ચીને ડોકલામમાં ગુપ્ત રીતે પોતાની ગતિવિધિ ફરી શરૂ કરી: અમેરિકા
જો કે ભૂટાન કે ભારત દ્વારા હજી સુધી આ અંગે કોઇ જ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો નથી
Trending Photos
વોશિંગ્ટન : ડોકલામમાં ગત્ત 73 દિવસો સુધી ભારત સાથે ચાલેલા વિવાદ છતા ચીન પોતાના મનસુબાઓ પુરા કરવાની ફિરાકમાં છે. અમેરિકાના એક ટોપ અધિકારીએ જણાવ્યું કે, ચીને ડોકલામ વિસ્તારમાં ચુપચાપ પોતાની ગતિવિધિઓ ફરી એકવાર ચાલુ કરી દીધી છે. અત્યાર સુધી ન તો ભુતાને કે ન તો ભારતે તેને આવુ કરતા અટકાવ્યો છે. અમેરિકી અધિકારીએ વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં ચીનના યુદ્ધાભ્યાસની તુલના આ હિમાલયી ક્ષેત્રની તે ગતિવિધિઓ સાથે કરી.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દક્ષિણ ચીન સાગર પર પોતાનો દાવો કરે છે જ્યારે વિયેતનામ, મલેશિયા, ફિલિપીંસ, બ્રુનેઇ અને તાઇવાન આ દાવાનો વિરોધ કરે છે. દક્ષિણ ચીન સાગર અને પુર્વી ચીન સાગર વિસ્તારમાં ચીનનો ઘણા દેશો સાથે વિવાદ છે. ક્ષેત્રમાં ચીને સૈન્યની હાજરી વધારવાની સાથે જ ઘણા કૃત્રિમ દ્વીપનું નિર્માણ પણ કર્યું છે. બંન્ને વિસ્તાર મિનરલ્સ, તેલ અને અન્ય પ્રાકૃતિક સંસાધનોથી સંપન્ન છે. આ ક્ષેત્ર વૈશ્વિક વ્યાપાર માટે પણ ખુબ જ મહત્વપુર્ણ છે. જેના કારણે તે સતત અમેરિકાની નજરમાં રહે છે.
વિદેશ મંત્રાલયના ઉપસહાયક (દક્ષિણ અને મધ્ય એશિયા) એલીસ જી વેલ્સે એક સંસદીય સુનવણી દરમિયાન સાંસદમાં કહ્યું કે, મારી ગણત્રી છેકે ભારત મજબુતી સાથે પોતાનાં ઉત્તરી સીમાનો બચાવ કરી રહ્યું છે અને તેવામાં તે ભારત માટે ખુબ ચિંતાનો વિષય છે. વેલ્સે ભારતીય સીમા નજીક માર્ગ બનાવવા માટે ચીનની આક્રમક ગતિવિધિઓ અંગે પુછાયેલા સવાલનો જવાબ આપ્યો હતો.
મહિલા સાંસદ એન વેગનર દ્વારા પુછાયેલા સવાલ અંગે વેલ્સે કહ્યું કે, ભારત જો સામરિક રીતે સ્થિર રહે છે તો નિશ્ચિત રીતે આપણે ભારત સાથે સારી ભાગીદારી કરી શકીએ છીએ. ભારત અને ચીન હિમાલયી ક્ષેત્ર મુદ્દે સતત વિવાદિત રહ્યું છે. હાલમાં જ ચીન અને ભારતની વચ્ચે ડોલકામ મુદ્દે વિવાદ પેદા થયો હતો. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ડોકલામમાં માર્ગ નિર્માણનું કામ ચાલુ કર્યું હતું. જે અંગે ભારતીય સેનાઓએ વિરોધ વ્યક્ત કર્યો અને ત્યાર બાદ 73 દિવસ સુધી વિરોધ રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે