VIDEO: ટ્રંપે PM મોદી સાથેની મુલાકાતમાં કરી મજાક, કહ્યું તેઓ હાલ વાત કરવાનાં મુડમાં નથી

વડાપ્રધાન હંમેશાની જેમ હિન્દીમાં મીડિયાને જવાબ આપી રહ્યા હતા, ટ્રમ્પે કહ્યું તેમનું અંગ્રેજી ઘણુ સારુ પરંતુ તેઓ હાલ અંગ્રેજીમાં વાત કરવાનાં મુડમાં નથી

VIDEO: ટ્રંપે PM મોદી સાથેની મુલાકાતમાં કરી મજાક, કહ્યું તેઓ હાલ વાત કરવાનાં મુડમાં નથી

બેરિયેત્જ : ફ્રાંસના બેરિયેત્જમાં વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઇ હતી. આમ તો આ બેઠકમાં અનેક મુદ્દે વાતચીત થઇ, પરંતુ અહીં સૌથી મોટો મુદ્દો ભારત પાકિસ્તાનનો જ હતો. જો કે વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય છે. ટ્રમ્પે પોતે પણ સ્વિકાર્યું કે, ભારત અને પાકિસ્તાન પોતાનાં મુદ્દાઓ પોતે જ ઉકેલે. આ બેઠક દરમિયાન જ્યારે બંન્ને મીડિયા સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે હળવી મજાક કરી હતી.

— ANI (@ANI) August 26, 2019

BJP નેતાઓનાં નિધન અંગે સાધ્વીએ કહ્યું વિપક્ષ કરે છે કાળા શક્તિઓનો પ્રયોગ
આ વાતચીત દરમિયાન તેઓ તમામ સવાલોનાં જવાબ હંમેશાની જેમ હિંદીમાં આપી રહ્યા હતા. જેને ટ્રાન્સલેટ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ એક સવાલનાં જવાબમાં કહ્યું કે, અમે બંન્ને આંતરિક રીતે વાતચીત કરતા રહીશું, જ્યારે જરૂરી હશે ત્યારે તેની માહિતી પહોંચાડી દેવામાં આવશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, વડાપ્રધાન મોદી ખુબ જ સારુ અંગ્રેજી બોલી જાણે છે, પરંતુ હાલ તેઓ તમારી સાથે વાત કરવા નથી માંગતા. ટ્રમ્પે આટલું કહ્યા બાદ બંન્ને  નેતાઓ અને હાજર તમામ લોકો સહી પડ્યા હતા. ત્યાર બાદ ટ્રમ્પે પોતે જ અલગ અંદાજમાં મોદી સાથે હાથ મિલાવ્યો. 

જમ્મુ કાશ્મીરના બદલાયેલા સંજોગો વચ્ચે આ યુવતિએ પ્રાપ્ત કર્યું મોટું લક્ષ્ય
પાકિસ્તાનનાં મુદ્દે સ્પષ્ટ વાત
આ બેઠક પાકિસ્તાન માટે કાશ્મીરની દ્રષ્ટીએ ખુબ જ મહત્વની હતી. જો કે આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને રોકડું પરખાવ્યું હતું કે તે આ મુદ્દે કોઇ ત્રીજા પક્ષની દખલ અંદાજી નતી ઇચ્છતા. ટ્રમ્પ પણ મધ્યસ્થતા મુદ્દે થનગની રહ્યા હતા પરંતુ વડાપ્રધાનનું કડક વલણ જોઇ ઢીલા પડી ગયા હતા. બંન્ને લોકશાહી દેશ છે અને અન્યોના મુલ્યોનું હંમેશા જનત કરે છે જેવી ગોળગોળ વાતો કરીને પાણીમાં બેસી ગયા હતા. જેથી પાકિસ્તાન માટે આ વધારે એક આઘાત સમાન છે. જ્યારે દેશના વડાપ્રધાન અને નવી સરકાર પોતાના વલણ મુદ્દે કેટલી સ્પષ્ટ છે તેની પણ આ મુલાકાત પરથી સમગ્ર વિશ્વને એક સંદેશ ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news