'ચાઇનીઝ વેક્સીન' લઇને ફસાઇ ગયું પાકિસ્તાન, સાઉદી અરબનો પેંચ ફસાતા ઇમરાન પરેશાન

સાઉદી અરબ પણ ચીની વેક્સીનના સર્ટિફિકેટને માન્યતા આપી રહ્યું નથી. સાઉદી અરબમાં ફાઇઝર, એસ્ટ્રાજેનેકા, મોર્ડન અને જોનસન એન્ડ જોનસન રસીને જ સુરક્ષિત ગણવામાં આવી રહી છે.

'ચાઇનીઝ વેક્સીન' લઇને ફસાઇ ગયું પાકિસ્તાન, સાઉદી અરબનો પેંચ ફસાતા ઇમરાન પરેશાન

ઇસ્લામાબાદ: ચીન દ્વારા નિર્મિત કોરોના વેક્સીન સિનોફાર્મ (Corona vaccine sinopharm) ને લઇને પાકિસ્તાન ફસાઇ ગયું છે. પાકિસ્તાનમાં તમામ લોકો sinopharm લગાવી ચૂક્યા છે પરંતુ હવે આ વેક્સીનના સર્ટિફિકેટને કેટલાક દેશ માનવા માટે જ તૈયાર નથી. કેસ એટલો બગડી ગયો છે કે ઇમરાન ખાન (Imran Khan) ને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. ઇમરાન હવે પોતે એવા દેશો સાથે વાત કરી રહ્યા છે જે સિનોફાર્મનું સર્ટિફિકેટ માન્ય ગણી રહ્યા નથી. 

ઇમરાનના મંત્રીએ આપી સ્પષ્ટતા
ઇમરાનના મંત્રી આ અંગે મીડિયામાં સ્પષ્ટતા આપવી પડી. પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદ અહમદ (Minister Sheikh Rashid Ahmed) એ કહ્યું કે 'પ્રધાનમંત્રી ઇમરાન ખાન (Imran Khan) એ કેબિનેટને સૂચિત કર્યું છે કે તે આ મુદ્દે સંબંધિત દેશોના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.  

સાઉદી અરબે આપ્યું ઇમરાને ટેંશન
સાઉદી અરબના વલણે પાકિસ્તાનનો માથાનો દુખાવો વધારી દીધો છે. સાઉદી અરબ પણ ચીની વેક્સીનના સર્ટિફિકેટને માન્યતા આપી રહ્યું નથી. સાઉદી અરબમાં ફાઇઝર, એસ્ટ્રાજેનેકા, મોર્ડન અને જોનસન એન્ડ જોનસન રસીને જ સુરક્ષિત ગણવામાં આવી રહી છે. તેના લીધે પાકિસ્તાના હજ યાત્રા જતાં લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, સાઉદી અરબ ચાઇનીઝ રસીને સુરક્ષિત ગણી રહ્યા નથી જેથી પાકિસ્તાનીઓને ત્યાં એન્ટ્રી મળી રહી નથી. 

ફાઇઝર ખૂટી પડી
તેના લીધે પાકિસ્તાન સરકારે નિર્ણય લીધો કે વિદેશમાં કામ કરનાર અથવા બહાર જનાર લોકોને એક મહિનાની અંદર ફાઇઝર રસી લગાવવામાં આવશે પરંતુ પાકિસ્તાન પાસે તે ખૂટી પડી. હવે પાકિસ્તાન ચેતાવણી આપી રહ્યું છે કે જો વૈશ્વિક સ્તર પર તેના પર મુદા પર નિર્ણય લીધો નથી તો ચીની રસીકરણના પ્રમાણપત્ર સ્વિકાર નહી કરનાર દેશ આખી દુનિયા માટે એક સમસ્યા બની જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news