કોરોનાની પાંચમી લહેરે આપી દસ્તક, કહેવામાં આવી રહ્યું છે કે સુનામીથી વધુ ખતરનાક!
તાજેતરમાં જ ફ્રાંસથી કોરોના વાયરસની પાંચમી લહેરના સમાચાર આવી રહ્યા છે. ફ્રાંસના સ્વાસ્થ્ય મંત્રીએ એક નિવેદનમાં કહ્યું કે દેશમાં કોરોના મહામારીની પાંચમી લહેરની શરૂઆત થઇ ગઇ છે. તેમણે કહ્યું કે આ પહેલાં અમારા પડોશી દેશમાં પણ પાંચમી લહેર આવી ચૂકી છે.
Trending Photos
પેરિસ: આખી દુનિયાએ કોરોનાના કારણે પોતાનાને ગુમાવ્યા છે. ઘણા દેશોમાં કોરોનાની ગતિ પર નિયંત્રણ મેળવવા માટે વેક્સીનેશન પણ ઝડપથી ચાલી રહ્યું છે. પરંતુ મહામારીનો ખતરો હજુ ટળ્યો નથી. તાજેતરમાં જ ફ્રાંસથી કોરોના વાયરસની પાંચમી લહેરના સમાચાર આવી રહ્યા છે. ફ્રાંસના સ્વાસ્થ્ય મંત્રીએ એક નિવેદનમાં કહ્યું કે દેશમાં કોરોના મહામારીની પાંચમી લહેરની શરૂઆત થઇ ગઇ છે. તેમણે કહ્યું કે આ પહેલાં અમારા પડોશી દેશમાં પણ પાંચમી લહેર આવી ચૂકી છે.
પહેલાંથી વધુ ખતરો
ફ્રાંસના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરન (Olivier Véran) એ ફ્રાંસના સ્થાનિક મીડિયાને કહ્યું કે અમે દેશમાં કોરોના મહામારીની પાંચમી લહેરની શરૂઆત જેવી સ્થિતિ દેખાઇ રહી છે. ફ્રાંસના સ્વાસ્થ મંત્રી ઓલિવિયર વેરનના અનુસાર, પાંચમી લહેર પહેલાં કરતાં વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. ઓલિવિયર વેરને કહ્યું કે પાંચમી લહેરથી બચવાનો એકમાત્ર ઉપાય એ છે કે આપણે સતત કોરોના પ્રોટોકોલનું પાલન કરતા રહીએ. અમારા પડોશી દેશોમાં આ લહેર પહેલાં આવી ચૂકી છે. પડોશી દેશોના ડેટાને જોઈને લાગી રહ્યું છે કે આ ગત લહેરોની તુલનામાં વધુ ગંભીર હોઇ શકે છે.
ઓક્ટોબરથી વધી રહ્યા છે કેસ
તેમણે કહ્યું કે દેશમાં કોરોના સંક્રમણના કેસ ઓક્ટોબરથી સતત વધી રહ્યા છે. ઓલિવિયરના અનુસાર વધુ વેક્સીનેશન, માસ્ક અને સ્વચ્છતાના ઉપાયો સાથે જ દેશમાં પાંચમી લહેરનો સામનો મજબૂતી સાથે કરી શકે છે. ઓલિવિયરે આશા વ્યક્ત કરી છે કે એવું પણ સંભવ છે કે આ મહામારીને સંપૂર્ણપણે હરાવી દે. ફ્રાંસમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના લીધે 73.46 લાખથી વધુ કોરોના કેસ આવી ચૂક્યા છે. કોરોનાના લીધે ફ્રાંસમાં 1.19 લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.
કોરોનાની બેવડી માર વધુ ખતરનાક
અત્રે ઉલ્લેખનીય છેક લગભગ દરેક દેશમાં કોરોનાની બીજી લહેર પહેલી લહેરના મુકાબલે વધુ ખતરનાક સાબિત થઇ છે. ભલે તે ભારત હોય કે અને દેશ. આ વર્ષની શરૂઆતમાં કોરોના વાયરસની લહેરથી સૌથી વધુ યૂરોપીયન દેશ પ્રભાવિત થયા છે. બ્રિટન, ફ્રાંસ, ઇટલી, બેલ્ઝિયમ, નેધરલેંડ, સ્પેન અને સ્વીડનમાં કોરોનાએ વધુ તબાહી મચાવી હતી. એટલું જ નહી અમેરિકામાં પણ ગત વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે આવેલી કોરોનાની બીજી લહેરએ લાખો લોકોનું જીવન છિનવી લીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે