G7 Summit: યુક્રેન યુદ્ધ મારા માટે માનવતાનો મુદ્દો, સમાધાન માટે પ્રયાસ કરીશું.. ઝેલેન્સ્કીને મળી બોલ્યા પીએમ મોદી

PM Modi Meets Volodymyr Zelenskyy: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે હિરોશિમામાં મુલાકાત થઈ છે. બંને દેશો વચ્ચે કેટલાક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. 
 

G7 Summit: યુક્રેન યુદ્ધ મારા માટે માનવતાનો મુદ્દો, સમાધાન માટે પ્રયાસ કરીશું.. ઝેલેન્સ્કીને મળી બોલ્યા પીએમ મોદી

હિરોશિમાઃ PM Modi Meets Volodymyr Zelenskyy: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 શિખર સંમેલનમાં હાજરી આપવા માટે જાપાનના હિરોશિમાના પ્રવાસે છે. આ વચ્ચે શનિવાર (20 મે) એ હિરોશિમામાં જી-7 શિખર સંમેલનથી ઇતર પ્રધાનમંત્રી મોદી અને યુક્રેનના રાષ્ટ્રકપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થઈ છે. 

આ દરમિયાન પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ પર ઝેલેન્સ્કીને કહ્યુ કે, આ અમારા માટે માનવીય મૂલ્યોનો મુદ્દો છે. તેના સમાધાન માટે ભારત અને વ્યક્તિગત રૂપથી અમારાથી જે થઈ શકશે તે જરૂર કરીશું. બંને નેતાઓ વચ્ચે પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયેલા યુક્રેન-રશિયા યુદ્ધ બાદ પ્રથમ મુલાકાત છે. 

શું બોલ્યા પીએમ મોદી
ઝેલેન્સ્કી સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે યુક્રેન યુદ્ધ દુનિયામાં એક મોટો મુદ્દો છે. હું તેને માત્ર અર્થવ્યવસ્થા કે રાજનીતિનો મુદ્દો માનતો નથી. મારા માટે આ માનવતાનો મુદ્દો છે. ભારત અને હું યુદ્ધના સમાધાન માટે જે કરી શકીએ તે કરીશું. 

— PMO India (@PMOIndia) May 20, 2023

પીએમ મોદીનો કાર્યક્રમ
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત બંને દેશોના વરિષ્ઠ રાજદ્વારીઓ વચ્ચે થયેલી બેઠક બાદ થઈ છે. નોંધનીય છે કે યુક્રેનના પ્રથમ ઉપ વિદેશ મંત્રી એમિન ઝાપરોવાએ પાછલા મહિને ભારતનો પ્રવાસ કર્યો હતો. 

હકીકતમાં, PM મોદી શુક્રવારે (19 મે) ત્રણ દેશો (જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયા)ની છ દિવસીય મુલાકાતે હિરોશિમા જવા રવાના થયા હતા. તેઓ અહીં G7 સમિટના ત્રણ સત્રમાં ભાગ લેશે. આ સાથે તેઓ અહીં વિશ્વના ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

યુક્રેને શું કહ્યું?
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પણ G7 સમિટમાં ભાગ લેવા માટે જાપાનના આમંત્રણ પર અહીં આવ્યા છે, જે હાલમાં શક્તિશાળી જૂથની અધ્યક્ષતા કરે છે. યુક્રેનની રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ પરિષદના સચિવ ઓલેકસી ડેનિલોવે જણાવ્યું હતું કે ઝેલેન્સકી સમિટમાં ભાગ લઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે મહત્વપૂર્ણ વિષયો પર નિર્ણય લેવામાં આવશે, આ સ્થિતિમાં તેમના હિતોની સુરક્ષા માટે તેમની હાજરી જરૂરી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news