વિશ્વની સૌથી ભયાનક જેલ, જ્યાં ગેંગ મહિલાઓને જીવતી સળગાવે છે, માથા કાપીને રમે છે ફુટબોલ

El Salvador prison: અલ સાલ્વાડોરની જેલો વિશ્વની સૌથી ખતરનાક જેલોમાંની એક છે. આ દેશમાં એક વર્ષમાં સરેરાશ 67 હજાર લોકોને જેલમાં મોકલવામાં આવે છે. આ દેશની જેલોમાં એક તરફ કેદીઓ સાથે ભયાનક હિંસા થઈ રહી છે, તો બીજી તરફ શિસ્તના નામે કેદીઓ પર અત્યાચાર પણ કરવામાં આવે છે. આ જેલોમાં કેદીઓ અવારનવાર ત્રાસને કારણે મૃત્યુ પામે છે.
 

વિશ્વની સૌથી ભયાનક જેલ, જ્યાં ગેંગ મહિલાઓને જીવતી સળગાવે છે, માથા કાપીને રમે છે ફુટબોલ

સાન સાલ્વાડોર: દુનિયામાં આવી જેલ ભાગ્યે જ હશે, જ્યાં ખુલ્લામાં આટલી મોટી ગેંગવોર છે કે અનેક હત્યાઓ થાય છે. જેલમાં હુમલો કરી લોકોને જીવતા સળગાવી દેવામાં આવે છે અને કાપેલા માથાથી ફુટબોલ રમવામાં આવે છે. આ બધુ સાન સાલ્વાડોરની જેલમાં થાય છે. તેથી અલ સાલ્વાડોરની જેલોને દુનિયાની સૌથી ખતરનાક અને ભયાનક જેલ માનવામાં આવે છે. આ બધુ એટલા માટે થાય છે કે હોંડુસાર અને અલ સાલ્વાડોરની ખુંખાર ડ્રગ્સ કાર્ટેલ ગેંગ ન માત્ર દક્ષિણ અમેરિકાના દેશોના ઘણા શહેરોને ચલાવે છે. પરંતુ જેલોને પણ નિયંત્રિત કરે છે. જેલો પર નિયંત્રણનો પ્રયાસ હંમેશા ભયાનક લડાઈમાં બદલી જાય છે. 

ડેલી સ્ટારના રિપોર્ટમાં હોંડુસારના પત્રકાર માર્સેલ ઓર્સોટો કહે છે કે ભીડવાળી અને હિંસલ જેલોને ગેંગના મુખિયા પોતાના અસ્થાયી મુખ્યાલયની જેમ ઉપયોગ કરે છે. તે કહે છે કે મોટા ભાગની હત્યાનો આદેશ જેલોથી આવે છે, જ્યાં ગેંગનો મુખિયા હોય છે. ફોન અને બીજી વસ્તુ સુધી પહોંચને કારણે તે બળજબરીપૂર્વક વસૂલી, હત્યા અને આક્રમણનો આદેશ આપે છે. ક્રૂર એમએસ-13 અને બૈરિયો 18 ગેંગના માલિક દારૂના વેપારને પણ જેલમાંથી નિયંત્રિત કરે છે. હંમેશા બે વિરોધી ડ્રગ્સ કાર્ટેલ વચ્ચેની હરિફાઈ જેલમાં હિંસાનું સ્વરૂપ ધારણ કરે છે. 

મહિલા જેલ પર હુમલા બાદ શરૂ થયું સર્ચ ઓપરેશન
માર્સેલ જણાવે છે કે હોંડુરાસની રાજધાની તેગુસિગાલ્પાથી 12 માઇલ દૂર મહિલાઓની જેલ પર એક સશસ્ત્ર બૈરિયો 18 હિટ ગેંગે હુમલો કર્યો અને કેદીઓ પર ગોળીબારી શરૂ કરી. ગેંગસ્ટરોએ શંકાસ્પદ MS-13 સમર્થકોને ઘેરી લીધા અને તેને ભાગતા રોકવા માટે વિસ્તારમાં આગ લગાવી દીધી. તેનું પરિણામ તે આવ્યું કે ઘણી જગ્યાએ મહિલાઓની સળગેલી લાશ પડી હતી. કુલ 41 લોકોના તેમાં મોત થયા હતા. 

દેશભરની જેલોમાં દરોડા પાડવામાં આવ્યા અને અચાનક તપાસ કરવામાં આવી, જેમાં પિસ્તોલ, અસોલ્ટ સાઇફલ, દારૂગોળો, હાથગોળો, રોકડ અને આભૂષણ પણ મળ્યા જેની અંદાજિત કિંમત લગભગ 7 મિલિયન પાઉન્ડ હતી. બીજીતરફ અલ સાલ્વાડોરમાં જેલો વધુ અરાજક અને ખતરનાક છે. સાલ્વાડોરના રાષ્ટ્રપતિ બુકેલેએ પણ દાવો કર્યો છે કે જેલોમાં કાયદો કડક કરવામાં આવશે, જેથી કેદીઓ સુધી વેશ્યાઓ, મોબાઈલ ફોન અને કમ્પ્યૂટરની પહોંચ રોકી શકાય.

અલ સેલ્વાડોરની જેલની સ્થિતિ
અલ સેલ્વાડોરની સૌથી મોટી જેલ અસ્પેરાંજામાં જેલર પોતાના કેદીઓના ડરમાં રહે છે. વધુ ભીડભાડવાળી જેલમાં 10 હજાર માટે ડિઝાઇન કરવામાં આવેલી જગ્યામાં 33,000 કેદીઓ રહે છે. માર્સેલનું કહેવું છે કે અહીં એક ગેંગના સભ્યએ પોતાના ગાર્ડોની હત્યા કરી દીધી અને તેનું માથુ કાપી ફુટબોલ રમ્યા હતા. અલ સેલ્વાડોરની લગભગ બે ટકા વયસ્ક વસ્તી જેલમાં હોવાને કારણે દેશમાં કારાવાસનો દર ખુબ વધુ છે. ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ બુકેલેએ નવા 40,000 ક્ષમતાવાળા આતંકવાદ કારાવાસ કેન્દ્રના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી. જેને સૌથી હિંસક અને ખતરનાક ગુનેગારોને રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. 

અલ સેલ્વાડોરના જેલ ડિરેક્ટર ઓસિરિસ લૂનાએ કહ્યું- 410 એકરમાં નવી જેલની સુરક્ષા 600 સૈનિકો અને 250 પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. અહીં તે આતંકવાદીઓને રાખવામાં આવશે, જેનાથી સાલ્વાડોરના લોકો પરેશાન હતા. પાછલા વર્ષે ગેંગ સંબંધિત હત્યાઓમાં ભારે વધારા બાદ અલ સાલ્વાડોરમાં અધિકારીઓએ રાષ્ટ્રીય ઈમરજન્સીની જાહેરાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news