ચીનનો વિચિત્ર દાવો, કોરોના વાયરસની ઉત્પતિ માટે હવે આ દેશને જવાબદાર ઠેરવ્યો
Trending Photos
નવી દિલ્હી: દુનિયાને એક વાયરસથી હચમચાવી નાખનારું ચીન દરેક મોરચે પછડાટ ખાઈ રહ્યું છે. કોરોના વાયરસની ઉત્પતિ અંગે અત્યાર સુધીમાં આવેલી થિયરી મુજબ કોરોના વાયરસ ચીનની લેબમાં પેદા થયો અને વુહાનના એક માર્કેટથી આખી દુનિયામાં ફેલાયો. આ મામલે પોતાને એકદમ નિર્દોષ ગણાવવાની કોશિશ કરી રહેલા ચીને હવે પોતાની બદનામી તરફથી દુનિયાનું ધ્યાન હટાવવા માટે એક નવો પેંતરો અજમાવ્યો છે. હકીકતમાં પોતાના તાજા નિવેદનમાં શી પ્રશાસને પોતાના વૈજ્ઞાનિકોના હવાલે એવો આરોપ લગાવ્યો છે કે કોરોના વાયરસની ઉત્પતિ ભારતમાં થઈ. જ્યારે આ અગાઉ ચીનનું કહેવું એવું હતું કે આ ઘાતક વાયરસ યુરોપમાં પેદા થયો.
ચોરી ઉપરથી સીનાચોરી
ચીનની સાયન્સ એકેડેમીના રિસર્ચર્સે આ અંગે કહ્યું કે બની શકે કે કોરોના વાયરસનો જન્મ વર્ષ 2019ના ઉનાળાની સીઝનમાં ભારતમાં થયો હોય. આ આરોપ લગાવવા માટે ચીની વૈજ્ઞાનિકોએ જાનવરો અને પ્રદૂષિત પાણીની થિયરી સામે રજુ કરી છે. તેમણે કહ્યું કે ત્યારબાદ આ વાયરસ વુહાન પહોંચ્યો, જ્યાં પહેલીવાર કોરોના વાયરસની ઓળખ થઈ અને તેના પર દુનિયાનું ધ્યાન ગયું.
અગાઉ યુરોપ પર લગાવી ચૂક્યું છે આરોપ
આ અગાઉ ચીનની સરકાર, પ્રશાસન અને વૈજ્ઞાનિકો બધા પુરાવા વગર એક સૂરે ઈટલી, અમેરિકા અને યુરોપને કોરોના વાયરસનું ઓરિજન પ્લેસ ગણાવીને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા હતા. આવામાં ચીન અને ભારત વચ્ચે સરહદને લઈને લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને ગલવાનમાં સજ્જડ હારનો સામનો કર્યા બાદ ચીન આ વખતે પોતાના વૈજ્ઞાનિકોના હવાલે ભારતને ઘેરવાની કોશિશ કરી રહ્યું છે.
ચીની રિસર્ચ પેપરમાં થયો અભ્યાસ
પોતાની કરતૂત છૂપાવવા માટે ચીન દ્વારા કરાયેલા નવા દાવામાં કહેવાયું છે કે ચીની વૈજ્ઞાનિકોએ કોવિડ-19ની ઉત્પતિ સ્થળની ભાળ મેળવવા માટે વાયરસોની વંશાવલીની તપાસ (Phylogenetic analysis)નો સહારો લીધો. સ્ટડીમાં ચીની વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું કે વાયરસ કે જીવાણું, કોશિકાઓની જેમ ઉત્પન્ન થવની સાથે પોતાનું રૂપ બદલતા રહે છે. એટલે કે વાયરસના ડીએનએમાં પોતાને પરિવર્તન કરવાન સંકેત મળે છે.
વુહાનનો વાયરસ અસલી
વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું કે વુહાનમાં સામે આવેલો વાયરસ જ અસલ કોરોના વાયરસ હતો. પરંતુ કોરોના વાયરસના ઓરિજિન પોઈન્ટ એટલે કે ઉત્પતિ સ્થળ વિશે બાંગ્લાદેશ, અમેરિકા, ગ્રીસ, ઓસ્ટ્રેલિયા, ભારત, ઈટાલી, ચેક રિપબ્લિક, રશિયા કે સર્બિયા જેવા આઠ દેશોએ પણ પોતાના સ્તરે તપાસ કરવી જોઈએ.
ચીનનો અજીબોગરીબ તર્ક
અભ્યાસકર્તાઓએ પોતાના સ્ટડીમાં તર્ક આપ્યો કે ભારત અને બાંગ્લાદેશ બંને જગ્યાએ કોરોના વાયરસના સ્વરૂપમાં ઓછો એટલે કે મામૂલી ફેરફાર થયો અને બંને દેશો ભૌગોલિક રીતે એકબીજાથી નજીક છે, આથી શક્ય છે કે કોરોનાના સંક્રમણનો પહેલો કેસ અહીં સામે આવ્યો હોય.
ચીની વૈજ્ઞાનિકોના અભ્યાસમાં એમ પણ કહેવાયું છે કે ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓ ખુબ કથળેલી હાલતમાં છે અને યુવાઓના કારણે આ સંક્રમણ અનેક મહિનાઓ સુધી કોઈને જાણ થયા વગર ફેલાતું રહ્યું.
આ અગાઉની થિયરી મુજબ કહેવાય છે કે કોરોના વાયરસ પહેલીવાર ડિસેમ્બર 2019માં ચીનમાં સામે આવ્યો. અને તે ચીનના સી ફૂડ માર્કેટથી ફેલાયો અને શરૂઆતમાં આ વાયરસના સંક્રમણના લક્ષણ લગભગ ન્યૂમોનિયા બીમારી જેવા હતા.
WHO ની પ્રતિક્રિયા
વિશ્વ આરોગ્ય સંગઠનના ટોચના અધિકારીએ શુક્રવારે કહ્યું કે કોરોના વાયરસ ચીનમાં પેદા થયો નથી તે હાલ કહેવું એ યોગ્ય નહીં રહે. પુરવા વગર આમ કહેવું ફક્ત અટકળ લગાવવા જેવું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે