ભારત, ચીન, જાપાન... બાઇડેનની વિદેશ નીતિ ટ્રમ્પના વહીવટથી કેટલી અલગ હશે?
જો બાઇડેનના અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનવાથી એશિયન દેશોમાં અનિશ્ચિતતાનો માહોલ છે. ભારત, જાપાન અને ચીન સહિત આ ક્ષેત્રના મોટાભાગના દેશ બાઇડેન પ્રશાસન પાસે વ્યાપારથી લઈને જળવાયુ પરિવર્તનના મુદ્દા પર રાહત આપવાની આશા કરી રહ્યાં છે.
Trending Photos
વોશિંગટનઃ જો બાઇડેનના અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનવાથી એશિયન દેશોમાં અનિશ્ચિતતાનો માહોલ છે. ભારત, જાપાન અને ચીન સહિત આ ક્ષેત્રના મોટાભાગના દેશ બાઇડેન પ્રશાસન પાસે વ્યાપારથી લઈને જળવાયુ પરિવર્તનના મુદ્દા પર રાહત આપવાની આશા કરી રહ્યાં છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળમાં ન માત્ર એકતરફી આર્થિક હિતોને લઈને એશિયન દેશો સાથે સંબંધ બગાડ્યા છે પરંતુ ગ્રીન હાઉસ ગેસોના ઉત્પાદનને લઈને વારંવાર ભારત અને ચીન ઉપર આરોપ લગાવ્યા છે. તેવામાં બાઇડેન પ્રશાસન પાસે એશિયન દેશો મોટી આશા રાખી રહ્યાં છે. જાણો ક્યાં દેશને કઈ આશા છે.
ચીન
જો બાઇડેન અમેરિકાની સત્તા સંભાળતા સૌથી પહેલા ચીન તરફ જોશે. આર્થિક, સૈનિક અને રાજનીતિક રૂપથી ચીન અને અમેરિકા વચ્ચે તણાવ છે. ચીનના વિસ્તારવાદી પ્રયાસોની વિરુદ્ધ અમેરિકાએ ઇન્ડો પેસેફિક ક્ષેત્રનું મોટા પાયે સૈન્યીકરણ કર્યું છે. તાઇપેમાં તમાંગ વિશ્વ વિદ્યાલયના રણનીતિક અભ્યાસના પ્રોફેસર અને તાઇવાનના એક પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી એલેકઝેન્ડરે કહ્યુ કે, મને લાગે છે કે બાઇડેન ચીનની સાથે ઓબામાના સમયથી પણ વધુ ઉદારવાદી દ્રષ્ટિકોણ અપનાવશે.
ઉત્તર કોરિયા
જો બાઇડેન ઉત્તર કોરિયાની સાથે અમેરિકી સંબંધોના શરૂઆતથી વિરોધી રહ્યા છે. તેમણે પોતાના પ્રચાર અભિયાન દરમિયાન પણ તેમણે કિમ જોંગ ઉનને કસાઈ અને ઠગ કહ્યા હતા. બાઇડેને ટ્રમ્પ અને કિમ જોંગની ત્રણ બેઠકો પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પની આ બેઠકોથી ઉત્તર કોરિયાના પરિમાણુ હથિયારોની નિરસ્ત્રીનકરણમાં પ્રગતિ થઈ નથી. માનવામાં આવી રહ્યું છે કે જો બાઇડેન પોતાના કાર્યકાળ દરમિયાન ઉત્તર કોરિયા વિરુદ્ધ કડક પ્રતિબંધોની જાહેરાત કરી શકે છે. તો દક્ષિણ કોરિયામાં પણ બાઇડેન ટ્રમ્પથી વિપરીત મોટી સંખ્યામાં અમેરિકી સૈનિકોની તૈનાતી કરી શકે છે.
ભારત
અમેરિકામાં સત્તા પરિવર્તનની સૌથી ઓછી અસર ભારતમાં જોવા મળી શકે છે. કારણ કે જો બાઇડેન ઉપર પણ ચીનને અલગ કરવા માટે ભારતને સાથે લઈને ચાલવાની મજબૂરી હશે. પરંતુ બાઇડેનના કાર્યકાળમાં ભારતના માનવાધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાના રેકોર્ડ પર ખુબ નજીકથી નજર રાખવામાં આવી શકે છે. વોશિંગટન સ્થિત વિલ્સન સેન્ટરમાં એશિયા કાર્યક્રમના ડેપ્યુટી ડાયરેક્ટર માઇકલ કુગેલમૈન અનુસાર, બાઇડેનના કાર્યકાળમાં ભારતના અલ્પસંખ્યકોના માનવાધિકારોને લઈને તણાતણી જોવા મળી શકે છે.
ચૂંટણીના પરિણામ બાદ ટ્રમ્પના પરિવારમાં પડ્યા બે ફાડા!, પુત્રી-જમાઈ, પત્ની મેલાનિયા ઈચ્છે છે કે...
જાપાન
જાપાનને લઈને બાઇડેનનું વલણ સ્પષ્ટ છે. તેમનું માનવું છે કે અમેરિકા બીજા દેશની દેખરેખની જવાબદારી ન ઉઠાવી શકે. તેનું કારણ અમેરિકાની પ્રાથમિકતા જાપાનને તેના પગ પર ઊભા કરવાની હશે. ટોક્યોમાં તે વાતની આશા છે કે બાઇડેન પોતાના કાર્યકાળમાં જાપાની કંપનીઓને પ્રોત્સાહન આપશે. આ સિવાય તેઓ ચીની કંપનીઓ પર કાર્યવાહી કરશે. ટોક્સોના આર્કસ રિસર્ચ અનુસાર, બાઇડેન અમેરિકાની ઘરેલૂ રાજનીતિનો સામનોકરવા માટે શરૂઆતી કાર્યકાળ દરમિયાન જાપાનને એકલુ છોડી શકે છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ
ડોનાલ્ડ ટ્રમ્પની તુલનામાં જો બાઇડેનના કાર્યકાળમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સાથે અમેરિકાના સંબંધ વધુ મજબૂત થવાની આશા છે. ટ્રમ્પની તુલનામાં જો બાઇડેન ઓસ્ટ્રેલિયન સ્ટીલ અને એલ્યૂમીનિયમ કંપનીઓને ટેરિફમાં છૂટ આપશે. ન્યૂઝીલેન્ડને પણ અમેરિકી તંત્ર દૂધ અને વીફના વેચાણ પર વધુ છૂટ આપી શકે છે. ન્યૂઝીલેન્ડ અને અન્ય રાષ્ટ્રોને પણ આશા છે કે બાઇડેન ચીનની સાથે તણાવ ઓછો કરવામાં મદદ કરી શકે છે. અમેરિકાની સાથે રક્ષા અને ઈન્ટેલિજન્સ સંબંધ વધારવા દરમિયાન ન્યૂઝીલેન્ડ બે મુખ્ય રાષ્ટ્રો વચ્ચે ફસાઇ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે