ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે સ્વીકારી હાર, GSAએ બાઇડેનને જાહેર કર્યા વિજેતા
US President Joe Biden: રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ ફેરફારની પ્રક્રિયાને ઔપચારિક રૂપથી આગળ વધારવાનું દાયિત્વ GSAનું છે. હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મતગણનામાં ગડબડના આરોપ લગાવતા ખુદને ચૂંટણી વિજેતા કહેતા હતા.
Trending Photos
વોશિંગટનઃ અમેરિકાની એક સરકારી એજન્સીએ પરિવર્તનને આગળ વધારવાની પ્રક્રિયા માટે પડી રહેલા દબાવ વચ્ચે આખરે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેનને વિજેતાના રૂપમાં માન્યતા પ્રદાન કરી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ હાર સ્વીકારી લીધી છે. જનરલ સર્વિસેઝ એડમિનિસ્ટ્રેશન (GSA)ની પ્રશાસક એમિલી મર્ફીના બહુપ્રતીક્ષિત નિર્ણય બાદ હવે આગામી બાઇડેન ટીમની સંઘીય સંસાધનો, વિવિધ ફેડરલ એજન્સીઓ અને ગુપ્ત માહિતી સુધી પહોંચ હશે.
રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ ફેરફારની પ્રક્રિયાને ઔપચારિક રૂપથી આગળ વધારવાનું દાયિત્વ GSAનું છે. હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મતગણનામાં ગડબડના આરોપ લગાવતા ખુદને ચૂંટણી વિજેતા કહેતા હતા. અમેરિકામાં ત્રણ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન હતા. છેલ્લા બે સપ્તાહ કરતા વધુ સમયથી મફ્રી ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ, રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાંતો અને સ્વાસ્થ્ય અધિકારીઓ તરફથી આલોચનાનો સામનો કરતી રહી છે.
10 ડોલરથી ઓછામાં મળશે રશિયાની કોરોના વેક્સિન, આ મહિનામાં શરૂ થશે ડિલીવરી
ટીકાકારોનું કહેવું હતું કે પરિવર્તનની પ્રક્રિયાને ઔપચારિક રૂપથી આગળ વધારવામાં વિલંબને કારણે કોવિડ-19 અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર આગામી બાઇડેન તંત્રના પ્રયાસમાં વિક્ષેપ પાડી રહી હતી. મર્ફીએ આખરે બાઇડેનના નામે માન્યતા પત્રમાં લખ્યું કે, ટ્રમ્પ પ્રશાસન બદલાવની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરવા તૈયાર છે. પત્ર પ્રશાસન દ્વારા ટ્રમ્પની હાર સ્વીકાર કરવાની દિશામાં પ્રથમ પગલું છે. આ સમાચાર તેવા સમય આવ્યા છે જ્યાં સુધી હાર સ્વીકાર ન કરનાર ટ્રમ્પે ટ્વીટ કર્યુ કે તે જીએસએ અને પોતાના પ્રશાસનમાં અન્ય રાષ્ટ્રપતિની શક્તિના ઔપચારિક સ્થાણાંતરણ માટે શરૂઆતી પ્રોટોકોલ શરૂ કંરવાની ભલામણ કરી રહ્યાં છે. ટ્રમ્પે તે કહ્યું કે, આ પગલાની તેમણે ભલામણ કરી, તો મર્ફીએ કહ્યું કે, તેમણે કાયદો અને ઉપલબ્ધ તથ્યોના આધાર પર સ્વતંત્ર રૂપથી નિર્ણય લીધો છે. આ વચ્ચે બાઇડેનની ટીમે પરિવર્તનની પ્રક્રિયા શરૂ થવાનું સ્વાગત કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે