First Omicron Death: વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટથી પ્રથમ મોત, બ્રિટનના પ્રધાનમંત્રીએ આપી જાણકારી
First Omicron Death: કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત એક વ્યક્તિનું બ્રિટનમાં આજે નિધન થયું છે. આ વેરિએન્ટથી મોતની આ દુનિયાની પ્રથમ ઘટના છે.
Trending Photos
લંડનઃ First Omicron Death: કોરોનાના ઓમિક્રોન (Omicron) વેરિએન્ટથી સંક્રમિત એક દર્દીનું આજે બ્રિટનમાં મોત થઈ ગયં છે. આ વેરિએન્ટથી મોતનો દુનિયાનો પ્રથમ મામલો છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને (Boris Johnson) તેની પુષ્ટિ કરી છે. મહત્વનું છે કે બ્રિટનમાં ઝડપથી ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે. આ વેરિએન્ટનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો. બ્રિટનમાં આશરે 1500 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.
ઓમિક્રોનના ખતરાને જોતા ઈંગ્લેન્ડમાં 30 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને કોવિડ-19 રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તે માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. લંડનમાં રસીકરણ ક્લિનિકનો પ્રવાસ કરતા બોરિસ જોનસને કહ્યું કે, દેશમાં ઓમિક્રોન સંક્રમિતોના હોસ્પિટલમાં દાખલ થવાના કેસ હવે આવવા લાગ્યા છે.
બ્રિટનમાં શનિવારે એક નવા વૈજ્ઞાનિક વિશ્લેષણમાં ચેતવણી આપવામાં આવી છે કે બ્રિટનને જાન્યુઆરીથી 'ઓમિક્રોન'માંથી નીકળતી મોટી લહેરનો સામનો કરવો પડી શકે છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન (LSHTM) દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ કહે છે કે ઈંગ્લેન્ડમાં હાલમાં જે દરે ચેપ વધી રહ્યો છે તેના પરિણામે હોસ્પિટલોમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં ભારે વધારો થશે.
અભ્યાસથી સંકેત મળે છે કે ઓમિક્રોન સાથે જોડાયેલા કેસની સંખ્યા ડેલ્ટા સ્વરૂપ સાથે જોડાયેલા કેસ કરતા આગળ નિકળી શકે છે. દેશમાં અત્યાર સુધી ડેલ્ટા સ્વરૂપ સાથે જોડાયેલા કેસ વધુ આવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે