પ્લેનના ટોઈલેટમાં ક્યારેય 'આ' કામ ભૂલેચૂકે ન કરવું જોઈએ, વિગતો જાણીને ચોંકી જશો

પ્લેનમાં મુસાફરી કરનારા મોટા ભાગના લોકોને એવું લાગે છે કે તેઓ પ્લેન સંલગ્ન તમામ રહસ્ય વિશે જાણતા હોય છે. પરંતુ ફ્લાઈટ અટેન્ડન્ટ અને પાઈલટ હંમેશા તેમના કરતા વધુ જ જાણતા હોય છે. જો પાઈલટ અને ફ્લાઈટ અટેન્ડન્ટ ઓછી મુસાફરી કરે તો પણ તેઓ અંદરની ચીજો વિશે વધુ જાણતા હશે.  એક ફ્લાઈટ અટેન્ડન્ટે બાથરૂમના 'ડર્ટી સિક્રેટ' વિશે ખુલાસો કર્યો છે.

પ્લેનના ટોઈલેટમાં ક્યારેય 'આ' કામ ભૂલેચૂકે ન કરવું જોઈએ, વિગતો જાણીને ચોંકી જશો

પ્લેનમાં મુસાફરી કરનારા મોટા ભાગના લોકોને એવું લાગે છે કે તેઓ પ્લેન સંલગ્ન તમામ રહસ્ય વિશે જાણતા હોય છે. પરંતુ ફ્લાઈટ અટેન્ડન્ટ અને પાઈલટ હંમેશા તેમના કરતા વધુ જ જાણતા હોય છે. જો પાઈલટ અને ફ્લાઈટ અટેન્ડન્ટ ઓછી મુસાફરી કરે તો પણ તેઓ અંદરની ચીજો વિશે વધુ જાણતા હશે. આવા જ કેટલાક રહસ્યો અંગે ફ્લાઈટ અટેન્ડન્ટ સોશિયલ મીડિયા પર જાણકારી શેર કરતા રહે છે. આ જાણકારીઓ મુસાફરો માટે ખુબ મદદગાર સાબિત થાય છે. એક ફ્લાઈટ અટેન્ડન્ટે બાથરૂમના 'ડર્ટી સિક્રેટ' વિશે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું છે કે શાં માટે તમારે ટોઈલેટમાં તમારા દાંત બ્રશ કરવા ન જોઈએ. 

પૂર્વ કેબિન ક્રૂએ જણાવ્યું કે એરલાઈન ઈન્ડસ્ટ્રી ખુબ સ્પીડથી ચાલે છે. આ કારણે તેમાં સમયની ઘણીવાર અછત સર્જાય છે. આ કારણે અનેકવાર ટોઈલેટ સ્વચ્છ પણ થઈ શકતા નથી. સામાન્ય રીતે ફ્લાઈટ ઉડે તે પહેલા ટોઈલેટને સાફ કરાય છે. ઉડાણ દરમિયાન પણ અડધા અડધા કલાકે ચેક કરાય છે. પરંતુ જો સમયની કમી હોય તો ટોઈલેટ પ્રાથમિકતાની સૂચિમાંથી બહાર થઈ જાય છે. એર હોસ્ટેસે કહ્યું કે સીવેજ ટેંકનો આકાર વિમાનના આધારે હોય છે. વિમાન ઉતરણ વખતે ટેંકને ખાલી કરવાની હોય છે. પરંતુ 2022 ઉડાણ માટે સૌથી વ્યસ્ત વર્ષ રહ્યું. જેમાં જોવા મળ્યું કે અનેકવાર તો તે અઠવાડિયા સુધી ખાલી નહતું થતું. 

એર હોસ્ટેસે એમ પણ કહ્યું કે પ્લેનના ટોઈલેટમાં જવા દરમિયાન માસ્ક જરૂર પહેરવું જોઈએ. તેણે કહ્યું કે પ્લેનના ટોઈલેટમાં વેન્ટિલેશન સારી રીતે હોતું નથી. આવામાં ત્યાં હવા ચોખ્ખી હોતી નથી. જેનો અર્થ એ છે કે દર વખતે જ્યારે તમે ટોઈલેટ જાઓ છો ત્યારે તમે અનેક લોકોની હવામાં શ્વાસ લેતા રહો છો. જો લાંબા અંતરનું વિમાન હોય તો સ્પષ્ટ છે કે શ્વાસમાં મળની ગંદકી જઈ રહી હોય. 

બ્રશ ન કરવું જોઈએ
એર હોસ્ટેસે ચેતવણી આપતા કહ્યું કે ક્યારેય તમારે વિમાનની અંદર બ્રશ કરવું જોઈએ નહીં. તેની પાછળનું કારણ પાણી સાથે જોડાયેલું છે. એર હોસ્ટેસના જણાવ્યાં મુજબ પ્લેનમાં મળતું બધુ પાણી એક પ્રકારની વોટર ટેંકમાંથી આવે છે. આ પાણી ફિલ્ટર થતું નથી. પ્લેનની ટેંક વધુ સ્વચ્છ પણ થતી નથી. તેમણે કહ્યું કે જો તમારે બ્રશ કરવું જ હોય તો તમારે તમારી સાથે પાણીની બોટલ લઈને આવવું જોઈએ. તેમણે જણાવ્યું કે પ્લેનમાં કોફી માટે પણ આ પાણીનો જ ઉપયોગ થતો હોય છે. 

આ Video પણ ખાસ જુઓ...

એર હોસ્ટેસે જણાવ્યું કે પ્લેનની મુસાફરી કર્યા બાદ તમારે તરત જ ન્હાવું જોઈએ અને કપડાં ધોઈ લેવા જોઈએ. આવું એટલા માટે કારણ કે તમે લોકોની વચ્ચેથી આવી રહ્યા છો. તમારા વાળ, કપડાં અને શરીરના અન્ય અંગ પર કીટાણું લાગેલા હોઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news