Donald Trump એ આપ્યા સંકેત, લડી શકે છે 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી

ડોનાલ્ડ ટ્રમ્પે  બાઇડન સરકાર પર નિશાન સાધ્યુ છે. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે, બાઇડેનના એક મહિનાના કાર્યકાળમાં તેમનો દેશ અમેરિકા ફર્સ્ટથી અમેરિકા લાસ્ટ બની ગયો છે.

Donald Trump એ આપ્યા સંકેત, લડી શકે છે 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી

વોશિંગટનઃ અમેરિકાનું રાષ્ટ્રપતિ ભવન વાઇટ હાઉસ છોડ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એ પોતાના પ્રથમ ભાષણમાં સંકેત આપ્યો કે તેઓ 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી લડી શકે છે. સાથે તેમણે પોતાની રિપબ્લિકન પાર્ટીને એક કરવાની અપીલ કરતા બાઇડન સરકાર પર નિશાન સાધ્યુ છે. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે, બાઇડેનના એક મહિનાના કાર્યકાળમાં તેમનો દેશ અમેરિકા ફર્સ્ટથી અમેરિકા લાસ્ટ બની ગયો છે. 74 વર્ષીય ટ્રમ્પે રવિવારે ફ્લોરિડામાં કંઝરવેટિવ પોલિટિકલ એક્શન કમિટીની કોન્ફરન્સમાં સંકેત આપ્યો કે તે 2024 રાષ્ટ્રપતિ ચૂંટણીની દિશામાં આગળ વધી રહ્યા છે. 

બોલ્યા ટ્રમ્પ- અમે વાઇટ હાઉસમાં પરત ફરીશું
તેમણે આ વાર્ષિક સંમેલનમાં સમર્થકોને કહ્યુ, અમે વાઇટ હાઉસમાં પરત ફરીશું. ટ્રમ્પે નવી પાર્ટી બનાવવાના સમાચારોનો ઇનકાર કર્યો અને કહ્યું કે, તેનાથી પાર્ટીના મતદાતા વિભાજીત થઈ જશે. તેમણે આગામી ચૂંટણીમાં દેમોક્રેટિક પાર્ટીને હરાવવા માટે પોતાના સમર્થકોને એક રહેવાની અપીલ કરી છે. પોતાના કાર્યકાળ દરમિયાન બે વાર મહાભિયોગનો સામનો કરનારા ટ્રમ્પે પોતાના 90 મિનિટના ભાષણ દરમિયાન ડેમોક્રેટિક પાર્ટી અને રાષ્ટ્રપતિ જો બાઇડન પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ સરકારના 40 દિવસના કાર્યકાળથી સ્પષ્ટ થાય છે કે તે નોકરી વિરોધી, પરિવાર વિરોધી, સરહદ વિરોધી અને મહિલા વિરોધી છે. પ્રશાસન ગેરકાયદેસર શરણાર્થીઓ માટે સરહદો ખોલી રહ્યું છે. બાઇડેનના હાથે નવેમ્બર 2020મા રાષ્ટ્રપતિની ચૂંટણી હારનાર ટ્રમ્પે પોતાના દાવાને પુનરાવર્તિત કરતા કહ્યું કે, ચૂંટણીમાં મોટા પાયે ઘાલમેલ થઈ છે. તે ચૂંટણી જીતી ગયા હતા. 

પોતાની પાર્ટીમાં ટ્રમ્પ સૌથી વધુ લોકપ્રિય
ટ્રમ્પના આલોચક સીનેટર મિટ રોમની સહિત ઘણા રિપબ્લિકન નેતાઓએ કહ્યુ કે, પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ટીની 2024ની પ્રાઇમરી ચૂંટણી જીતે તો તેઓ મુખ્ય ચૂંટણીમાં તેમનું સમર્થન કરશે. તો જનમત સંગ્રહોથી તે વાત જાણવા મળી છે કે ટ્રમ્પ રિપબ્લિકન સભ્યો અને સમર્થકો વચ્ચે સૌથી વધુ લોકપ્રિય છે. 

ટ્રમ્પે ભારત, ચીન અને રશિયાને ઘેરવાનો પ્રયાસ કર્યો
ટ્રમ્પે પેરિસ જળવાયુ સમજુતિમાં અમેરિકાને ફરી જોડવાની ટીકા કરી છે. તેમણે જળવાયુ મુદ્દા પર ભારત, ચીન અને રશિયા પર હુમલો કરતા કહ્યુ કે, આ દેશ સ્વચ્છ નથી. ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન અમેરિકાને આ એગ્રિમેન્ટમાંથી અલગ કરી લીધુ હતું. તેઓ પહેલા પણ આ ત્રણેય દેશોની આબોહવાને ખરાબ ગણાવી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news