મસૂદ મામલે આપવું પડ્યું સમર્થન, પણ NSGમાં ભારતની એન્ટ્રી માટે ચીન છે પ્રખર વિરોધી

આતંકી મસૂદ અઝહર મામલે તો ચીને ભારતને સાથ આપવો પડ્યો પરંતુ NSGમાં ભારતની એન્ટ્રી માટે તે હજુ  પણ રાજી નથી. ચીને શુક્રવારે કહ્યું કે બિન-એનપીટી સભ્યો માટે ખાસ યોજના બનાવ્યા અગાઉ ભારતને આ એલીટ ગ્રુપમાં સામેલ કરવાને લઈને કોઈ ચર્ચા થશે નહીં.

મસૂદ મામલે આપવું પડ્યું સમર્થન, પણ NSGમાં ભારતની એન્ટ્રી માટે ચીન છે પ્રખર વિરોધી

બેઈજિંગ: આતંકી મસૂદ અઝહર મામલે તો ચીને ભારતને સાથ આપવો પડ્યો પરંતુ NSGમાં ભારતની એન્ટ્રી માટે તે હજુ  પણ રાજી નથી. ચીને શુક્રવારે કહ્યું કે બિન-એનપીટી સભ્યો માટે ખાસ યોજના બનાવ્યા અગાઉ ભારતને આ એલીટ ગ્રુપમાં સામેલ કરવાને લઈને કોઈ ચર્ચા થશે નહીં. ડ્રેગને આ મુદ્દે સભ્ય દેશો વચ્ચે સામાન્ય સહમતિ બનાવવાને લઈને ટાઈમલાઈન આપવાની પણ ના પાડી દીધી. અત્રે જણાવવાનું કે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં 20-21 જૂનના રોજ NSGની પૂર્ણ બેઠક યોજાઈ રહી છે. 

ભારતે મે 2016માં NSGમાં સભ્યપદ માટે અરજી કરી હતી અને ત્યારથી ચીન તેમાં અડિંગો જમાવી રહ્યો છે. તેનું કહેવું છે કે આ સંગઠનમાં ફક્ત તે જ દેશોને સામેલ કરવામાં આવે જેમણે અપ્રસાર સંધિ (NPT) પર હસ્તાક્ષર કર્યા છે. NSG એક 48 દેશોનો સમૂહ છે જે વૈશ્વિક સ્તર પર પરમાણુ વ્યાપારને નિયંત્રિત કરે છે. 

અત્રે જણાવવાનું કે ભારત અને પાકિસ્તાન બંને દેશોએ NPT પર હસ્તાક્ષર કર્યા નથી. ભારતની અરજી બાદ પાકિસ્તાને પણ 2016માં જ NSG સભ્યપદ માટે અરજી  કરી નાખી હતી. NSGમાં ભારતની એન્ટ્રીને લઈને ચીનનું સ્ટેન્ડ શું બદલાયું છે? તે વાતનો જવાબ આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે શુક્રવારે કહ્યું કે ગ્રુપ એક ખાસ પ્લાન પર પહોંચતા પહેલા તે દેશોની એન્ટ્રી પર  કોઈ ચર્ચા નહીં કરે જેમણે NPT પર સહી કરી નથી. ચીની પ્રવક્તાએ વધુમાં કહ્યું કે 'આવામાં ભારતના સામેલ થવા પર ચર્ચાનો સવાલ જ નથી.'

જુઓ LIVE TV

ભારતને આ વિશેષ ક્લબમાં સામેલ કરવા માટે ચીન 2 સ્ટેપ પ્લાનની માગણી કરી રહ્યું છે. જે હેઠળ તે NSG સભ્યો પાસેથી બિન NPT દેશોની એન્ટ્રી માટે કેટલાક નિયમો પર પ્રતિબદ્ધતા ઈચ્છે છે અને ત્યારબાદ જ તે ચર્ચા પર આગળ વધવા માંગે છે. લૂએ કહ્યું કે બેઈજિંગ નવી દિલ્હીની એન્ટ્રીને રોકતું નથી. તેમણે દોહરાવ્યું કે ચીનનું સ્ટેન્ડ એ છે કે NSGના નિયમો અને પ્રક્રિયાનું પાલન કરવામાં આવે. 

જ્યારે તેમને કહેવાયું કે ભારતે કહ્યું છે  કે NSGના મોટાભાગના સભ્યોએ તેમની એન્ટ્રીનું સમર્થન કર્યું છે અને ચીને રોકી રાખ્યું છે. તો લૂએ  કહ્યું કે હું ભારત માટે એવું ન કહી શકું ચીને તેની એન્ટ્રી રોકી છે પરંતુ હા એ જરૂર કહેવા માંગુ છું કે NSG એક બહુપક્ષીય અપ્રસાર તંત્ર છે અને તેના કેટલાક નિયમો અને કાયદા છે તથા તમામ સભ્યોએ તેનું પાલન કરવું જોઈએ. આ નિર્ણય સામાન્ય સહમતિથી લેવાવો જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news