કોરોના વાયરસઃ ચીનમાં ઘટ્યો, પરંતુ દક્ષિણ કોરિયા અને ઈરાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે વાયરસ, ચિંતામાં WHO

ચીનમાં શનિવારે નવા મામલાની સંખ્યામાં મોટો ઘટાડો જોવામાં આવ્યો, પરંતુ દક્ષિણ કોરિયા, ઈરાન જેવા દેશોમાં ઝડપથી ફેલાઈ રહેલા મામલાને કારણે ડર વધ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેના પર ચિંતા વ્યક્ત કરી છે. 
 

કોરોના વાયરસઃ ચીનમાં ઘટ્યો, પરંતુ દક્ષિણ કોરિયા અને ઈરાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે વાયરસ, ચિંતામાં WHO

પેઇચિંગઃ ચીનમાં શનિવારે કોરોના વાયરસના નવા મામલામાં મોટો ઘટાડો થયો, પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીઓએ કહ્યું કે, હજુ કોઈ ભવિષ્યવાણી કરવી ઉતાવળ ગણાશે, કારણ કે બીજા દેશોમાં તે ઝડપથી ફેલાઇ રહ્યો છે. ચીનમાં શનિવારે 397 મામલાની પુષ્ટિ થઈ, જે એક દિવસ પહેલાના 889 કરતા ઓછા છે. બીજી તરફ દક્ષિણ કોરિયા, ઈરાન, ઈટાલી અને લેબનાનમાં આ વાયરસ ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. ઈટાલીના ઘણા શહેરોને છેલ્લા થોડા સમયથી સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. 

ચીનની બહાર જો કોઈ દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ મામલા સામે આવ્યા છે તો તે દક્ષિણ કોરિયા છે જ્યાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 556 સુધી પહોંચી ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે આ સંખ્યા 1000ને પાર પહોંચી શકે છે. એક ચર્ચમાં એકત્રિત થયેલા લોકોમાં ફ્લૂ જેવા લક્ષણ છે. ઈરાનમાં આ સપ્તાહની શરૂઆત સુધી એકપણ વ્યર્કિ આ વાયરસથી ચેપી નહતો, પરંતુ શનિવારે 10 નવા મામલા સામે આવ્યા અને 2 લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુદી 29 લોકો કોરોનાથી પીડિત છે અને 6 લોકોના જીવ ગયા છે. 

તેને પણ કોરોના, જે ચીન સાથે લિંક નથી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીનમાં નવા મામલાની સંખ્યામાં આવેલા ઘટાડા પર ખુશી વ્યક્ત કરી, પરંતુ બીજા દેશમાં વધી રહેલા ઇન્ફેક્શનને લઈને ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે તેની ચીનની સાથે કોઈ લિંક સ્પષ્ટ નથી. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદનોમે કહ્યું, 'અમારી સૌથી મોટી ચિંતા Covid-19ના નબળા સ્વાસ્થ્ય સુવિધા વાળા દેશોમાં ફેલાવાના સંભવિત ખતરાને લઈને છે.' યૂએન એજન્સીએ અતિસંવેદનશીલ દેશો માટે 675 મિલિયન ડોલરની મદદ માગી છે. તેમણે કહ્યું કે, ચીન સાથે જોડાણને કારણે આફ્રિકાના 13 દેશોને પ્રાથમિકતા રૂપે જોવામાં આવી રહ્યાં છે. 

20 ટકા કેસ ગંભીર, 2 ટકાનો જતો રહે છે જીવ
ટેડ્રોસે કહ્યું કે, ચીને WHOને અત્યાર સુધી 75,569 કેસોની જાણકારી આપી છે, જ્યારે 2239 લોકોનો જીવ ગયો છે. ઉપલબ્ધ ડેટા પ્રમાણે, 80 ટકા દર્દીઓમાં બીમારી મધ્યમ દરજ્જાની હોય છે, 20 ટકા કેસોમાં ગંભીર અને 2 ટકા દર્દીઓ માટે તે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. 

26 દેશો સુદી ફેલાઇ ચુક્યો છે વાયરસ
ચીનની બહાર બીમારી 26 દેશોમાં ફેલાઇ ચુકી છે અને એક ડઝનથી વધુ લોકોના મોત થયા છે. ઈટાલીમાં આ વાયરસે બે લોકોનો જીવ લીધો છે. જાપાનમાં શનિવારે 14 નવા મામલાની પુષ્ટિની સાથે તે સવાલ ઉઠી રહ્યો છે કે શું આ વાયરસ ટોક્યો ઓલિમ્પિક પર સંકટ ઉભુ કરી શકે છે. આયોજકોએ પહેલા જ ઘણા ટ્રેનિંગ સત્ર ટાળી દીધા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news