બીજી યુવતી સાથે હતો યુવક અને દરવાજો ખખડાવવા લાગી ગર્લફ્રેન્ડ, પછી થયો જોવા જેવો ખેલ, જુઓ Video


હકીકતમાં આ ઘટના દક્ષિણી અમેરિકાના કોલંબિયાની છે. 'ધ સન'ના એક રિપોર્ટ પ્રમાણે, એક વ્યક્તિની ગર્લફ્રેન્ડ ઘરની બહાર અચાનક જોવા મળે છે અને તે સીધી દરવાજા પર પહોંચે છે. ત્યાંથી તે દરવાજો ખખડાવે છે. આ દરમિયાન લોકોએ જોયુ તે ચોંકાવનારૂ રહ્યું.

બીજી યુવતી સાથે હતો યુવક અને દરવાજો ખખડાવવા લાગી ગર્લફ્રેન્ડ, પછી થયો જોવા જેવો ખેલ, જુઓ Video

કોલંબિયાઃ ઘણીવાર બે અફેર અંગત જીવનમાં વિવાદનું કારણ બને છે અને પુરૂષ ઝડપાય જાય છે. એક આવી ઘટના જોવા મળી જ્યારે વીડિયો વાયરલ થયો અને કરોડો લોકોએ તેનો જોયો છે. તેમાં એક યુવકની ગર્લફ્રેન્ડ ઘરની નીચે દરવાજો ખખડાવી રહી છે અને યુવક ઉપર બાલકનીમાં જોઈ રહ્યો છે. એટલું જ નહીં આ દરમિયાન યુવક અન્ય યુવતીને બાલકનીમાંથી નીચે ઉતારતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ઘણા લોકો આસપાસ ઉભા રહી તમાશો પણ જોઈ રહ્યો છે.

હકીકતમાં આ ઘટના દક્ષિણી અમેરિકાના કોલંબિયાની છે. 'ધ સન'ના એક રિપોર્ટ પ્રમાણે, એક વ્યક્તિની ગર્લફ્રેન્ડ ઘરની બહાર અચાનક જોવા મળે છે અને તે સીધી દરવાજા પર પહોંચે છે. ત્યાંથી તે દરવાજો ખખડાવે છે. આ દરમિયાન લોકોએ જોયુ તે ચોંકાવનારૂ રહ્યું. જ્યારે વ્યક્તિની ગર્લફ્રેન્ડ દરજાજો ખખડાવી રહી હતી તે સમયે શખ્સ બાલકનીમાં એક યુવતીને નીચે ઉતારી રહ્યો હતો. 

— vídeos pra ver cagando (@videosvecagando) September 9, 2021

એટલું જ નહીં શખ્સ અને તે યુવતી બંનેએ સારી રીતે કપડા પણ પહેર્યા નહતા, તે વ્યક્તિ બીજી યુવતીને ત્યાંથી નીચે ઉતારી રહ્યો છે. આ બધુ જોઈને આસપાસના લોકો ભેગા થઈ ગયા અને નજારો જોવા લાગ્યા. કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો. ચોંકાવનારી વાત છે કે કેટલાક લોકો તે શખ્સની મદદ કરવા લાગ્યા અને યુવતીને નીચે ઉતારી હતી. 

શખ્સની આ કરતૂતને કોઈએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શખ્સની ગર્લફ્રેન્ડ જે ઘરની નીચે ઉભી છે અને દરવાજો ખખડાવી રહી છે, એટલું જ નહીં તે જોરથી રાડો પાડી રહી છે. તેવું લાગી રહ્યું છે કે તે પોતાના બોયફ્રેન્ડ પર ગુસ્સામાં છે. પરંતુ આ દરમિયાન શખ્શ ઉપરથી આ કરતૂત કરતો જોવા મળી રહ્યો છે. 

રિપોર્ટ પ્રમાણે યુવતી જોર-જોરથી દરવાજો ખખડાવતા રાડો પાડી રહી છે અને કહી રહી છે કે દરવાજો ખોલો. મને ખ્યાલ છે કે તું અંદર છે, આ છેલ્લી વાર છે કે તું મારી સાથે આ કરી શકીશ. બાલકનીમાંથી ઉતર્યા બાદ અન્ય યુવતી ઝડપથી ભાગે છે. અહીં જુઓ વીડિઓ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news