Oxygen ની આપૂર્તિ માટે ભારતની મદદ કરશે અમેરિકા, મોકલશે એક્સપર્ટ ટીમ

ભારતમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના તમામ રેકોર્ડ 386,888 કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણા કુલ કેસની સંખ્યા વધીને 1,87,54,984 થઇ ગઇ છે. 3498 લોકોના જીવ કોરોનાને લીધે ગયો છે.

Oxygen ની આપૂર્તિ માટે ભારતની મદદ કરશે અમેરિકા, મોકલશે એક્સપર્ટ ટીમ

વોશિંગટન: અમેરિકા (US) ના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) નું વહિવટીતંત્ર ભારતમાં લોકોનો જીવ બચાવવા માટે ઓક્સિજન સપ્લાય (Oxygen Supply Chain) વધારવા અને દુનિયામાંથી કોવિડ 19 (Covid-19) મહામારીના અત્યાર સુધીના વિકટ પ્રકોપના વિરૂદ્ધ સફળ લડાઇ શરૂ કરવા માટે કામ કરી રહ્યા છે. યૂનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટ (USAID) ના એક અધિકારીએ આ વાત કહી. 

ભારતમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ
ભારતમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના તમામ રેકોર્ડ 386,888 કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણા કુલ કેસની સંખ્યા વધીને 1,87,54,984 થઇ ગઇ છે. 3498 લોકોના જીવ કોરોનાને લીધે ગયો છે. આ સાથે જ ઘાતક બિમારીના મૃતકોની સંખ્યા 2,08,330 પહોંચી ગઇ છે. ગત થોડા દિવસોથી સ્થિતિ ચિંતાજનક બનેલી છે. સરકાર કોરોના સામે મુકાબલો કરવા માટે વેક્સીનેશન પર ભાર મુકી રહી છે. પરંતુ રસીની અછતથી આ શકય બની શક્યું નથી. 

કોરોનાના કારણે બગડી સ્થિતિ
યૂનાઇટેડ સ્ટેટસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટ (USAID) ના કોવિડ 19ના પ્રયત્નો પર વરિષ્ઠ સલાહકાર જેરેમી કોનિન્ડિકએ કહ્યું કે 'સ્પષ્ટ છે કે આ દુનિયામાં કોવિડ 19ની સૌથી ખરાબ સ્થિતિમાંથી એક છે.'

ભારતને ઓક્સિજન અને દવાઓની જરૂર: USAID
તેમણે એ પણ નિવેદન આપ્યું છે કે જ્યારથી એક દિવસ પહેલાં જો બાઇડેન વહિવટીતંત્રએ એક સૈન્ય વિમાન દ્વારા મેડિકલ ઇક્વિપમેંટ્સ અને જીવનરક્ષક ઓક્સિજન ગેસ ભારત મોકલ્યા. ભારતીય અધિકારીઓ સાથે થયેલી વાતચીત બાદ કોનિન્ડિકએ કહ્યું કે હોસ્પિટલો પર ભારે દબાણૅ છે, એવામાં સારવાર માટે ઓક્સિજન અને દવાઓની તાત્કાલિક  જરૂર છે. 

તેમણે કહ્યું કે મેડિકલ ઓક્સિજન સપ્લાય વધારવાની પણ જરૂર છે. તેમણે કહ્યું કે આ અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર જોવા મળે છે. યૂએસઆઇડી ભારતમાં એક્સપર્ટ્સની એક ટીમ મોકલવાનું કામ કરી રહ્યા છે. 

જેરેમી કોનિન્ડિકએ કહ્યું કે 'ભારતે ગત વર્ષે અમારી મદદ કરી હતી. અમારા માટે મહામારીના સૌથી ખરાબ દિવસો દરમિયાન અમેરિકાને મેડિકલ ઇક્વિમેંટ્સ મોકલ્યા હતા. અમે તે પ્રકારની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news