અલ્પસંખ્યકો પાકિસ્તાનમાં જરાય સુરક્ષિત નથી, 15 વર્ષની ખ્રિસ્તી છોકરીને જબરદસ્તીથી બનાવી મુસ્લિમ

પાકિસ્તાનમાં ફરી એકવાર જબરદસ્તીથી  ધર્મપરિવર્તનનો મામલો સામે આવ્યો છે. અહીં પંજાબ  પ્રાંતની એક ખ્રિસ્તી છોકરીના પિતાએ આરોપ લગાવ્યો છેકે તેમની પુત્રીની શાળાના પ્રિન્સિપાલે જબરદસ્તીથી પુત્રીનું ધર્મ પરિવર્તન કરાવીને તેની પાસે ઈસ્લામ કબુલ કરાવ્યો છે.

અલ્પસંખ્યકો પાકિસ્તાનમાં જરાય સુરક્ષિત નથી, 15 વર્ષની ખ્રિસ્તી છોકરીને જબરદસ્તીથી બનાવી મુસ્લિમ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ફરી એકવાર જબરદસ્તીથી  ધર્મપરિવર્તનનો મામલો સામે આવ્યો છે. અહીં પંજાબ  પ્રાંતની એક ખ્રિસ્તી છોકરીના પિતાએ આરોપ લગાવ્યો છેકે તેમની પુત્રીની શાળાના પ્રિન્સિપાલે જબરદસ્તીથી પુત્રીનું ધર્મ પરિવર્તન કરાવીને તેની પાસે ઈસ્લામ કબુલ કરાવ્યો છે. છોકરીનું નામ ફાઈરા છે. પુત્રીના પિતાના જણાવ્યાં મુજબ પુત્રીના શાળા પ્રિન્સિપાલે લાહોરથી લગભગ 50 કિમી દૂર આવેલા શેખપુરા જિલ્લાના એક મદરેસમાં લઈ જઈને પુત્રીનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું. પ્રિન્સિપાલનું નામ સલીમા બીબી છે. પિતાએ તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

પિતાના જણાવ્યાં અનુસાર તેમની પુત્રીને જબરદસ્તીથી મદરેસામાં લઈ જઈને બંધ કરી દેવામાં આવી. પરિવારને પણ મળવાની મંજૂરી નહીં. જેના પર બુધવારે તેમણે પંજાબ પ્રાંતના માનવાધિકાર મંત્રીને ફરિયાદ કરી. ત્યારબાદ એફઆઈઆર નોંધાવવામાં આવી અને બુધવારે સગીરાને મદરેસામાંથી મુક્ત કરાવવામાં આવી. 

જુઓ LIVE TV

પિતાના જણાવ્યાં મુજબ તેમની પુત્રીનું સોમવારે જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું. તેને મદરેસાથી મુક્ત કરીને દારૂલ અમનમાં રાખવામાં આવી છે. કહેવાય છે કે તેને જલદી પરિવારને સોંપી દેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news