મોટી આફત માટે તૈયાર રહો...જાણો કોણે આપી આ ચેતવણી, 2023 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ
Warmest Year 2023: જળવાયુ પરિવર્તનથી દુનિયાભરમાં અનેક મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. આ જ કડીમાં જે વિગતો સામે આવી રહી છે તે અત્યંત ચિંતાજનક છે.
Trending Photos
Warmest Year 2023: જળવાયુ પરિવર્તનથી દુનિયાભરમાં અનેક મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. આ જ કડીમાં જે વિગતો સામે આવી રહી છે તે અત્યંત ચિંતાજનક છે. ગત વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું અને ઔદ્યોગિકરણ પહેલાના સ્તરની સરખામણીમાં સરેરાશ વૈશ્વિક તાપમાન વધારો 1.5 ડિગ્રી સેલ્સિયસ નજીક પહોંચી ગયું. આ જાણકારી એક યુરોપીયન જળવાયુ એજન્સી આપી છે. કોપરનિક્સ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ (સી3એસ)ના વૈજ્ઞાનિકોએ કહ્યું કે જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2024માં પૂરા થતા 12 મહિનાના સમયગાળામાં 1.5 ડિગ્રી સેલ્સિયસની સીમા પાર થઈ શકે છે. જેનાથી જળવાયુ પ્રભાવ વધી શકે છે.
2023માં પહેલીવાર એવું થયું...
અસલમાં એજન્સીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેનો અર્થ પેરિસ સંધિમાં નિર્દિષ્ટ 1.5 ડિગ્રી સેલ્સિયસની સીમાનો સ્થાયી ભંગ નથી કારણ કે આ અનેક વર્ષોમાં લાંબા ગાળાની વોર્મિંગને સંદર્ભિત કરે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે 2023માં પહેલીવાર એવું તયું જ્યારે દરેક દિવસ સરેરાશ વૈશ્વિક તાપમાન પૂર્વ-ઔદ્યોગિક (1850-1900) કાળના સ્તરથી એક ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું. વર્ષ 2023માં લગભગ 50 ટકા દિવસ 1850-1900ના સ્તરથી 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતા અને પહેલીવાર, નવેમ્બરમાં બે દિવસ બે ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમ હતા.
1.48 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ
સી3એસ મુજબ 2023માં વૈશ્વિક સરેરાશ તાપમાન 14.98 ડિગ્રી સેલ્સિયસ હતું જે 2016માં ગત ઉચ્ચતમ વાર્ષિક મૂલ્યથી 0.17 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. આ 1991-2020ના સરેરાશ 0.60 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતું અને 1850-1900 વચ્ચે પૂર્વ ઔદ્યોગિક સ્તરની સરખામણીમાં 1.48 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતું.
અનેક પ્રકારના પરિવર્તન
આ સાથે જ એક અન્ય રિપોર્ટ મુજબ ક્લાઈમેટ ચેન્જ થવાના કારણે પ્રકૃતિમાં અનેક પ્રકારના પરિવર્તન થવા લાગ્યા છે. વધતા તાપમાનના પગલે આખુ યુરોપ ભીષણ ગરમીથી બેહાલ છે. વધતા તાપમાનના કારણે ગરમીનું અનુમાન એ વાતથી લગાવી શકો છો કે ડોક્ટરોએ થોડા સમય પહેલા એક વ્યક્તિનું દિમાગ સેકાયેલું જણાવ્યું હતું. ક્લાઈમેટ ચેન્જ વ્યાપક સ્તર પર વિશ્વને અન્ય રીતે પણ પ્રભાવિત કરનારું છે, જેમાં લોકોની માનસિક સ્થિતિ ઉપર પણ વાત કરવામાં આવી હતી (એજન્સી આઈટપુટ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે