China ના Fujian માં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો હુમલો, શહેર સીલ કરી લગાવવામાં આવ્યા આકરા પ્રતિબંધ

ચીનમાં એકવાર ફરી કોરોના બોમ્બ ફૂટ્યો છે. કોરોનાના કેસ ડબલ થતાં ચીનના Fujian પ્રાંતમાં જાહેર ગતિવિધિઓ બંધ કરી કડક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.

China ના Fujian માં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો હુમલો, શહેર સીલ કરી લગાવવામાં આવ્યા આકરા પ્રતિબંધ

બેઇજિંગઃ ચીન (China) ના દક્ષિણ પૂર્વી પ્રાંત Fujian માં કોરોના વાયરસ ફરી ફેલાયો છે. ત્યાં પર કોરોનાના કેસ અચાનક વધીને ડબલ થઈ ગયા છે. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે ત્યાં સિનેમા હોલ, પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિત તમામ જાહેર ગતિવિધિઓને બંધ કરી લોકોને શહેર બહાર ન જવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 

Fujian પ્રાંતમાં ફેલાયો કોરોના
ચીનના નેશનલ હેલ્થ કમીશને કહ્યુ કે,  Fujian માં 13 સપ્ટેમ્બરે કોરોના વાયરસના 59 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે એક દિવસ પહેલા 22 કેસ નોંધાયા હતા. છેલ્લા 4 દિવસમાં ફુજિયાનના 3 શહેરોમાં કોરોનાના 102 કેસ સામે આવ્યા છે. ત્યાં પર કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને કેસ વધી રહ્યાં છે.

કોરોનાના નવા કેસ ત્યારે સામે આવી રહ્યાં છે, જ્યારે ચીનમાં 1 ઓક્ટોબરથી સપ્તાહ સુધી ચાલનાર નેશનલ હોલીડે વીક શરૂ થવાનું છે. આ દરમિયાન ચીનના લોકો દેશ અને દુનિયામાં ફરતા હોય છે, જેથી ત્યાંના ટુરિઝમ સેક્ટરને ફાયદો થાય છે. પરંતુ કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ હોલિડે વીક પર સવાલ ઉભા થઈ રહ્યાં છે. 

ચીનના એર પેસેન્જર ટ્રાફિકે મંગળવારે આંકડા જાહેર કરી કહ્યું છે દેશમાં પાછલા વર્ષની તુલનામાં એર ટ્રાફિકમાં 51 ટકાનો વધારો થયો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે દેશ કોરોના સંકટમાંથી ધીમે-ધીમે બહાર આવી રહ્યો છે. 

ડેલ્ટા વેરિએન્ટે ફેલાવ્યું સંક્રમણ
Fujian પ્રાંતમાં કોરોનાના નવા કેસ આશરે 32 લાખની વસ્તીવાળા Putian શહેરથી શરૂ થયા. આ શહેરમાં 10 સપ્ટેમ્બરે આ વર્ષનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. તપાસ બાદ સામે આવ્યું કે અહીં ખતરનાક ડેલ્ટા વેરિએન્ટનું સંક્રમણ થયું છે. 

Putian શહેર બાદ કોરોના સંક્રમણ Xiamen શહેરમાં ફેલાયું, જ્યાં પર 13 સપ્ટેમ્બરે કોરોનાના 32 નવા કેસ સામે આવ્યા હતા. આ શહેરમાં 12 સપ્ટેમ્બરે કોરોનાનો માત્ર એક કેસ સામે આવ્યો હતો. 

Xiamen શહેરની એક બિલ્ડિંગ સર્વે કંપનીએ કહ્યું કે, તેના અનેક કર્મચારી પાછલા સપ્તાહે Putian ની યાત્રાએ ગયા હતા. તેના પરત ફરવા પર ઘરમાં આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. તો બાકીને પોતાનો કોરોના ટેસ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news