Elon Musk કેનેડાના PM ટ્રુડો પર બરાબર ભડકી ગયા, કહ્યું- અભિવ્યક્તિની આઝાદી કચડી રહ્યા છે

Elon Musk Statement: સ્પેસએક્સના ફાઉન્ડ અને સીઈઓ એલન મસ્કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો પર નિશાન સાધ્યું છે. એલન મસ્કની ટિપ્પણી કેનેડા સરકારના હાલના એક આદેશ બાદ આવી છે

Elon Musk કેનેડાના PM ટ્રુડો પર બરાબર ભડકી ગયા, કહ્યું- અભિવ્યક્તિની આઝાદી કચડી રહ્યા છે

Elon Musk Statement: સ્પેસએક્સના ફાઉન્ડ અને સીઈઓ એલન મસ્કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો પર નિશાન સાધ્યું છે. એલન મસ્કની ટિપ્પણી કેનેડા સરકારના હાલના એક આદેશ બાદ આવી છે. જેમાં ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસના રેગ્યુલેટરી કંટ્રોલ માટે સરકાર સાથે ઔપચારિક રીતે રજિસ્ટર કરવાનું અનિવાર્ય કહેવાયું છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટને રિપોસ્ટ કરતા આ ટિપ્પણી કરી છે. 

મસ્કે ટ્રુડો પર સાધ્યું નિશાન
એલન મસ્કે લખ્યું કે ટ્રુડો કેનેડામાં અભિવ્યક્તિની આઝાદીને કચડવાની કોશિશ કરી રહ્યા છે. શરમજનક! રેગ્યુલેટરી કંટ્રોલ માટે રજિસ્ટ્રેશનવાળી કેનેડા સરકારની વાત મસ્કને ગમી નથી. તેમણે આ આદેશનો વિરોધ કર્યો છે. 

— Elon Musk (@elonmusk) October 1, 2023

શક્તિઓનો ખોટો ઉપયોગ
અત્રે જણાવવાનું કે આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે ટ્રુડો સરકાર પર અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ કામ કરવાનો આરોપ લાગ્યો છે. ફેબ્રુઆરી 2022માં ટ્રુડોએ દેશના ઈતિહાસમાં પહેલીવાર પોતાની સરકારને ટ્રેક ડ્રાઈવરોના વિરોધનો જવાબ આપવા માટે અને વધુ તાકાત આપવા માટે ઈમરજન્સી શક્તિઓનો ઉપયોગ કર્યો હતો. 

ટ્રુડોએ ભારત પર લગાવ્યા હતા આરોપ
આ પહેલા કેનેડાના પીએમ ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકાનો આરોપ લગાવ્યો હતો તો હંગામો મચી ગયો હતો. જો કે ભારતે તે દાવાને ફગાવી દીધા અને તેને પાયાવિહોણા તથા પ્રેરિત ગણાવ્યા હતા. અત્રે જણાવવાનું કે કેનેડાએ હજુ સુધી હરદીપસિંહ નિજ્જરની હત્યાના દાવાનું સમર્થન કરવા માટે કોઈ પુરાવા ઉપલબ્ધ કરાયા નથી. ભારત પહેલેથી કહી ચૂક્યું છે કે જો કોઈ પુરાવા હોય તો કેનેડા સરકાર તે આપે. 

ભારતે આપ્યો જડબાતોડ જવાબ
ખોટા આરોપોના જવાબમાં ભારતે કેનેડામાં પોતાની વિઝા સર્વિસ સસ્પેન્ડ કરી દીધી. તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ભારતે પોતાના નાગરિકો અને કેનેડાનો પ્રવાસ કરનારા લોકો માટે એક એડવાઈઝરી પણ બહાર પાડી કે તેઓ દેશમાં વધતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે સમર્થિત હેટ ક્રાઈમ અને અપરાધિક હિંસાને જોતા અત્યંત સાવધાની વર્તે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news