Viral Video: કાચબાને મોઢામાં લઈ ચાવવાની કોશિશ કરવા લાગ્યો મગર, પછી જે થયું...જોઈને રૂવાડાં ઊભા થઈ જશે

જે રીતે સિંહ જંગલનો રાજા કહેવાય છે તે જ રીતે મગરમચ્છ પાણીનો રાજા કહેવાય છે. શિકારીઓના મામલે તે સિંહથી જરાય ઉતરતો નથી. મગરમચ્છ પોતાના શિકાર પર એવી રીતે હુમલો કરે છે કે તેની પકડથી બચવું મુશ્કેલ બની જાય છે.

Viral Video: કાચબાને મોઢામાં લઈ ચાવવાની કોશિશ કરવા લાગ્યો મગર, પછી જે થયું...જોઈને રૂવાડાં ઊભા થઈ જશે

નવી દિલ્હી: જે રીતે સિંહ જંગલનો રાજા કહેવાય છે તે જ રીતે મગરમચ્છ પાણીનો રાજા કહેવાય છે. શિકારીઓના મામલે તે સિંહથી જરાય ઉતરતો નથી. મગરમચ્છ પોતાના શિકાર પર એવી રીતે હુમલો કરે છે કે તેની પકડથી બચવું મુશ્કેલ બની જાય છે. મગરમચ્છ જ્યારે પાણીમાં હોય છે ત્યારે ક્યારેક ક્યારેક સિંહનો પણ શિકાર કરી નાખે છે. કોઈ પણ શિકારી માટે તેના અણિયાળા દાંતથી બચવું ખુબ મુશ્કેલ બનતું હોય છે. આ ઉપરાંત મગરમચ્છ એટલા મોટા હોય છે કે જો તેમનો શિકાર નાનો હોય તો ગળી જ જાય છે. સોશિયલ મીડિયા પર મગરમચ્છના શિકારનો એક રૂવાંડા ઊભા કરી નાખતો વીડિયો વાયરલ  થયો છે. જેને જોઈને તમે પણ ચોંકી જશો. 

કાચબો ખાવાની કોશિશ કરવા લાગ્યો મગર
ઈન્ટરનેટ પર વાયરલ  થઈ રહેલા વીડિયોમાં મગરમચ્છ એક નાના કાચબાનો શિકાર કરે છે. તેને ખાવાની અને ગળી જવાની કોશિશ કરે છે. પરંતુ તે નિષ્ફળ રહે છે. કારણ કે કાચબાની શરીર પર પથ્થર જેવું કવચ હોય છે. જે કાચબાને મગરમચ્છના તીક્ષ્ણ દાંતથી બચાવે છે. પરંતુ તેને જ્યારે એમ લાગે છે કે આ કાચબો ગળી શકાશે નહીં તો તેને જવા દે છે. મગરમચ્છની ચુંગલમાંથી બચ્યા બાદ કાચબો પણ ધીરે ધીરે ત્યાંથી દૂર જતો રહે છે. તમે કદાચ ભાગ્યે જ આ રીતે મગરમચ્છને શિકાર જવા દેતો જોયો હશે. 

જ્યારે કાચબો ગળી શકાયો નહીં તો જવા દીધો
આ વીડિયો એટલો કમાલનો છે કે તમને પહેલા તો લાગશે કે મગરમચ્છ કાચબાને ખાઈ જશે પરંતુ એવું બનતું નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Scienceturkiyeofficial નામથી શેર કરાયો છે. જેને અત્યાર સુધીમાં 54,000 થી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. તથા 2000 થી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સાથે જ વીડિયો જોયા બાદ લોકોએ અલગ અલગ પ્રકારે પ્રતિક્રિયા પણ આપી છે. એક યૂઝરે લખ્યું કે કાચબની પીઠને દાંતથી દબાવ્યા બાદ અહેસાસ થયો હશે કે આ જાનવરને ખાવાનો કોઈ ફાયદો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news