Donald Trump Threat: ટ્રમ્પની ભારતને ધમકી, રાષ્ટ્રપતિ બન્યા તો ભારતીય પ્રોડક્ટ પર લગાવશે ભારેખમ ટેક્સ

Indian Tax System: 'ફોક્સ બિઝનેસ ન્યૂઝ'ના લેરી કુડલોને આપેલા એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે ભારતના કર દરો પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમને અત્યંત ઊંચા ગણાવ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે હું યુનિફોર્મ ટેક્સનો હિમાયતી છું.

Donald Trump Threat: ટ્રમ્પની ભારતને ધમકી, રાષ્ટ્રપતિ બન્યા તો ભારતીય પ્રોડક્ટ પર લગાવશે ભારેખમ ટેક્સ

Tax on Harley Davidson Bike: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફરી એકવાર ભારતમાં કેટલીક અમેરિકન પ્રોડક્ટ્સ, ખાસ કરીને હાર્લી-ડેવિડસન બાઇક પર ઊંચા ટેક્સનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સાથે તેમણે સત્તામાં પાછા ફરવા પર દેશ પર એટલો જ ટેક્સ લાદવાની ધમકી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ભારતને 'ટેક્સ કિંગ' ગણાવ્યું હતું. મે 2019 માં, યુએસ માર્કેટમાં ભારતને પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ આપતી જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ (GSP) નાબૂદ કરવામાં આવી હતી.

ભારતના કર દરો ખૂબ ઊંચા ગણાવ્યા
ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે ભારતે અમેરિકાને "તેના બજારમાં વાજબી રીતે પ્રવેશ આપ્યો નથી." ફોક્સ બિઝનેસ ન્યૂઝના લેરી કુડલોને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે ભારતના કર દરો અત્યંત ઊંચા હોવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું, 'બીજી વસ્તુ જે હું ઇચ્છું છું તે યુનિફોર્મ ટેક્સ (Uniform Tax)છે, તેમણે કહ્યું, ભારત વધુ ટેક્સ લે છે, મેં આ હાર્લી-ડેવિડસન (બાઈક) સાથે જોયું. મેં એમ પણ કહ્યું કે ભારત જેવી જગ્યાએ તમે કેવી રીતે છો? તેઓ 100 ટકા, 150 ટકા અને 200 ટકા ટેક્સ લાદે છે.

બ્રાઝિલની ટેક્સ સિસ્ટમ પર પણ સવાલો ઉઠાવ્યા
ટ્રમ્પે કહ્યું, 'મારે બસ આ જ જોઈએ છે... જો ભારત અમારા પર ટેક્સ લગાવી રહ્યું છે, તો આપણે તેના પર પણ ટેક્સ લગાવવો જોઈએ.' તેમણે ભારત અને બ્રાઝિલની ટેક્સ સિસ્ટમ પર સવાલો ઉઠાવ્યા. ટ્રમ્પે 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, તેમણે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો માટે બુધવારે યોજાનારી પ્રથમ પ્રાથમિક ચર્ચામાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news