Earth Overshoot Day : આપણે દરરોજ પૃથ્વીને કાપી રહ્યા છીએ, જાણો કેવી રીતે.....

વર્ષ 2019માં આપણને જેટલા કુદરતી સ્રોતનો ઉપયોગ કરવાની જરૂર હતી તેનું 'બજેટ' આપણે 29 જુલાઈ, 2019ના રોજ પુરું કરી નાખ્યું છે, એટલે કે હવે પછી આપણે કુદરતી સ્રોત જેમ કે પાણી, જમીન, સ્વચ્છ હવા વગેરેનો ઉપયોગ કરીશું તેટલું આપણી પૃથ્વીને નુકસાન થવાનું છે. 

Earth Overshoot Day : આપણે દરરોજ પૃથ્વીને કાપી રહ્યા છીએ, જાણો કેવી રીતે.....

ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ વર્ષ 2019માં આપણને જેટલા કુદરતી સ્રોતનો ઉપયોગ કરવાની જરૂર હતી તેનું 'બજેટ' આપણે 29 જુલાઈ, 2019ના રોજ પુરું કરી નાખ્યું છે, એટલે કે હવે પછી આપણે કુદરતી સ્રોત જેમ કે પાણી, જમીન, સ્વચ્છ હવા વગેરેનો ઉપયોગ કરીશું તેટલું આપણી પૃથ્વીને નુકસાન થવાનું છે. 

ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્કના અભ્યાસ અનુસાર, "માનવીની કુદરતી સ્રોતના ઉપયોગની ભૂખ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. 1970ની સરખામણીએ માનવી આજે પૃથ્વી પર ઉપલબ્ધ કુદરતી જૈવ સંસાધનોનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યો છે. ઉપયોગની સામે જોઈએ તેટલી જીવસૃષ્ટિનો વિકાસ થતો નથી, જેના કારણે પૃથ્વીનું સંતુલન બગડી રહ્યું છે. જો આવુંને આવું જ ચાલતું રહેશે તે 2050 સુધીમાં આપણને 3 પૃથ્વીની જરૂર પડશે." 

— Footprint Network (@EndOvershoot) July 28, 2019

કેવી રીતે થાય છે 'Earth Overshoot Day'ની ગણતરી
Earth Overshoot Dayની ગણતરી એક વર્ષમાં એક ચોક્કસ તારીખે પૃથ્વી દ્વારા જેટલા કુદરતી સ્રોતનું ઉત્પાદન કરવામાં આવે છે તેના કરતાં માનવ સમુદાય દ્વારા જે-તે વર્ષમાં કુદરતી સ્રોતનો કેટલો વધુ વપરાશ કરવામાં આવ્યો છે. એટલે કે, વિશ્વની બાયોકેપેસિટીને વિશ્વના ઈકોલોજિકલ ફૂટપ્રિન્ટ દ્વારા ભાગવામાં આવે છે અને તેનો 365 દિવસ સાથે ગુણાકાર કરવામાં આવે છે.
(World Biocapacity/ World Ecological Footpring) X 365 = Earth Overshoot Day 

આર્થિક દૃષ્ટિએ ગણતરી કરવામાં આવે તો માનવ સમુદાય જે દિવસે જૈવસૃષ્ટિની ખાધ જેટલો વપરાશ કરે છે તે દિવસ Earth Overshoot Day કહેવાશે. એટલે કે, ટૂંકમાં માનવ વસતી એક વર્ષના કેટલાક દિવસમાં પૃથ્વી પર રહેલા પર્યાવરણનો સર્વનાશ કરે છે. 

ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્ક
વિશ્વમાં એક બિનસરકારી સંસ્થા 'ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્ક' દ્વારા 'Earth Overshoot Day'ની ગણતરી કરવામાં આવે છે. આ સંસ્થા દર વર્ષે પર્યાવરણને બચાવવા માટે અભિયાન ચલાવે છે. આ વર્ષે સંસ્થા દ્વારા વ્યક્તિગત અને સામુહિક રીતે '#MoveTheDate' અભિયાન ચલાવાની અપીલ કરવામાં આવે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર જો આપણે દર વર્ષે 'Earth Overshoot Day'ને માત્ર 5 દિવસ પણ ચોક્કસ તારીખથી આગળ લઈ જવામાં સફળ રહ્યા તો વિશ્વમાં માનવ સમુદાય 2050 સુધી ટકી રહેશે. વિશ્વની વસતી એક વર્ષમાં પૃથ્વી જેટલા કુદરતી સ્રોતનું સર્જન કરી શકે છે તેટલો વપરાશ કરી નાખે છે. 

— Footprint Network (@EndOvershoot) July 28, 2019

સંસ્થાએ જણાવ્યું કે, આ મુદ્દો માત્ર પર્યાવરણનો નથી, પરંતુ રાજકીય અને નૈતિક જવાબદારીનો પણ છે. વૈશ્વિક જૈવસૃષ્ટિની બાબત આવે ત્યારે દરેકને એક સમાન ગણી શકાય નહીં. વિશ્વમાં આવી રહેલા જળવાયુ પરિવર્તનનો સૌથી મોટો પડકાર વિવિધ સમુદાય, દેશો અને પ્રદેશોમાં રહેલી અસમાનતા અથવા તો સંસાધન વપરાશમાં અસમાનતા છે. 

— Population Matters (@PopnMatters) July 29, 2019

સમસ્યાનું સમાધાન 
ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્કના અનુસાર આ સમસ્યાનું સમાધાન 5 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આવી શકે છેઃ શહેરો, ઊર્જા, ખાદ્યપદાર્થો, પૃથ્વી અને વસતી. સમસ્યાના સચોટ અને નક્કર ઉકેલ તરીકે પુનઃપ્રાપ્ય ઊર્જામાં રોકાણ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, સ્થાનિક સમુદાયો, વસાહતો અને વન્યજીવનને સાચવવાનો છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news