China Taiwan Tension: ચીનની તાઇવાનની આસપાસ ઉશ્કેરવાની કાર્યવાહી, 2 કલાકમાં 11 બેલિસ્ટિક મિસાઇલ છોડી
China Fires Missiles: તાઇવાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીન તરફથી અમારા સમુદ્રી સરહદમાં મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે. ચીને આશરે 2 કલાકમાં 11 બેલિસ્ટિક મિસાઇલ છોડી છે.
Trending Photos
તાઇવાનઃ Nancy Pelosi Taiwan Visit: અમેરિકાના હાઉસના સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન યાત્રાથી નારાજ ચીને તાઇવાનની આસપાસ ઉશ્કેરવાની કાર્યવાહીને અંજામ આપ્યો છે. ચીને તાઇવાનના ઉત્તર-પૂર્વ અને દક્ષિણ પશ્ચિમમાં બેલિસ્ટિક મિસાઇલો લોન્ચ કરી છે. તાઇવાનના વિદેશ મામલાના મંત્રાલયે અન્ય દેશોની સાથે પાણીમાં મિસાઇલોનું ઇરાદાપૂર્વક પરીક્ષણ કરવા માટે ચીની સરકારની નિંદા કરી છે. તાઇવાને કહ્યું કે આમ કરવાથી તાઇવાનની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો પેદા થઈ ગયો, પ્રાદેશિક તણાવ વધી ગયો અને નિયમિત આંતરરાષ્ટ્રીય અવરજવર તથા વ્યાપાર પ્રભાવિત થયો છે.
તાઇવાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીન તરફથી અમારી સમુદ્રી સરહદમાં આ મિસાઇલો છોડવામાં આવી છે. ચીને આશરે 2 કલાકમાં 11 બેલિસ્ટિક મિસાઇલ છોડી છે. ઉશ્કેરવાથી અમારી સુરક્ષાને ખતરો છે, આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય પરિવગન અને વ્યાપાર પર અસર પડી છે. અમે આ બેજવાબદાર વ્યવહારની નિંદા કરીએ છીએ.
ચીને કહ્યું આ સૈન્ય અભ્યાસ
તેને લઈને ચીને કહ્યું કે તેણે સૈન્ય અભ્યાસ હેઠળ ગુરૂવારે તાઇવાન જલડમરૂમધ્યમાં સટીલ મિસાઇલ હુમલા કર્યાં છે. ચીનની ઈસ્ટર્ન થિએટર કમાન્ડે કહ્યું કે તેણે નક્કી અભ્યાસ હેઠળ ગુરૂવારે તાઇવાનના પૂર્વ કિનારાના પાણી પર પરંપરાગત મિસાઇલોની ઘણી ફાયરિંગ કરી છે. ગોળીબારી અભ્યાસ પૂરો થયા બાદ સંબંધિત સમુદ્રી અને હવાઈ ક્ષેત્ર પર નિયંત્રણ હટાવી લેવામાં આવ્યું છે.
નેન્સી પેલોસીની તાઇવાન યાત્રાથી ઉભો થયો તણાવ
ચીને પહેલા જાહેરાત કરી હતી કે તાઇવાનની આસપાસના છ ક્ષેત્રમાં તેની નૌસેના, વાયુ સેના અને અન્ય વિભાગો દ્વારા સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો છે. તાઇવાન પર ચીન પોતાનો અધિકાર દર્શાવે છે. અમેરિકા હાઉસના સ્પીકર નેન્સી પેલોસીએ હાલમાં તાઇવાનની યાત્રા કરી હતી. ચીને નેન્સી પેલોસીને તાઇવાનની યાત્રા ન કરવાની ચેતવણી આપી હતી. નેન્સી પેલોસીના તાઇવાન પહોંચ્યા બાદ ચીને અમેરિકાને કહ્યું કે આ ચીનને ઉશ્કેરવાનો પ્રયાસ છે અને તેનો અંજામ સારો હશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે