ચીને આગામી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને શુભેચ્છા આપવાનો કર્યો ઇનકાર
ચીને સોમવારે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજેતાના રૂપમાં જો બાઇડેનને શુભેચ્છા આપવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે, અમેરિકી ચૂંટણીનું પરિણામ દેશના કાયદા તથા પ્રક્રિયાઓથી નક્કી થવું જોઈએ.
Trending Photos
પેઇચિંગઃ ચીને સોમવારે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજેતાના રૂપમાં જો બાઇડેનને શુભેચ્છા આપવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે, અમેરિકી ચૂંટણીનું પરિણામ દેશના કાયદા તથા પ્રક્રિયાઓથી નક્કી થવું જોઈએ.
ચીને ત્રણ નવેમ્બરે યોજાયેલી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાઇડેન અને કમલા હેરિસની જીત પર હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ત્યાં સરકારી મીડિયા તેમની જીત પર ટિપ્પણીઓ કરી રહ્યું છે.
તે પૂછવા પર કે ચીન તે કેટલાક દેશોમાં સામેલ છે જેણે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ પર નિવેદન આપ્યું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યુ, અમે જોયું કે બાઇડેને જાહેરાત કરી છે કે તેઓ ચૂંટણીના વિજેતા છે. તેમણે કહ્યું, 'અમારૂ માનવુ છે કે અમેરિકી કાયદા તથા પ્રક્રિયાઓ મુજબ ચૂંટણીના પરિણામ નક્કી થશે.'
ગુડ ન્યૂઝઃ 90% મારક ક્ષમતા વાળી વેક્સિન બની ગઈ, જલદી શરૂ થઈ શકે છે વેચાણ
તે પૂછવા પર કે શું ચીન નિવેદન આપશે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું વલણ સ્પષ્ટ કરવા સુધી રાહ જોશે, વાંગે કહ્યુ- અમે આંતરરાષ્ટ્રીય પરંપરાનું પાલન કરીશું. રશિયા અને મેક્સિકો સહિત ચીન તે કેટલાક મુખ્ય રાષ્ટ્રોમાંથી એક છે જેણે રાષ્ટ્રપતિ-પદનામિતને શુભેચ્છા આપી નથી.
રિપબ્લિકન ટ્રમ્પે પોતાના ડેમોક્રેટિક હરીફ બાઇડેનથી હાર માનવાનો ઇનકાર કરી દીધો છે. વ્યાપાર, ટેક્નોલોજી અને એશિયા તથા દુનિયાના અન્ય ભાગમાં પ્રભાવને લઈને પ્રતિસ્પર્ધાને કારણે વધતા ગતિરોધને લીધે રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે ચીનનો સંબંધ વિવાદમાં રહ્યો છે.
પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે બાઇડન તણાવ ભરેલા સંબંધોને ઓછા તણાવવાળી શ્રેણીમાં લાવવા કામ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે