Corona: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે PM મોદીને મોકલ્યો સંદેશ, કોરોના વિરુદ્ધ લડાઈમાં મદદનો આપ્યો પ્રસ્તાવ

ભારતમાં કોરોનાથી મચેલા હાહાકાર વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીએમ મોદીને સંદેશો મોકલ્યો છે. તેમણે આ મહામારીની લડાઈમાં મદદનો પ્રસ્તાવ આપ્યો છે. 
 

Corona: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે PM મોદીને મોકલ્યો સંદેશ, કોરોના વિરુદ્ધ લડાઈમાં મદદનો આપ્યો પ્રસ્તાવ

નવી દિલ્હીઃ કોરોનાના કહેર વચ્ચે (Corona crisis in india) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi jinping) એ પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં મદદનો પ્રસ્તાવ આપ્યો ઝછે. આ સંબંધમાં ભારતમાં ચીનના રાજદૂત સુન વેઈદોંગે ટ્વીટ કરી જાણકારી આપી છે. 

આ પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ગુરૂવારે કહ્યુ હતુ કે કોવિડ-19 વિરુદ્ધ જંગમાં તેમનો દેશ ભારતની દરેક સંભવ મદદ કરશે અને કહ્યુ કે, ચીનમાં બનેલી મહામારી વિરોધી રામગ્રી વધુ ઝડપથી ભારત પહોંચાડવામાં આવી રહી છે. 

— Sun Weidong (@China_Amb_India) April 30, 2021

વિદેશ મંત્રી એસ જયશંકરને લખેલા પત્રમા વાંગે કહ્યુ, 'ભારત જે પડકારોનો સામનો કરી રહ્યુ છે, તેના પ્રત્યે સંવેદના રાખીએ છીએ અને અમારી સહાનુભૂતિ પ્રગટ કરીએ છીએ.'

ભારતમાં ચીનના રાજદૂત સુન વેઇદોંગે આ પત્રને ટ્વિટર પર શેર કર્યો છે, જેમાં લખ્યુ છે- કોરોના વાયરસ માનવતાનો સંયુક્ત દુશ્મન છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને એક અને સમન્વયિત થઈને તેનો મુકાબલો કરવાની જરૂર છે. ચીની પક્ષ ભારત સરકાર અને ત્યાંના લોકોની મહામારી સામે લડાઈનું સમર્થન કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news