કિમ જોંગ અને ડોનાલ્ડ ટ્રમ્પની બેઠક પૂર્વે ચીનના પેટમાં તેલ રેડાયું !
વર્ષોથી દુશ્મનો રહેલા અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે જ્યારે મંગળવારે બેઠક થવા જઇ રહી છે ત્યારે ડ્રેગનના પેટમાં તેલ રેડાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે સિંગાપોર ખાતે યોજાનાર સમિટ પહેલા કેટલીક બાબતોને લઇને ચીન ચિંતામાં ગરકાવ હોવાનું સામે આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી : વર્ષોથી દુશ્મનો રહેલા અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે જ્યારે મંગળવારે બેઠક થવા જઇ રહી છે ત્યારે ડ્રેગનના પેટમાં તેલ રેડાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે સિંગાપોર ખાતે યોજાનાર સમિટ પહેલા કેટલીક બાબતોને લઇને ચીન ચિંતામાં ગરકાવ હોવાનું સામે આવ્યું છે.
ઉત્તર કોરિયા સાથે કૂટનીતિક સંબંધોને લઇને ચીન અત્યાર સુધી મહત્વની ભૂમિકામાં રહ્યું છે. અમેરિકા સાથે 12મી જૂને સિંગાપોર ખાતે યોજાનાર બેઠક પૂર્વે ચીને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગની બે વખત મેજબાની પણ કરી ચૂક્યું છે. હવે જ્યારે મંગળવારે બંને દેશોના નેતાઓ વચ્ચે ઐતિહાસિક બેઠક થવા જઇ રહી છે ત્યારે ચીન આ સમિટથી ગભરાયેલું લાગે છે. ચીનને ડર છે કે આ બેઠક બાદ કિમ જોંગ એના પાસા બદલી ન લે.
રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે, ચીની નેતાઓ આ બેઠકને લઇને પરેશાન છે. શીત યુધ્ધ સમયથી ઉત્તર કોરિયા ચીનનું મિત્ર રહ્યું છે. આ સમિટ બાદ અમેરિકા કોઇ વિશેષ ઓફર આપે અને ઉત્તર કોરિયા એનું વલણ ન બદલી લે. આ ચિંતાથી ચીની નેતાઓની જાણે ઉંઘ ઉડી જવા પામી છે.
રાજકીય નિષ્ણાતોનું માનીએ તો આ બેઠકમાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે જો કોઇ સમજૂતી થાય તો બંને દેશો વચ્ચે યુધ્ધ વિરામ, પરમામું હથિયારનો ઉપયોગ ન કરવા સહિત બાબતોનો સમાવેશ થઇ શકે છે. જો આવું થાય તો ઉત્તર કોરિયા ચીનની મિત્રતા વચ્ચે સીધી અસર પડી શકે એમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે