અમેરિકામાં બાઈડેનના રાષ્ટ્રપતિ બનવા સુધી કોરોના કેસ થઈ જશે બે ગણા


અમેરિકામાં એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પના જવાની તૈયારી ચાલે છે, તો આગામી જાન્યુઆરીથી જો બાઇડેન દેશની સત્તા સંભાળવાના છે. પરંતુ તેમની સામે પ્રથમ મોટો પડકાર કોરોનાના સતત વધી રહેલા કેસોનો હશે. 

અમેરિકામાં બાઈડેનના રાષ્ટ્રપતિ બનવા સુધી કોરોના કેસ થઈ જશે બે ગણા

વોશિંગ્ટન- અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન જ્યારે શપથ લેશે ત્યારે તેમની સામે સૌથી મોટો પડકાર કોરોના મહામારી હશે. એક નવા અધ્યયનમાં સામે આવ્યું છે કે જો બાઈડેન રાષ્ટ્રપતિ બનશે ત્યાં સુધી સુપરપાવર અમેરિકામાં કોરોનાના બે ગણા કેસ થઈ જશે.

આ અધ્યયન જર્નલ સાઈન્ટિફિકમાં પ્રકાશિત થયું છે. તેમાં જાણકારી આપવામાં આવી છે કે હજુ જો બાઈડેનને રાષ્ટ્રપતિ પદના શપથ લેવામાં બે મહિનાનો સમય છે. જાન્યુઆરી મહિનાના અંત સુધી અમેરિકામાં કોરોનાના બે કરોડથી વધારે કેસ થઈ જશે. અમેરિકામાં આ સમયે લગભગ 1 કરોડ 20 લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. બેગણા કેસ  હોવાની ભવિષ્યવાણી તેના આધારે સાચી માનવામાં આવી રહી છે કે લોકો સામાજિક સંપર્કમાં આવી રહ્યા છે. 

ચીનના ત્રણ શહેરોમાં કોરોનાના નવા કેસ આવતા હડકંપ, લાખો ટેસ્ટિંગ, શાળા બંધ  

ડિસેમ્બર મહિનામાં ક્રિસમસના કારણે તેમાં ધરખમ વધારો થઈ શકે છે. આ સ્થિતિમાં અજાણ્યા લોકો સાથે સંપર્કની સ્થિતિ બનવાની છે. શારીરિક અંતર અને કોરોનાના કેસની સંખ્યા એકબીજા સાથે જોડાયેલા છે. આ કારણે આવનારા દિવસોમાં રજાઓના કારણે કોરોનાના કેસનો રાફડો અમેરિકામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news