Jaishankar On Minorities: ભારતમાં અલ્પસંખ્યકો સાથે ભેદભાવના આરોપ પર જયશંકર ભડક્યા, આપ્યો જડબાતોડ જવાબ

S Jaishankar Statement: ભારતના વિદેશમંત્રી એસ જયશંક હાલ અમેરિકાના પ્રવાસે છે. એસ જયશંકરે ભારતમાં અલ્પસંખ્યકોની સ્થિતિ પર ભાર મૂકતા ધર્મના આધારે ભેદભાવની ચિંતાઓને ફગાવતા કહ્યું કે ભારતમાં બધુ નિષ્પક્ષ છે. જયશંકરે કહ્યું કે દુનિયામાં પહેલા કોઈએ એવું કર્યું નથી.

Jaishankar On Minorities: ભારતમાં અલ્પસંખ્યકો સાથે ભેદભાવના આરોપ પર જયશંકર ભડક્યા, આપ્યો જડબાતોડ જવાબ

S Jaishankar Statement: ભારતના વિદેશમંત્રી એસ જયશંક હાલ અમેરિકાના પ્રવાસે છે. એસ જયશંકરે ભારતમાં અલ્પસંખ્યકોની સ્થિતિ પર ભાર મૂકતા ધર્મના આધારે ભેદભાવની ચિંતાઓને ફગાવતા કહ્યું કે ભારતમાં બધુ નિષ્પક્ષ છે. જયશંકરે કહ્યું કે દુનિયામાં પહેલા કોઈએ એવું કર્યું નથી. આજે તમે તેના લાભોને આવાસ, સ્વાસ્થ્ય, ખાદ્ય, અને આર્થિક મામલાઓમાં જોઈ શકો છો. અહીં શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ સુધી બધાની પહોંચ છે. હું તમે પડકાર ફેંકુ છું કે ભેદભાવ દેખાડી બતાવો. વાસ્તવમાં અમે જેટલા વધુ ડિજિટલ થયા છીએ, શાસન એટલું જ ફેસલેસ થયું છે. જેના કારણે તે વધુ નિષ્પક્ષ થયું છે. 

ભારતને પાઠ ભણાવવાની જરૂર નથી
અમેરિકાની ધરતી પરથી વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાને સલાહ આપી કે ભારતને પાઠ  ભણાવવાની જરૂર નથી. જયશંકરે સવાલ કર્યો કે જે સ્થિતિ આજે ભારતની સાથે જે થાય છે તે આજે કોઈ બીજા દેશ સાથે હોય તો તેમનું શું વલણ હોત. અમેરિકાએ કદાચ વિચાર્યું નહીં હોય કે ભારતના વિદેશમંત્રી એસ જયશંકર તેમની જ ધરતી પરથી તેમને ફટકાર લગાવશે. પરંતુ જયશંકર તો  જયશંકર છે અને જે રીતે સવાલ પૂછાય છે તેઓ જવાબ પણ તે જ રીતે આપે છે. 

પશ્ચિમી દેશોને જયશંકરની શિખામણ
કેનેડાના મુદ્દે બે નાવડીમાં સવારી કરી રહેલા અમેરિકાના ભારતે મોટી શિખામણ આપી છે. વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે કહ્યું કે અભિવ્યક્તિની આઝાદીની નામ પર કોઈ દેશ ભારતને જ્ઞાન ન આપે. તેમણે એક સવાલ દરમિયાન વળતો પ્રહાર કરીને પૂછી લીધુ કે ભારત સાથે જે થઈ  રહ્યું છે તે જો બીજા દેશ સાથે થાત તો તેઓ શું કરત. તેમનો ઈશારો અમેરિકા સહિત પશ્ચિમી દેશો તરફ હતો જેઓ દરેક મામલે અભિવ્યક્તિની આઝાદીના નામે ન લેવા ન દેવા પણ કૂદી પડે છે. 

કેનેડા પર જયશંકરનું નિવેદન
નોંધનીય છે કે કેનેડા વિવાદ વચ્ચે અમેરિકાના વિદેશમંત્રી અને ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરની મુલાકાત થઈ. આ મુલાકાત બાદ એન્ટની બ્લિંકને આશા વ્યક્ત કરી કે કેનેડા અને ભારત આ મામલાને ભેગા મળીને ઉકેલવા માટે કામ કરશે. જયશંકરે કેનેડાના આરોપો અંગે અમેરિકી દ્રષ્ટિકોણ ઉપર પણ સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે કેનેડામાં અલગાવવાદ, હિંસા અને આતંકવાદનો ઝેરીલું સંયોજન છે. પરંતુ અમેરિકનોને કેનેડા અલગ દેખાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news