ઈમરાન ખાનની રાજકીય કારકિર્દીનો The End? Cipher કેસમાં 10 વર્ષની જેલની સજા

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈ ચીફ ઈમરાન ખાનને Cipher કેસમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા કરી છે. ઈમરાન  ખાન સાથે તેમના સહયોગી અને પૂર્વ વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીને પણ 10 વર્ષની જેલની સજા થઈ છે. 

ઈમરાન ખાનની રાજકીય કારકિર્દીનો The End? Cipher કેસમાં 10 વર્ષની જેલની સજા

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈ ચીફ ઈમરાન ખાનને Cipher કેસમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા કરી છે. ઈમરાન  ખાન સાથે તેમના સહયોગી અને પૂર્વ વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીને પણ 10 વર્ષની જેલની સજા થઈ છે. ઈમરા નખાન હાલ રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. અને ત્યાં જ તેમને આ કેસમાં સજા સંભળાવવામાં આવી. સ્પેશિયલ કોર્ટનો આ ચુકાદો ઈમરાન ખાન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. કારણ કે તેઓ પાકિસ્તાનમાં ચૂંટણી લડવા માંગતા હતા. એવું કહેવાય છે કે હવે બંને નેતાઓને 10-10 વર્ષની સજા બાદ ચૂંટણી લડવાનો રસ્તો બંધ થઈ ગયો છે. 

જો કે હજુ પણ તેમની પાસે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો રસ્તો બાકી છે પરંતુ જે રીતે સેના સાથે તેમની અદાવત ચાલી રહી છે એવું માનવામાં આવી રહ્યું છે કે કોર્ટમાંથી પણ તેમને કઈ ખાસ રાહત મળે એવું લાગતું નથી. અત્રે જણાવવાનું કે ચૂંટણીની બરાબર પહેલા ઈમરાન ખાનની પાર્ટીથી તેમનું ચૂંટણી ચિન્હ બેટ પણ લઈ લેવામાં આવ્યું હતું. 

શું છે આ સિફર કેસ
ઈમરાન ખાન અને શાહ મહેમૂદ કુરેશી વિરુદ્ધ Cipherનો આ કેસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે. ઈમરાન ખાન પર ખુબ જ ગુપ્ત જાણકારીનો અંગત ઉપયોગ કરવાનો આરોપ છે. સત્તામાંથી બેદખલ થયા બાદ ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે તેમને બેદખલ કરવા પાછળ અમેરિકાનો હાથ છે. આ માટે ઈમરાન ખાને કહ્યું કે વોશિંગ્ટન સ્થિત પાકિસ્તાન એમ્બેસીએ તેમને એક કેબલ (ટેપ કે ગુપ્ત જાણકારી) મોકલ્યો હતો. ઈમરાન ખાને પોતાના રાજકીય ફાયદા માટે એક વિવાદિત રાજનયિક વાતચીતને જાહેર કરી હતી. જેને Cipher કહેવામાં આવી. 

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી છે. તે પહેલા પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ પાકિસ્તાન પાછા ફર્યા છે. તેમણે 2019માં પાકિસ્તાન છોડ્યું હતું. બ્રિટનમાં રહેતા હતા. હાલમાં જ હાઈકોર્ટે નવાઝ શરીફને જામીન આપ્યા હતા ત્યારબાદ તેમણે વાપસી કરી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news