HIV AIDS: ગજબ કહેવાય! 8 વર્ષ પહેલા થયો હતો એઈડ્સ...કોઈ પણ દવા વગર HIV ને હરાવી દીધો, ખાસ જાણો
એઈડ્સ(AIDS) અને કેન્સર (Cancer) આ બે એવી બીમારીઓ છે જેમના વિશે સાંભળતા જ માણસ થર થર કાંપવા લાગે છે. લોકોમાં એવી ધારણા છે કે જેમને આ બીમારી થઈ જાય છે તેમના જીવનના ગણતરીના દિવસો જ બચે છે.
Trending Photos
HIV AIDS: એઈડ્સ(AIDS) અને કેન્સર (Cancer) આ બે એવી બીમારીઓ છે જેમના વિશે સાંભળતા જ માણસ થર થર કાંપવા લાગે છે. લોકોમાં એવી ધારણા છે કે જેમને આ બીમારી થઈ જાય છે તેમના જીવનના ગણતરીના દિવસો જ બચે છે. જો કે હવે એઈડ્સ પર થયેલા રિસર્ચે એક નવી આશા જગાવી છે.
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આર્જેન્ટિના (Argentina) ના Esperanza શહેરમાં રહેતી 30 વર્ષની મહિલાએ પોતાની મજબૂત ઈમ્યુન સિસ્ટમ દ્વારા એઈડ્સ(AIDS) ને હરાવી દીધો. ડોક્ટરોએ આ મહિલાની ઓળખ છૂપાવવા માટે તેને 'Esperanza Patient' નામ આપ્યું છે. જોવામાં અત્યંત સુંદર અને એથલેટિક ફિગર ધરાવતી મહિલા તેના બોયફ્રેન્ડ સાથે લિવ ઈન રિલેશનશીપમાં હતી. આ દરમિયાન તેને વર્ષ 2013માં તેને એઈડ્સ થયો હોવાનું જાણવા મળ્યું હતું. થોડા વર્ષોમાં તેના બોયફ્રેન્ડનું મોત થઈ ગયું.
દવા વગર 8 વર્ષ બાદ એઈડ્સને હરાવ્યો
ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ બોયફ્રેન્ડના મરતા પહેલા તે મહિલા ગર્ભવતી બની ચૂકી હતી. ત્યારબાદ તેણે એક સ્વસ્થ બાળકને પણ જન્મ આપ્યો. ડોક્ટરોના જણાવ્યાં મુજબ તે મહિલાએ બાળકને જન્મ આપ્યાના 6 મહિના બાદ કરતા બાકી કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારની દવા લીધી નથી. આમ છતાં તેણે પોતાની મજબૂત ઈમ્યુન સિસ્ટમ દ્વારા 8 વર્ષ બાદ એચઆઈવી એઈડ્સ(AIDS) જેવી ખતરનાક બીમારીને હરાવવામાં પૂરેપૂરી રીતે સફળ રહી.
બ્રિટનના હાવર્ડમાં કાર્યરત ડોક્ટરોના એક સમૂહે આ વર્ષે માર્ચમાં થયેલા એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આ રિસર્ચની જાહેરાત કરી. રિસર્ચરે આશા વ્યક્ત કરી કે આ શોધથી દુનિયાભરમાં એઈડ્સ (AIDS) સામે ઝઝૂમી રહેલા 38 મિલિયન લોકોના સારવારની નવી રાહ ખુલી શકે છે. આ રિસર્ચ હાવર્ડમાં કામ કરનારા ડો. જૂ યૂ અને તેમના સહયોગીઓએ કર્યો. તેમણે એઈડ્સ પીડિત તે 30 વર્ષની મહિલાના 1.5 બિલિયન બ્લડ અને ટિશ્યુ સેલ્સની તપાસ કરી પરંતુ તેમને એચઆઈવી વાયરસ (HIV) ના કોઈ નિશાન મળ્યા નહીં.
