ડોનાલ્ડ ટ્રમ્પ પર પૂર્વ મોડલે લગાવ્યો યૌન શોષણનો આરોપ, 1997મા ટેનિસ મેચ વચ્ચે 'બળજબરીથી કિસ કરી'


Donald Trump Sexual Assault Accusation: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પૂર્વ મોડલે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે 1997મા એક ટેનિસ મેચ દરમિયાન ટ્રમ્પે તેને બળજબરીથી પકડીને કિસ કરી હતી. 
 

ડોનાલ્ડ ટ્રમ્પ પર પૂર્વ મોડલે લગાવ્યો યૌન શોષણનો આરોપ, 1997મા ટેનિસ મેચ વચ્ચે 'બળજબરીથી કિસ કરી'

વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વિરુદ્ધ એક પૂર્વ મોડલે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એમી ડોરિસે આરોપ લગાવ્યો છે કે 23  વર્ષ પહેલા ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ દરમિયાન ટ્રમ્પે તેની સાથે બળજબરી કરી હતી. ટ્રમ્પે આ આરોપોનું ખંડન કર્યુ છે. તેમના વકીલોએ દાવો કર્યો કે, 3 નવેમ્બરે થનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તેમની છબી ખરાબ કરવાના ઈરાદાથી આ આરોપ લગાવવામાં આવ્યો છે. 

બળજબરીથી કરી કિસ
ડોનિસનું કહેવું છે કે તે સમયે તેના બોયફ્રેન્ડ રહેલા જેસન બિને ટ્રમ્પ સાથે મુલાકાત કરાવી હતી. ધ ગાર્જિયનને આપેલા ઈન્ટરવ્યૂમાં ડોરિસે આરોપ લગાવ્યો કે મેચ દરમિયાન VIP બોક્સમાં ટ્રમ્પે તેને બળજબરીથી કિસ કરી અને મજબુતીથી પકડી લીધી હતી. તેણે કહ્યું કે, જ્યારે મેં ટ્રમ્પને હટાવવાનો પ્રયાસ કર્યો તે તેણે પકડ વધુ મજબૂત કરી લીધી. ટ્રમ્પે એમીને કિસ કરી જેના પર તેણે ટ્રમ્પની જીભમાં બટકું ભરી લીધું હતું. 

ટ્રમ્પે આરોપો નકાર્યા
ટ્રમ્પના વકીલોએ આ આરોપોને નકાર્યા છે. તેમનું કહેવું છે કે, રાષ્ટ્રપતિએ ક્યારેય શોષણ કર્યું નથી અને ખોટો વ્યવહાર પણ કર્યો નથી. તેમણે કહ્યું કે, જો કંઈ થયું હોય તો વીઆઈપી બોક્સમાં રહેલા લોકો તે જોયું હોત. તો તે સમયે એમીના બોયફ્રેન્ડ રહેલા જેસન બિને તેના પર કોઈ ટિપ્પણી કરી નથી. એમીનું કહેવું છે કે આ ઘટના બાદ તેના પર સામાન્ય વર્તન કરવાનો દબાવ હતો. 

નેપાળની ભારત વિરુદ્ધ નવી ચાલ, શાળાના પુસ્તકમાં છપાવ્યો વિવાદિત નકશો

છબી ખરાબ કરવાનો લગાવ્યો આરોપ
ડોરિસ પહેલા 2016મા ઘણી મહિલાઓએ ટ્રમ્પ પર શોષણનો આરોપ લગાવ્યો હતો. તો ટ્રમ્પે તમામ આરોપોને નકાર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ચૂંટમઈ પ્રસાર પર અસર પાડવા માટે આવા આરોપ લગાવવામાં આવી રહ્યું છે. ડોરિસ સામે આવ્યા બાદ ટ્રમ્પના વકીલોએ સવાલ ઉઠાવ્યા પરંતુ ડોરિસનું કહેવું છે કે તેઓ પોતાની પુત્રીઓ માટે રોલ મોડલ બનવા ઈચ્છે છે, તેથી પોતાની વાત કહી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news