સ્મોકિંગની આદત હોય તો ખાસ વાંચો આ સમાચાર, મહિલાની એવી હાલત થઈ...જોઈને ધ્રુજી જશો

અનેક લોકોને સિગરેટનો કશ લગાવવાનો ખુબ શોખ હોય છે. ધીરે ધીરે આ શોખ ક્યારે લતમાં ફેરવાઈ જાય છે તે ખબર પડતી નથી. જો કે સિગરેટનો શોખ કે લત સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. દક્ષિણ આફ્રિકાથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જે જોઈને તમારા હોશ ઉડી જશે. સિગરેટ પીવાની આદત એક મહિલાને ભારે પડી ગઈ. મહિલાની આંગળીઓનો રંગ કાળો પડી ગયો છે એટલું જ નહીં મહિલાની આંગળીઓ ગળી રહી છે. 
સ્મોકિંગની આદત હોય તો ખાસ વાંચો આ સમાચાર, મહિલાની એવી હાલત થઈ...જોઈને ધ્રુજી જશો

કેપટાઉન: અનેક લોકોને સિગરેટનો કશ લગાવવાનો ખુબ શોખ હોય છે. ધીરે ધીરે આ શોખ ક્યારે લતમાં ફેરવાઈ જાય છે તે ખબર પડતી નથી. જો કે સિગરેટનો શોખ કે લત સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. દક્ષિણ આફ્રિકાથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જે જોઈને તમારા હોશ ઉડી જશે. સિગરેટ પીવાની આદત એક મહિલાને ભારે પડી ગઈ. મહિલાની આંગળીઓનો રંગ કાળો પડી ગયો છે એટલું જ નહીં મહિલાની આંગળીઓ ગળી રહી છે. 

13 વર્ષની ઉંમરથી સ્મોકિંગ
ધ સનમાં છપાયેલા એક અહેવાલ મુજબ આ મહિલાનું નામ મેલિન્ડા જાનસેન વેન વુરેન છે. તેની ઉંમર હાલ 48 વર્ષ છે. તે દક્ષિણ આફ્રિકાની રહીશ છે. મેલિન્ડાનું કહેવું છે કે તે 13 વર્ષની ઉંમરથી સિગરેટ પી રહી છે. તેને સ્મોકિંગની એટલી આદત પડી ગઈ કે તે એક દિવસમાં 15 જેટલી સિગરેટ પી જતી હતી. 

2021થી હાથમાં થવા લાગ્યો ફેરફાર
તેણે જણાવ્યું કે પહેલા તો કોઈ મુશ્કેલી ન થઈ પરંતુ વર્ષ 2021થી તેના હાથમાં ફેરફાર થવાનો શરૂ થઈ ગયો. પહેલા હાથનું ટેમ્પરેચર બદલાવવા લાગ્યું. પછી તે નરમ પડવા લાગ્યા. ત્યારબાદ આંગળીઓનો રંગ પહેલા રિંગણીયો થઈ ગયો અને પછી કાળો પડી ગયો. 

स्मोकिंग की आदत से महिला हुई दुर्लभ बीमारी का शिकार, हाथों का हुआ ऐसा बुरा हाल

દુર્લભ છે બીમારી
એટલું જ નહીં મેલિન્ડાની આંગળીઓ ગળવા લાગી. દુખની વાત એ છે કે આ બીમારીનો કોઈ ઈલાજ પણ નથી. જ્યારે મહિલાની આંગળીઓ કાળી પડી ગઈ ત્યારે ડોક્ટરે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેની આંગળીઓમાં ફેરફારનું કારણ સ્મોકિંગ છે. આ બીમારી ખુબ જ દુર્લભ છે. જેમાં નાના અને મધ્યમ બ્લડ વેસલ્સમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે અને તે સૂજી જાય છે. 

સ્મોકિંગ છોડ્યા બાદ પણ સ્થિતિ ન સુધરી
આ જાણ થયા બાદ મેલિન્ડાએ સિગરેટ પીવાનું છોડી દીધુ  જો કે સ્મોકિંગ છોડ્યા બાદ પણ તેની આંગળીઓ ગળતી રહી અને તેના જમણા હાથની ત્રણ આંગળીઓના ઉપલા ભાગ અને ડાબા હાથની એક આંગળી ગળી ચૂકી છે. મેલિન્ડાનું કહેવું છે કે હું મારા હાથનો ઉપયોગ કરી શકતી નથી. ખાવાનું બનાવી શકતી નથી. સાફ સફાઈ, વાળ ઓળવા, ન્હાવા જેવું કોઈ જ કામ કરી શકતી નથી. આંગળીઓના કારણે ખુબ દુ:ખાવો રહે છે. મેલિન્ડા પર્સનલ આસિસ્ટન્ટ અને એક ક્વોલિફાઈડ નેલ ટેક્નિશિયન છે. 

બીમારીનો કોઈ ઈલાજ નથી
ડોક્ટરોનું કહેવું છે કે તે મેલિન્ડા માટે કશું કરી શકતા નથી. આ બાજુ મેલિન્ડાનું કહેવું છે કે તેનો કોઈ ઈલાજ નથી, તે મારા જીવનનું સૌથી ચેલેન્જિંગ સ્ટેજ છે. આ બીમારીનો મુકાબલો કરવા માટે ખુબ હિંમત રાખીને કામ લીધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news