આ પ્રકારની દુનિયામાં ફક્ત બીજી ઘટના
રિપોર્ટ મુજબ પોતાની મજબૂત ઈમ્યુન સિસ્ટમ દ્વારા એચઆઈવી એઈડ્સના ખતરનાક વાયરસને ખતમ કરવાની આ દુનિયાની ફક્ત બીજી ઘટના છે. આ અગાઉ ઓગસ્ટ 2020માં અમેરિકાના સાન ફ્રાન્સિસકોની 67 વર્ષની મહિલા Loreen Willenberg ની કહાની દુનિયા સામે આવી હતી. તેને લગભગ 30 વર્ષ પહેલા એચઆઈવી વાયરસ હોવાની ખબર પડી હતી. પરંતુ તેણે પોતાની રોગપ્રતિકારક શક્તિ દ્વારા આ ખતરનાક વાયરસ (HIV) ને ખતમ કર્યો હતો.
ડોક્ટરોનું કહેવું છે કે બર્લિનના ટિમોથીરે બ્રાઉન અને લંડનના એડમ કેસ્ટિલેજો પણ એઈડ્સ (AIDS) ને માત આપવામાં સફળ રહ્યા પરંતુ તેમની કહાની કઈક અલગ હતી. તે બંનેને એઈડ્સની સાથે જ કેન્સર પણ હતું. બંનેના જીવ બચાવવા માટે એચઆઈવી પ્રતિરોધી જીનવાળા એક ડોનર દ્વારા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ સર્જરીએ જબરદસ્ત કામ કર્યું અને એઈડ્સ પેદા કરનારા વાયરસનો બંનેના શરીરમાંથી સફાયો થઈ ગયો.
બંને મહિલાઓએ નહતી લીધી કોઈ થેરાપી
ડોક્ટરોના જણાવ્યાં મુજબ પોતાના દમ પર એચઆઈવી વાયરસને હરાવનારી બંને મહિલાઓએ સારવાર કરાવવા માટે ક્યારેય એન્ટીરેટ્રોવાયરલ થેરાપી લીધી નહતી. આમ છતાં તેમના શરીરમાં એચઆઈવી વાયરસ પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો નહીં અને આખરે તેમની ઈચ્છાશક્તિ સામે હારી ગયો.
વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ જ્યારે પણ કોઈ વ્યક્તિ એચઆઈવી (HIV) થી સંક્રમિત થાય છે ત્યારે વાયરસ તેમની પ્રતિરક્ષા કોશિકાના ડીએનએ સાથે જોડાઈ જાય છે અને પછી ત્યાંથી તે પ્રજનન કરતો રહે છે. આવામાં તે વાયરસને આગળ વધતો રોકવા માટે એન્ટી રેટ્રોવાયરલ થેરાપી અપાય છે. આ થેરાપી આ વાયરસને સંપૂર્ણપણે ખતમ કરતી નથી જો કે તેના શરીરમાં ફેલાતી સ્પીડને જરૂર ઘટાડે છે.
આ પ્રકારે ખતરનાક વાયરસ પર જીત મેળવી
મેસાચુસેટ્સ જનરલ હોસ્પિટલમાં કામ કરનારા ડો યૂએ કહ્યું કે એઈડ્સને હરાવનારી બંને મહિલાઓની તપાસથી જાણવા મળ્યું કે તેમના શરીરમાં પ્રવેશ કરનારા એચઆઈવી વાયરસ (HIV) જીનોમના નિષ્ક્રિય હિસ્સા, જેને જીન ડેઝર્ટ પણ કહે છે તેમા વસી ગયા હતા. આ હિસ્સામાં રહેવાના કારણે તેઓ શરીરને નુકસાન પહોંચાડવાની સ્થિતિમાં રહ્યા નહીં. આ બાજુ શરીરના બીજા ભાગમાં પહોંચેલા વાયરસના બાકી કણોને મહિલાઓની મજબૂત ઈમ્યુન સિસ્ટમે ખતમ કરી નાખ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે