કેદીનો X-ray જોઇ ડોક્ટરના ઉડી ગયા હોશ, પેટમાં સંતાડ્યો હતો મોબાઇલ

કેદીનું ઓપરેશન કરનાર ટીમનું નેતૃત્વ કરી રહેલા ડોક્ટર સ્કેંડર તેલકુએ જણાવ્યું કે 'એંડોસ્કોપિક દ્વારા પેટ કાપ્યા વિના અમે ત્રણ ભાગમાં વહેંચાઇ ચૂકેલા ફોનને બહાર કાઢ્યો. તેમાં લગભગ 2 કલાક જેટલો સમય લાગ્યો.

કેદીનો X-ray જોઇ ડોક્ટરના ઉડી ગયા હોશ, પેટમાં સંતાડ્યો હતો મોબાઇલ

પ્રિસ્ટીના: તમે જેલમાં સંતાડીને મોબાઇલ લઇ જનાર કેદીઓના ઘણા કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ આજે અમે તમને તે કેદી વિશે જણાવીશું જે મોબાઇલ જેલની અંદર તો લઇ ગયો, પરંતુ પછી તે તેની પરેશાનીનું કારણ પણ બની ગયો. આ કિસ્સો કોસોવાનો છે, જ્યાં જેલમાં બંધ એક કેદી થોડા દિવસોથી સતત પેટના દુખાવાની ફરિયાદ કરી રહ્યો હતો.  

રિપોર્ટ જોઇ ફાટી ગઇ આંખો
જેલ તંત્રને પહેલાં લાગ્યું કે તે નાટક કરી રહ્યો છે. પરંતુ જ્યારે તેમને તેની હાલનો અહેસાસ થયો તો તેણે પ્રિસ્ટિના યુનિવર્સિટી હોસ્પિટલના ગૈસ્ટોએંટરોલોજી ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં ડોક્ટરોએ થોડું ચેક કર્યા બાદ કેદીનો એક્સ-રે કઢાવ્યો, જેને જોઇને તેમની આંખો ફાટી ગઇ. રિપોર્ટમાં કંઇક મોબાઇલ જેવી વસ્તુ જોવા મળી. જ્યારે કેદીને તેના વિશે પૂછવામં આવ્યું તો તેણે જણાવ્યું કે થોડા દિવસો પહેલાં એક મોબાઇલ ફોન ગળી ગયો હતો, ત્યારબાદ તેને પેટમાં દુખાવો થવા લાગ્યો. 

ઓપરેશન કરી 3 ટુકડામાં નિકાળ્યો ફોન
ત્યારબાદ ડોક્ટર્સએ 33 વર્ષના આ કેદીનું ઓપરેશન કરીને મોબાઇલ ફોન બહાર કાઢવાનો નિર્ણય કર્યો. કેદીનું ઓપરેશન કરનાર ટીમનું નેતૃત્વ કરી રહેલા ડોક્ટર સ્કેંડર તેલકુએ જણાવ્યું કે 'એંડોસ્કોપિક દ્વારા પેટ કાપ્યા વિના અમે ત્રણ ભાગમાં વહેંચાઇ ચૂકેલા ફોનને બહાર કાઢ્યો. તેમાં લગભગ 2 કલાક જેટલો સમય લાગ્યો, જેના થોડા સમય બાદ કેદીને પેટના દુખાવાનીસમસ્યામાંથી રાહત મળી શકી. ત્યારબાદ કેદીએ ફોનની માફક દેખતાં ડોક્ટરને જણાવ્યું કે તે ફોન તેના પેટમાં 4 દિવસથી હતો. આ વાત સાંભળીને ડોક્ટર આશ્વર્ય પામ્યા. 

ડોક્ટર તેલકૂએ જણાવ્યું કે 'અમે પેટમાં ફોનની બેટરીને લઇને સૌથી ચિંતિત હતા કારણ કે બેટરી એસિડ તેના પેટમાં લીક થઇ શકતું હતું. ' જોકે બધુ સારી રીતે ચાલ્યું અને અમે મોબાઇલના તમામ ભાગને બહાર કાઢવામાં સફળ રહ્યા. પોલીસ સારવાર બાદ કેદી અને મોબાઇલ ફોન બંનેને પોતાની સાથે લઇ ગઇ. મોબાઇલ ફોન 2000ના દાયકાની શરૂઆતના એક મોડલનો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news