વધુ યોગદાન તાઈવાનની કંપની TSMCનું જ છે. TSMC હજુ પણ દુનિયાની સૌથી મોટી સેમીકન્ડક્ટર કંપની છે. Apple, Qualcomm, Nvidia, Microsoft, Sony, Asus, Yamaha, Panasonic જેવી દિગ્ગજ કંપનીઓ તેના ગ્રાહક છે. તાઈવાન સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ કંપની દુનિયાની 92 ટકા એડવાન્સ સેમીકન્ડક્ટરનું ઉત્પાદન કરે છે.
ચીન સેમીકન્ડક્ટર મામલે તાઈવાનથી ઘણું પાછળ છે. સેમીકન્ડક્ટરના બજારને અમેરિકા પણ સમજે છે અને ચીન પણ. આથી બંને દેશ આ નાનકડા દેશ માટે આમને સામને છે. જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો દુનિયા માટે ચિપનું બજાર સંપૂર્ણપણે ઠપ થઈ જશે અને પહેલેથી મોંઘવારી સામે ઝઝૂમી રહેલી દુનિયા સામે નવું સંકટ ઊભું થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે