ઓસ્ટ્રેલિયામાં 50 ડોલરની નોટ પર છપાયો 'ખોટો શબ્દ', સરકારને 7 મહિને ખબર પડી!
પીળા અને વાદળી રંગની આ નોટ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ચલણમાં મુકવામાં આવી હતી
Trending Photos
સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં કેન્દ્રીય બેન્કના અધિકારીઓએ ગુરૂવારે સ્વિકાર્યું કે અનેક સુરક્ષા ફીચર ધરાવતી 50 ઓસ્ટ્રેલિયન ડોલરની નોટમાં એક મહત્વની ભૂલ રહી ગઈ છે. પીળા અને વાદળી રંગની આ નોટ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ચલણમાં આવી હતી.
આ નોટ પર ઓસ્ટ્રેલિયાના પ્રથમ મહિલા સાંસદ એડિથ કોવાનના એક ભાષણનો અંશ સૂક્ષ્મ અક્ષરમાં મુદ્રિત કરાયો છે. એ ભાષના લખાણને બરાબર રીતે વાંચવા અને ચકાસવામાં આવ્યું નહીં હોય અને આ કારણે 7 મહિના પછી તેમાં ટાઈપિંગ સંબંધિત એક ભૂલ પકડાઈ છે.
કોવાનના 1921ના ભાષણના અંશમાં લખવામાં આવેલા 'RESPONSPILIBITY' શબ્દમાં 'L' પછી 'I' શબ્દ ટાઈપ કરવાનો રહી ગયો હતો. ભાષણનું આ મુદ્રણ એટલા સૂક્ષ્મ અક્ષરોમાં કરવામાં આવ્યું છે કે તેને સામાન્ય રીતે વાંચી શકાતું નથી.
જોકે, રિઝર્વ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયાની આ નોટને ચલણમાંથી રદ્દ કરવાની કોઈ યોજના નથી. બેન્કના પ્રવક્તાએ જણાવ્યું કે, તેમને આ ભૂલ ખબર પડી ગઈ છે અને નવી નોટના મુદ્રણ કામ દરમિયાન આ ભૂલને સુધારી લેવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે