'ઈમરાન ખાન PM બનવાના લાયક નથી', પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં વધુ સારું કામ કર્યું હોત...
સેનાના દબાણની વચ્ચે તેમની ખુરશી પર તલવાર લટકી રહી છે. હવે સિંઘના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે ઈમરાન ખાનને વડાપ્રધાન પદ માટે અયોગ્ય બતાવી દીધા છે.
- ઈમરાન ખાન પર હુમલો
- પીએમ પદ માટે અક્ષમ હોવાનું જણાવ્યું હતું
- સિંધના મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું
Trending Photos
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના જ દેશમાં ચારેબાજુથી ઘેરાઈ ચૂક્યા છે. વિપક્ષી નેતા સતત તેમની રાજનીતિ પર સવાલો ઉઠાવતા રહ્યા છે અને તેમને આડેહાથ લેતા રહેછે. બીજી બાજુ સેનાના દબાણની વચ્ચે તેમની ખુરશી પર તલવાર લટકી રહી છે. હવે સિંઘના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે ઈમરાન ખાનને વડાપ્રધાન પદ માટે અયોગ્ય બતાવી દીધા છે.
પીસીબીમાં બરાબર કામ કરતા ઈમરાન
પાકિસ્તાનના સિંધના મુખ્ય પ્રધાનનું માનવું છે કે વડાપ્રધાન ઇમરાન ખાને દેશના વડા તરીકે કામ કરતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં વધુ સારું કામ કર્યું હોત. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, ઈસ્લામાબાદમાં મીડિયા સાથે વાત કરતા સિંધના સીએમ મુરાદ અલીએ ઈમરાન સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે.
મુરાદ અલી શાહે જણાવ્યું છે કે પાકિસ્તાનમાં બધા જાણે છે કે પીટીઆઈએ ચૂંટણી કેવી રીતે જીતી, તેમણે આત્મવિશ્વાસથી જણાવ્યું હતું કે, હવે પીટીઆઈના લોકો ચૂંટણીમાં પોતાની ગેરંટી ખોઈ નાંખશે કારણ કે હવે માહોલ બદલાઈ ચૂક્યો છે. પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-લબબેક પાકિસ્તાન (TLP) ના વિરોધ પછી પીટીઆઈ સરકારે દેશમાં અરાજકતાને કેવી રીતે નિયંત્રિત કરી તેના પર બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે TLPના મુદ્દા પર સરકારની નિષ્ફળતાને કારણે લોકોનો કિંમતી જીવ ગુમાવવાનો વારો આવ્યો.
સીએમ શાહે જણાવ્યું, પીટીઆઈ સરકાર એવા કામ કરે છે જે ન તો થૂંકી શકે અને ન પચાવી શકે. તેમણે તમામ હોદ્દેદારોને બેસીને દેશના હિતમાં વિચારવા હાકલ કરી હતી.
વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો વિજય
ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની જીતની આશા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે સાંભળ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે પાકિસ્તાનની ટીમ તેમના (ઈમરાન ખાન)ના કારણે વધુ સારી રીતે રમી રહી છે. તેણે કહ્યું, "મેં પહેલા પણ કહ્યું હતું કે પીએમ ઈમરાન ખાન માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં કામ કરવું વધુ સારું છે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે