Elon Musk એ ખેડૂત આંદોલન અંગેના જેક ડોર્સીના દાવાની ખોલી પોલ, આપ્યું આ મોટું નિવેદન
Elon Musk Reaction: ટ્વિટરના પૂર્વ સીઈઓ જે ડોર્સીએ ખેડૂત આંદોલન દરમિયાન કેન્દ્રનો વિરોધ કરનારા એકાઉન્ટને બંધ કરવા માટે સરકાર દ્વારા 'દબાણ' બનાવવાો દાવો કર્યો કર્યો હતો. તેમના આ દાવા પર ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના માલિક એલોન મસ્કનું રિએક્શન સામે આવ્યું છે
Trending Photos
Elon Musk Reaction: ટ્વિટરના પૂર્વ સીઈઓ જે ડોર્સીએ ખેડૂત આંદોલન દરમિયાન કેન્દ્રનો વિરોધ કરનારા એકાઉન્ટને બંધ કરવા માટે સરકાર દ્વારા 'દબાણ' બનાવવાો દાવો કર્યો કર્યો હતો. તેમના આ દાવા પર ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના માલિક એલોન મસ્કનું રિએક્શન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ટ્વિટર પાસે સ્થાનિક સરકારની વાત માનવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. જો આપણે સ્થાનિક સરકારના કાયદાનું પાલન ન કરીએ તો આપણને બંધ કરી દેવામાં આવશે.
મસ્કે કહ્યું કે આપણે અમેરિકાના નિયમોને સમગ્ર દુનિયામાં લાગૂ કરી શકીએ નહીં. અમે નિયમ હેઠળ બને એટલું ફ્રી સ્પીચ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું. અત્રે જણાવવાનું કે એક ઈન્ટરવ્યુમાં ડોર્સીએ કહ્યું હતું કે ભારતે પ્લેટફોર્મ પર દબાણ બનાવ્યું. જ્યારે તેમને તેમના કાર્યકાળમાં વિદેશી સરકારોના દબાણ અંગે કેટલાક ઉદાહરણ આપવા માટે કહેવામાં આવ્યું તો તેમણે ભારતનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે 'અમે તમારા કર્મચારીઓના ઘરો પર દરોડા મારીશું, જે તેમણે કર્યું.' જો તમે નિયમોનું પાલન નહીં કરો તો તમારી ઓફિસ બંધ કરી દઈશું. અને આ ભારત છે, એક લોકતાંત્રિક દેશ.
#WATCH | Twitter and SpaceX CEO Elon Musk after meeting PM Modi in New York, says "Twitter does not have a choice but to obey local governments. If we don't obey local government laws, we will get shut down so the best we can do is to work close to the law in any given country,… pic.twitter.com/4B4mgzxz9e
— ANI (@ANI) June 21, 2023
ડોર્સીએ કહ્યું કે ભારત એક એવો દેશ છે જ્યાં ખેડૂત આંદોલન દરમિયાન અમારી પાસે ખુબ માંગણીઓ આવી રહી હતી. કેટલાક ખાસ પત્રકારો જે સરકારના આલોચક હતા, તેમના વિશે. એક પ્રકારે અમને કહેવાયું કે અમે ભારતમાં ટ્વિટરને બંધ કરી દઈશું.
મસ્ક અને પીએમ મોદીની થઈ મુલાકાત
અત્રે જણાવવાનું કે પીએમ મોદી હાલ ભારતના પ્રવાસે છે. પીએમ મોદી અને એલન મસ્કની ન્યૂયોર્કમાં મુલાકાત થઈ. પ્રધાનમંત્રી સાથેની બેઠક બાદ મસ્કે કહ્યું કે હું મોદીનો ફેન છું. તેમણે સાથે એમ પણ કહ્યું કે પીએમ મોદી ખરેખર ભારત માટે યોગ્ય ચીજો કરવા માંગે છે.
Prime Minister Narendra Modi met Tesla and SpaceX CEO Elon Musk, in New York. pic.twitter.com/saKdZwVWpE
— ANI (@ANI) June 21, 2023
મસ્કે કહ્યું કે હું ભારતના ભવિષ્યને લઈને અવિશ્વસનિય રીતે ઉત્સાહિત છું. ભારતમાં દુનિયાના કોઈ પણ મોટા દેશની સરખામણીમાં વધુ સંભાવનાઓ છે. તેઓ (પીએમ મોદી) વાસ્તવમાં ભારતની પરવા કરે છે કારણ કે તેઓ અમને ભારતમાં મહત્વપૂર્ણ રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે