બેહાલ પાકિસ્તાન! કેળા વેચવા નીકળેલા છોકરાના કેળા લૂંટી ગયા લોકો, રોતો રહ્યો, કરગરતો રહ્યો માસૂમ, Video

Poor Pakistan Video: છેલ્લા કેટલાક મહિનાથી પાકિસ્તાનના લોકોને ખાવા પીવા માટે ખુબ જ જદ્દોજહેમત કરવી પડી રહી છે. પાકિસ્તાનના લોકોને લોટ સુદ્ધા નસીબ થતો થતો. થોડા દિવસ પહેલા આવા અનેક વીડિયો તમે જોયા હશે જેમાં પાકિસ્તાનના ભૂખ્યા લોકો ટ્રક લૂટી રહ્યા હતા. જેથી કરીને તેમના ઘરમાં બે ટંક રોટી મળી શકે.

બેહાલ પાકિસ્તાન! કેળા વેચવા નીકળેલા છોકરાના કેળા લૂંટી ગયા લોકો, રોતો રહ્યો, કરગરતો રહ્યો માસૂમ, Video

Poor Pakistan Video: છેલ્લા કેટલાક મહિનાથી પાકિસ્તાનના લોકોને ખાવા પીવા માટે ખુબ જ જદ્દોજહેમત કરવી પડી રહી છે. પાકિસ્તાનના લોકોને લોટ સુદ્ધા નસીબ થતો થતો. થોડા દિવસ પહેલા આવા અનેક વીડિયો તમે જોયા હશે જેમાં પાકિસ્તાનના ભૂખ્યા લોકો ટ્રક લૂટી રહ્યા હતા. જેથી કરીને તેમના ઘરમાં બે ટંક રોટી મળી શકે. સોશીયલ મીડિયા પર એક વધુ વીડિયો વાયરલ થયો છે જેને જોઈને દંગ રહી જશો. વાત જાણે એમ છે કે ટ્વિટર પર શેર કરાયેલા આ વીડિયોમાં એવો દાવો કરાયો છે કે આ વીડિયો પાકિસ્તાનનો છે અને ત્યાંના એક માર્કેટમાં કેળું વેચવા માટે આવેલા બાળકની લારીને લોકોએ લૂંટી લીધી. 

પાકિસ્તાનમાં બાળકની લારી લૂંટી
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનો બાળક પહેલા તો ઢગલો કેળા પોતાની લારી પર લઈને આવે છે અને પછી તેને જોતા જ સ્થાનિકો તેને ઘેરી લે છે. પરંતુ લોકો કેળા ખરીદવાની જગ્યાએ લૂંટના ઈરાદે આવ્યા હતા. થોડીવાર સુધી વાતો કરતા રહ્યા. પરંતુ થોડીવાર બાદ લારી પરથી કેળા ઉઠાવીને લેવા માંડ્યા. આ જોઈને બાકીના પણ એવું કરવા લાગ્યા. બાળક રોતો રહ્યો કરગરતો રહ્યો. પરંતુ તેની વાત સાંભળવા કોઈ તૈયાર નથી. જો કે બાળક લારી પર રાખવામાં આવેલા કેળાને વેચવા માટે લારી લઈને ભાગ્યો. આમ છતાં લોકો લૂંટતા રહ્યા. 

— Crazy Clips (@crazyclipsonly) May 7, 2023

ટ્વિટર પર ખુબ વાયરલ થઈ રહ્યો છે વીડિયો
સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ લોકો તેમાં ખુબ રસ લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે આખરે પાકિસ્તાનમાં લોકો વચ્ચે આટલો ભૂખમરો થઈ ગયો છે કે વેચવાની જગ્યાએ લૂંટવાનું શરૂ કરી દીધુ છે. આ વીડિયોને ટ્વિટર પર @crazyclipsonly નામના વેરિફાઈડ એકાઉન્ટથી શેર કરાયો છે. આ સાથેજ કેપ્શનમાં લખ્યું છે કે પાકિસ્તાનમાં ભીડે ગધેડાગાડી પર કેળા વેચતા બાળકના કેળા લૂંટી લીધા. વીડિયો ખુબ વાયરલ  થઈરહ્યો છે. અત્રે જણાવવાનું કે આ વીડિયો જો કે ઘણો જૂનો છે. પરંતુ પાકિસ્તાનની હાલત પહેલા કરતા પણ ખરાબ છે. 

ખાસ નોંધ: સોશિયલ મીડિયા પર આ વીડિયો એ દાવા સાથે શેર થઈ રહ્યો છે જો કે ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news