Shocking News: ગર્લફ્રેન્ડ નહતી મળતી તો આ વ્યક્તિએ પૈસા ખર્ચીને કર્યું એવું કામ....જાણીને ધ્રુજારી છૂટી જશે

Shocking News: લોકો પ્રેમ માટે કોઈ પણ મુશ્કેલી પાર કરવા માટે તૈયાર રહે છે. પરંતુ આ વ્યક્તિએ તો તમામ હદ પાર કરી નાખો. વિગતો જાણીને અચંબિત થઈ જશો. 

Shocking News: ગર્લફ્રેન્ડ નહતી મળતી તો આ વ્યક્તિએ પૈસા ખર્ચીને કર્યું એવું કામ....જાણીને ધ્રુજારી છૂટી જશે

Surgery For Height: લોકો પ્રેમ માટે કોઈ પણ મુશ્કેલી પાર કરવા માટે તૈયાર રહે છે. પરંતુ આ વ્યક્તિએ ફક્ત કેટલાક ઈંચ પોતાની હાઈટ વધારવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી નાખ્યા. અમેરિકાના એક વ્યક્તિએ હાઈટ વધારવા માટે દર્દનાક સર્જરી કરાવડાવી. મૂસા ગિબ્સન નામના વ્યક્તિની હાઈટ 5 ફૂટ 5 ઈંચ હતી જેના કારણે કોઈ યુવતી તેને ભાવ આપતી નહતી. તે પણ તેના સાથીઓની જેમ ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જવા માંગતો હતો. તેણે  દવાઓથી લઈને આધ્યાત્મિક ઉપચારક સુદ્ધા...બધુ જ કરવાની કોશિશ કરી અને લાંબા થવાના પ્રયત્નો કર્યા. 

સર્જરી કરાવી
જ્યારે કશું કામે ન લાગ્યું તો મૂસા ગિબ્સને આખરે પોતાની હાઈટ વધારવા માટે લાંબી સર્જરીનો સહારો લીધો. આ સર્જરીમાં ખુબ જ દર્દ થાય છે અને ઘણી તકલીફો આવે છે. હતાશ 41 વર્ષના મૂસાએ હાઈટ વધારવા માટે પોતાના શરીરના અનેક હાટકા તોડાવડાવ્યા અને સારા એવા પૈસા ખર્ચવા પડ્યા. મિરર યૂકેએ ખુલાસો કર્યો કે તેણે પહેલીવાર 2016માં સર્જરીના માધ્યમથી પોતાની હાઈટમાં 3 ઈંચનો વધારો કરાવ્યો હતો. સાત વર્ષ બાદ તે  બીજીવાર એમાંથી પસાર થયો જેના કરાણે તેના આગલા ઓપરેશનની સરખામણીમાં વધુ 2 ઈંચ લાંબો થયો. બંને સર્જરીનો કુલ ખર્ચો લગભગ 1.65 લાખ ડોલર (1.35 કરોડ રૂપિયા) થયો. 

ઓપરેશનથી 5 ઈંચ હાઈટ વધી
પહેલી સર્જરીમાં તેને 61.48 લાખ રૂપિયાનો ખર્ચો થયો. બીજા ઓપરેશનમાં ગત ઓપરેશનની સરખામણીમાં થોડો વધુ ખર્ચો થયો જેમાં 80.34 લાખ રૂપિયા ખર્ચવા પડ્યા. મૂસા આ વર્ષ જૂન સુધીમાં 5 ફૂટ 10 ઈંચ સુધીના ટાર્ગેટ સુધી પહોંચશે. તેણે ખુલાસો કર્યો કે લોકો તેની ખુબ મજાક ઉડાવતા હતા. પરંતુ હવે તેની સર્જરીથી તેને વધુ આત્મવિશ્વાસ મહેસૂસ થયો છે અને તેને એક ગર્લફ્રેન્ડ પણ મળી છે. મિનેસોટાના મિનિયાપોલીસમાં રહેતા મૂસાએ કહ્યું કે તે હંમેશા હાઈટની સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો. તેણે ખુલાસો કર્યો કે તેની ડેટિંગ લાઈફ તેની હાઈટથી પ્રભાવિત હતી. એટલે સુધી કે હાઈટ માટે તે જૂતામાં કેટલીક વસ્તુઓ ભરતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news