ભારતીય સેનાના 8 મેડિકલ અધિકારી અને 7 પેરા મેડિકલ સ્ટાફને મોકલવામાં આવ્યા કુવેત, આ છે કારણ
કોરોના વાયરસ (Coronavirus)નો સામનો કરવા માટે ભારત ના માત્ર પોતાના દેશમાં યુદ્ધસ્તર પર કાર્યવાહી શરૂ કરી રહ્યું છે. પરંતુ મિત્ર દેશોને પણ દરેક સંભવ મંદદ પણ કરી રહ્યું છે. ભારતીય સેનાના 8 મેડિકલ અધિકારી અને 7 પેરામેડિકલ સ્ટાફને કુવૈતમાં કોરોનાથી લડવા માટે મેડિકલ તૈયારીઓ માટે મોકલવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)નો સામનો કરવા માટે ભારત ના માત્ર પોતાના દેશમાં યુદ્ધસ્તર પર કાર્યવાહી શરૂ કરી રહ્યું છે. પરંતુ મિત્ર દેશોને પણ દરેક સંભવ મંદદ પણ કરી રહ્યું છે. ભારતીય સેનાના 8 મેડિકલ અધિકારી અને 7 પેરામેડિકલ સ્ટાફને કુવૈતમાં કોરોનાથી લડવા માટે મેડિકલ તૈયારીઓ માટે મોકલવામાં આવ્યા છે.
નેપાળને પણ દવાઓ અને કોરોનાની સારવારમાં કામ આવનાર ઉપકરણો મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજા પાડોસી દેશને કોઈ જરૂરિયાત સમયે તાત્કાલીક સહાયતા આપવા માટે સેનાની મેડિકલ ટીમોને તૈયાર રાખવામાં આવી છે.
આ ટીમોમાં કોરોનાની સારવાર માટે પ્રશિક્ષિત ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ ઉપરાંત જરૂરી દવાઓ, માસ્ક, હાથના મોજા, સેનિટાઈઝ અને વધેરે બીજી અન્ય જરૂરી વસ્તુઓ છે.
તેમાં શ્રીલંકા, બાંગલાદેશ, ભૂટાન અને અફગાનિસ્તાન જેવા પાડોશી દેશોમાં મદદ પહોંચાડવા માટે સ્ટેડ બાય પર રાખવામાં આવ્યા છે. આ પહેલા 13 માર્ચથી 21 માર્ચ સુધી સેનાની મેડિકલ ટીમને માલદીવમાં રોકાઈ ત્યાની સરકારને કોરોનાની સામે લડાઈ માટે તૈયારીમાં મદદ કરી હતી. આ ટીમમાં 5 ડોક્ટર, 2 નર્સ અને ઓફિસર અને 7 પેરામેડિકલ સ્ટાફ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે