Googleએ મેળવી Quantum Supremacy : કમ્પ્યૂટિંગની દુનિયામાં નવી ક્રાંતિ....!
ગુગલે દાવો કર્યો છે કે તેણે બનાવેલા 54-qubit Sycamore પ્રોસેસરે એ ગણતરી માત્ર 200 સેકન્ડમાં કરી બતાવી છે, જેને પરંપરાગત અને વર્તમાનમાં દુનિયાના સૌથી પાવરફૂલ સુપર કમ્પ્યૂટરને કરવામાં 10,000 વર્ષ લાગી શકે છે. ગુગલે જણાવ્યું કે, તેણે આ સિમાચિન્હ મેળવવામાં ઘણી મહેનત કરી છે અને લગભગ બે દાયકા પછી આ સફળતા મેળવી છે. તેના વૈજ્ઞાનિકો તેના પર 1980થી કામ કરી રહ્યા હતા.
Trending Photos
બર્લિનઃ Googleએ જાહેરાત કરી છે કે તેણે Quantum Supremacy પ્રાપ્ત કરી લીધી છે. થોડા સમય પહેલા જ આ બાબત સાથે જોડાયેલું ગુગલનું એક પેપર લીક થયું હતું અને ત્યારથી જ સમગ્ર વિશ્વમાં ક્વોન્ટમ સુપ્રીમસી ચર્ચામાં છે. Googleના સીઈઓ સુંદર પીચાઈએ ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી છે.
Googleએ પ્રખ્યાત સાયન્ટિફિક જર્નલ Natureમાં એક નવો આર્ટિકલ પ્રકાશિત કર્યો છે, જેમાં કંપનીએ મોટો દાવો કર્યો છે અને જણાવ્યું છે કે તેનાથી કંપ્યુટિંગની સંપૂર્ણ દુનિયા બદલાઈ જશે. બે દાયકાથી આ મુદ્દે કામ ચાલતું હતું અને હવે આખરે ગુગલને તેમાં સફળતા મળી છે. Quantum Supremacyના કારણે પરંપરાગત કમ્પ્યુટિંગ વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલાઈ જશે.
ગુગલે દાવો કર્યો છે કે તેણે બનાવેલા 54-qubit Sycamore પ્રોસેસરે એ ગણતરી માત્ર 200 સેકન્ડમાં કરી બતાવી છે, જેને પરંપરાગત અને વર્તમાનમાં દુનિયાના સૌથી પાવરફૂલ સુપર કમ્પ્યૂટરને કરવામાં 10,000 વર્ષ લાગી શકે છે. ગુગલે જણાવ્યું કે, તેણે આ સિમાચિન્હ મેળવવામાં ઘણી મહેનત કરી છે અને લગભગ બે દાયકા પછી આ સફળતા મેળવી છે. તેના વૈજ્ઞાનિકો તેના પર 1980થી કામ કરી રહ્યા હતા.
સુંદર પિચાઈએ કરી ટ્વીટ
ગુગલના સીઈઓ સુદર પિચાઈએ ટ્વીટ કરતાં લખ્યું છે કે, "Quantum Computing ભવિષ્યમાં શું કરી શકે છે તેના અંગે હું ઘણો જ ઉત્સાહિત છું. તે આપણને નવી ભાષા બોલવાની પદ્ધતિ આપે છે, જેનાથી દુનિયાને સારી રીતે સમજી શકાશે. માત્ર 1થી 0 જ નહીં, પરંતુ તેના તમામ દાખલા - સુંદર, જટિલ અને અમર્યાદિત સંભાવનાઓ સાથે."
ન્યુયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસના કમ્પ્યૂટર સાયન્ટિસ્ટને ક્વોટ કરવામાં આવ્યો છે, જેમણે ગુગલ દ્વારા રજુ કરવામાં આવેલા આ પેપરની સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે, "1903માં જ્યારે Writht Brothersએ પ્રથમ વિમાન શોધ્યું ત્યારે એ ઉપયોગી ન હતો, પરંતુ તેની ડિઝાઈન બનાવાઈ હતી અને આ રીતે વિમાનની કલ્પનાને સાકાર સ્વરૂપ મળ્યું હતું."
ટૂંકમાં Quantum Supremacyને અત્યારે ભલે કામમાં લઈ શકાય નહીં, પરંતુ આગામી સમયમાં તે કમ્પ્યુટિંગની પદ્ધતિમાં ધરમૂળથી પરિવર્તન લાવી શકે છે. આ પ્રકારના કમ્પ્યૂટિંગની પદ્ધતિ પરંપરાગત કમ્પ્યૂટિંગ કરતાં તદ્દન અલગ હોય છે. પરંપરાગત કમ્પ્યૂટિંગમાં 0થી 1નો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ Quantum Supremacyમાં આ રીતને પણ બદલી નાખવામાં આવી છે.
IBMએ વ્યક્ત કરી શંકા
IBM સુપર કમ્પ્યૂટર બનાવવા બાબતે ઘણી આગળ છે અને તેણે ગુગલના દાવા પર શંકા વ્યક્ત કરી છે. કંપનીએ કહ્યું કે, ગુગલનો દાવો છે કે આ ગણતરી કરવામાં સુપર કમ્પ્યૂટરને 10,000 વર્ષ લાગી શકે છે, પરંતુ હકીકતમાં એવું નથી. સુપર કમ્પ્યૂટર આ જ કામને માત્ર 2.5 દિવસમાં પુરું કરી શકે છે.
પંરપરાગત કમ્પ્યૂટર અને ક્વાન્ટમ કમ્પ્યૂટરમાં શું અંતર છે?
વર્તમાનમાં આપણે જે કમ્પ્યૂટરનો ઉપયોગ કરીએ છીએ તેમાં માહિતી bitsમાં સંગ્રહિત થાય છે. આ બિટ્સની વેલ્યુ ક્યાં તો 0 હોય છે કે પછી 1, પરંતુ Quantum સિસ્ટમ તેનાથી અલગ રીતે કામ કરે છે. અહીં bitના બદલે માહિતી Quantum Bit એટલે કે qubitમાં સંગ્રહિત થાય છે અને તે 0 કે 1 એકસાથે હોઈ શકે છે.
Quantum Supremacy એટલે શું?
Quantum Supremacy એક પ્રકારની ક્ષમતા છે જે એવા પ્રોબ્લેમ્સનો ઉકેલ લાવી શકે છે, જેને પરંપરાગત કમ્પ્યૂટર કરી શકે એમ નથી. ગમે તેટલી જટિલ સમસ્યા કેમ ન હોય, તેને Quantum Supremacy દ્વારા ઉકેલી શકાય છે. Quantum Computers દેખાવમાં ડેસ્કટોપ કે લેપટોપ જેવા હોતા નથી. તે જુદા-જુદા પાર્ટ્સમાં હોય છે અને તેમને સર્વર રૂમમાં રાખી શકાય છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે