G-7 નેતાઓએ ઉડાવી પુતિનની મજાક, શર્ટલેસ તસવીર પર બોરિસ જોનસને કહ્યું- આપણે પણ કપડા ઉતારી દઈએ
G7 Leader Mock Putin: G-7 સમિટનામાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મજાક ઉડાવવામાં આવી છે. અહીં તેમની શર્ટલેસ તસવીરને મજાક બનાવવામાં આવી જેમાં તે ઘોડા પર બેઠા છે.
Trending Photos
બર્લિનઃ G7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ રવિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મજાક ઉડાવી છે. જર્મનીમાં આ નેતાઓએ લંચ દરમિયાન પુતિનની તે તસવીરને લઈને મજાક બનાવી, જેમાં તે શર્ટ પહેર્યા વગર છે. તેની છાતી દેખાઈ રહી છે અને તે ઘોડા પર સવારી કરી રહ્યાં છે. G7 નેતાઓનો મજાક ઉડાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મજાકનો વીડિયો તેવા સમયે સામે આવ્યો છે, જ્યારે રશિયા-યુક્રેનનું યુદ્ધ પાંચમાં મહિનામાં પહોંચી ગયું છે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પશ્ચિમી ગઠબંધનને એક બનાવી રાખવાના પ્રયાસમાં છે.
G7 નેતાઓ સાથે ટેબલ પર બેસતા બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને મજાકની શરૂઆત કરી. તેમણે કહ્યું- 'જેકેટ પહેરો? જેકેટ ઉતારો? શું આપણે કપડા ઉતારી દઈએ?' તેના પર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ કહ્યુ, ફોટો ખેંચાવાની રાહ જુઓ. તેના પર બોરિસ જોનસને ફરી કહ્યું- આપણે તે દેખાડવું પડશે કે આપણે (શરીર) પુતિનથી વધુ મજબૂત છીએ. બાદમાં આ નેતાઓની તસવીર પણ સામે આવી, જેમાં તેમણે પોતાનું જેકેટ ઉતારી રાખ્યું છે.
G7 leaders laughed at Putin
During #G7 meeting, leaders joked whether it would be advisable to take off their jackets or even be more naked in order to oppose "formidable" and "tough" image of Putin.
Justin Trudeau added:"We will arrange a ride on horseback with bare-chested." pic.twitter.com/Imq9caA3Oh
— NEXTA (@nexta_tv) June 26, 2022
બાઇડેને ન ઉડાવી મજાક
જસ્ટિન ટ્રૂડોએ આગળ પુતિન પર કટાક્ષ કરતા કહ્યું- આપણે ન્યૂડ છાતીવાળી ઘોડેસવારી કરતો ફોડો પડાવીશું. હકીકતમાં ટ્રૂડો 2009માં લેવામાં આવેલી પુતિનની તે તસવીરનો ઉલ્લેખ કરી રહ્યાં હતા, જેમાં તે સાઇબેરિયન ટાવા ક્ષેત્રના પહાડોમાં શર્ટ વગર ઘોડેસવારી કરી રહ્યાં છે. ટ્રૂડોની ટિપ્પણી પર યુરોપીયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે ઘોડાની સવારી બેસ્ટ છે. તેના પર બોરિસ જોનસને કહ્યુ કે આપણે પણ આપણા પેક્સ દેખાડવા પડશે. પરંતુ આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જ બાઇડન પણ હાજર હતા, પરંતુ તેમણે મજાક ઉડાવવામાં ભાગ લીધો નહીં.
G-7 નેતાઓ ભેગા થયા રશિયા પર પ્રહાર
પરંતુ બાઇડેન સતત રશિયાના હુમલાની નિંદા કરતા રહ્યા છે. આ પહેલા બાઇડેને રશિયાના હુમલાને બર્બરતા ગણાવ્યો હતો. જી7 નેતાઓના સત્તાવાર સ્વાગત સમારોહમાં તેમણે કહ્યું કે રશિયા પોતાની બર્બરતા દેખાડી રહ્યું છે. જર્મનીમાં જી7 નેતાઓના ભેગા થયા બાદ યુક્રેને પોતાના હુમલામાં તેજી લાવી છે. રશિયાની સેનાએ ઘણા સપ્તાહ બાદ રાજધાની કીવ પર હુમલો કર્યો. તેમાં લગભગ બે આવાસીય ભવન તબાહ થઈ ગયા. G-7 સમિટમાં રશિયાનો હુમલો મુખ્ય મુદ્દો હશે. મેડ્રિગમાં નાટોની પણ બેઠક થશે, જેમાં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો મુખ્ય મુદ્દો હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે