જર્મનીએ લીધો મોટો નિર્ણય, રશિયાના Nord Stream 2 પ્રોજેક્ટ પર લગાવી દીધો પ્રતિબંધ

સ્કોલ્ઝે બર્લિનમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમની સરકારે પાઇપલાઇનના પ્રમાણીકરણ અને પુનઃમુલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે, જે અત્યાર સુધી લાગૂ થયો નથી. 

જર્મનીએ લીધો મોટો નિર્ણય, રશિયાના Nord Stream 2 પ્રોજેક્ટ પર લગાવી દીધો પ્રતિબંધ

બર્લિનઃ રશિયા અને યુક્રેનને લઈને વધતા તણાવ વચ્ચે જર્મનીએ નોર્ડ સ્ટ્રીમ 2 પાઇપલાઇન પર હાલ પ્રતિબંધ લગાવી દીધો છે. જર્મનીના ચાન્સલર ઓલાફ શોલ્ઝે આ પ્રોજેક્ટ પર પ્રતિબંધ લગાવતા કહ્યુ કે, જર્મની સરકાર યુક્રેનમાં મોસ્કોની કાર્યવાહીના જવાબમાં આ પગલું ભરી રહી છે. 

સ્કોલ્ઝે બર્લિનમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમની સરકારે પાઇપલાઇનના પ્રમાણીકરણ અને પુનઃમુલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે, જે અત્યાર સુધી લાગૂ થયો નથી. જર્મનીના આ પગલાંને રશિયા વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી જવાબી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે. 

નોર્ડ સ્ટ્રીમ 2 પાઇપલાઇન વિશે જાણો
1200 કિલોમીટર લાંબી આ પાઇપલાઇન પશ્ચિમી રશિયાથી ઉત્તર-પૂર્વ જર્મની સુધી જાય છે. આ પાઇપલાઇનનું લગભગ તમામ કામ પૂર્ણ થઈ ગયું છે. તેના પર આશરે 83 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. પરંતુ કેટલીક સરકારી મંજૂરીઓને કારણે અત્યાર સુધી તે શરૂ થઈ શકી નથી. આ પાઇપલાઇન દ્વારા રશિયા જર્મનીને સપ્લાય થનાર નેચરલ ગેસને ડબલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પાઇપલાઇનનું તમામ કામકાજ રશિયન સરકારી કંપની ગજપ્રોમ જોઈ રહી છે. 

રશિયાની સાથે યુરોપને પણ મોટુ નુકસાન?
નિષ્ણાંતો રશિયાની આ પાઇપલાઇનને મોસ્કોના એક હથિયાર તરીકે જોઈ રહ્યાં છે. અમેરિકા સહિત અનેક દેશ આ પાઇપલાઇનનો વિરોધ કરતા રહ્યાં છે. મહત્વનું છે કે રશિયા યુરોપીયન દેશોને આશરે 50 ટકા નેચરલ ગેસની સપ્લાય કરે છે. 

નિષ્ણાંતો માને છે કે આ પ્રોજેક્ટ રોકાવાથી રશિયાને સૌથી વધુ નુકસાન છે. રશિયાની ઇકોનોમીનો એક મોટો ભાગ તેલ-ગેસની સપ્લાયથી છે. તેવામાં જર્મનીના આ પગલાંથી તેને ઝટકો લાગી શકે છે. આ પ્રોજેક્ટ પર પ્રતિબંધ લાગવાથી રશિયા પર તો અસર પડશે સાથે યુરોપીયન દેશોમાં પણ ગેસની અછત સર્જાય શકે છે. 

રશિયાએ ડોનેત્સ્ક અને લુહાંસ્કને જાહેર કર્યો અલગ દેશ
વ્લાદિમીર પુતિન દ્વારા પૂર્વી યુક્રેનના ડોનેત્સ્ક અને લુહાંસ્કને આઝાદ દેશની માન્યતા અપાયા બાદ યુક્રેન અને રશિયા વચ્ચે વિવાદ વધુ ભડકી ગયો છે. મહત્વનું છે કે 15 ફેબ્રુઆરી 2022ના રશિયન સંસદે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેનના ડોનેત્સ્ક અને લુહાંસ્કને અલગ દેશની માન્યતા આપવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. 21 ફેબ્રુઆરીએ પુતિને આ પ્રસ્તાવ પર સહી કરી છે. તેણે બંને દેશોની સાથે મિત્રતા, સહયોગ અને સહાયતાને લઈને સમજુતી પણ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news