ઈમરાનની આશાઓ પર ટ્રમ્પે પાણી ફેરવી દીધુ, કાશ્મીર મુદ્દે આપ્યું આ નિવેદન
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને વાતચીતની સલાહ આપી દીધી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન સાથે શુક્રવારે ટ્રમ્પે ફોન પર વાતચીત દરમિયાન કહ્યું કે જો પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત સાથે તણાવ ઓછો કરવા માંગતુ હોય તો તેણે દ્વિપક્ષીય વાર્તાનું મહત્વ સમજવું પડશે.
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને વાતચીતની સલાહ આપી દીધી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન સાથે શુક્રવારે ટ્રમ્પે ફોન પર વાતચીત દરમિયાન કહ્યું કે જો પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત સાથે તણાવ ઓછો કરવા માંગતુ હોય તો તેણે દ્વિપક્ષીય વાર્તાનું મહત્વ સમજવું પડશે.
હકીકતમાં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370માં ફેરફાર મુદ્દે પાકિસ્તાનના દબાણને વશ થઈ ચીને UNSCની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો. પરંતુ શુક્રવારે થયેલી આ બેઠકમાં કે જે 'ક્લોઝ્ડ ડોર' હતી તેમા પાકિસ્તાન અને ચીનને દુનિયાના કોઈ પણ દેશનું સમર્થન મળ્યું નથી. રશિયા સહિત તમામ અન્ય દેશોએ ભારતનું સમર્થન કર્યું. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્રમ્પને ફોન કરીને અમેરિકાને પોતાના પક્ષમાં કરવાની કોશિશ કરી હતી પરંતુ અમેરિકા આ મામલો દ્વિપક્ષીય ગણાવીને તેમની આશાઓ પર પાણી ફેરવી દીધુ.
જુઓ LIVE TV
વ્હાઈટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી હોગન ગિડલેએ એક નિવેદન બહાર પાડ્યું જે મુજબ "આજે ટ્રમ્પ અને ઈમરાન ખાન વચ્ચે ક્ષેત્રમાં ચાલી રહેલી હલચલ પર વાતચીત થઈ. ટ્રમ્પે આ દરમિયાન ઈમરાનને સલાહ આપી કે જો પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત સાથે તણાવ ઓછો કરવા માંગતુ હોય તો તેણે દ્વિપક્ષીય વાર્તાનું મહત્વ સમજવું પડશે."
આ બાજુ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી સભ્ય અકબરૂદ્દીને કહ્યું કે હાલમાં સરકારે કાશ્મીર પર જે નિર્ણય લીધા તેને કોઈની સાથે લેવાદેવા નથી. અમે રાજ્યના લોકોના સારા ભવિષ્ય માટે આ નિર્ણય લીધા છે. સરકાર જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિકાસ ઈચ્છે છે. તેના માટે આ નિર્ણય લેવાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે