ઘર આંગણે આ 3 મોટી સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે ચીન, લોકોમાં છે ખુબ આક્રોશ

લદાખની પેન્ગોંગ ઝીલ વિસ્તારમાં 29-30 ઓગસ્ટની રાતે ભારતીય સેનાના હાથે પછડાટ ખાધા બાદ ચીન ધૂંધવાયું છે. ચીનને બીજીવાર ખબર પડી ગઈ છે કે આ ભારત એ 1962નું ભારત નથી પણ નવું ભારત છે જે ઘૂસણખોરી કરનારાઓે જડબાતોડ જવાબ આપે છે. હવે તે ભારતની એક ઈંચ જમીન ઉપર પણ કબ્જો જમાવી શકશે નહીં. 

ઘર આંગણે આ 3 મોટી સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે ચીન, લોકોમાં છે ખુબ આક્રોશ

નવી દિલ્હી: લદાખ (Ladakh) ની પેન્ગોંગ ઝીલ વિસ્તારમાં 29-30 ઓગસ્ટની રાતે ભારતીય સેનાના હાથે પછડાટ ખાધા બાદ ચીન (China) ધૂંધવાયું છે. ચીનને બીજીવાર ખબર પડી ગઈ છે કે આ ભારત એ 1962નું ભારત નથી પણ નવું ભારત છે જે ઘૂસણખોરી કરનારાઓે જડબાતોડ જવાબ આપે છે. હવે તે ભારતની એક ઈંચ જમીન ઉપર પણ કબ્જો જમાવી શકશે નહીં. 

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તિબ્બત પર નિયંત્રણ કરવા માંગે છે. આથી હવે તેઓ ચીનની સેના દ્વારા ભારતને ઉક્સાવી રહ્યાં છે. પરંતુ તેઓ પોતાની આંતરિક પરેશાનીઓને અવગણી રહ્યાં છે જે તેમના જ દેશને અંદરથી તોડી રહી છે. ચીનની બેન્કો સતત સંકટમાં ખૂપી રહી છે. જ્યારે તેલ કંપનીઓની હાલત પણ ખરાબ છે. ચીનમાં ખાદ્ય ધાનનું સંકટ પણ વધી રહ્યું છે. પરંતુ આમ છતાં ચીન ભારતના લદાખ પર કબ્જો જમાવવા માટે અલગ અલગ રણનીતિઓ અપનાવી રહ્યું છે. જેમાં દરેક વખતે હારનો સામનો કરવો પડી રહ્યો છે. 

ચીનની ચાર સૌથી મોટી બેન્કોને છેલ્લા એક દાયકામાં સૌથી મોટું નુકસાન થયું છે. જેની સૂચના બેન્કોએ સરકારને આપી છે. 

આ ચાર બેન્કો છે..
1. ચીનની ઔદ્યોગિક અને વ્યવસાયિક બેન્ક (Industrial and Commercial Bank of China)
2. ચાઈના કન્સ્ટ્રક્શન બેન્ક (China Construction Bank)
3. ચીનની કૃષિ બેન્ક  (Agricultural Bank of China)
4. બેન્ક ઓફ ચાયના (Bank of China)

તમામ બેન્કોએ ગત સપ્તાહે ચીનની સરકારને પોતાના પરિણામોની જાણકારી આપી. ચીની બેન્કોને અબજો ડોલરનું નુકસાન થયું છે. કારણ ખુબ સરળ છે. સરકાર તેમને લૂંટી રહી છે. ચીની સરકારનું મોટી બેન્કો પર નિયંત્રણ છે. તે બધી 'રાષ્ટ્રીય સેવા'માં દબાઈ ગઈ છે. અત્રે જણાવવાનું કે ચીન દ્વારા આ બેન્કોનો ઉપયોગ અર્થવ્યવસ્થામાં પૈસા નાખવા માટે થઈ રહ્યો છે. જેમાં સૌથી મોટો ઝટકો ચીનના વુહાન શહેરથી ફેલાયેલા વાયરસને પહોંચી વળવામાં લાગ્યો છે. 

ચીને ફાઈનાન્સ સંસ્થાઓને 219 બિલિયન ડોલરનો ત્યાગ કરવાનું કહ્યું છે. ચીની બેન્કોનું કહેવું છે કે તેમને ખબર છે કે આ પૈસા પાછા મળશે નહીં અને આ પૈસા ચૂકવવામાં આવશે નહીં. બેન્કોએ કહ્યું કે તેમને ઉધાર દરોને ઓછા કરવા અને લોનની ચૂકવણીને સ્થગિત કરવાનું કહેવાયું છે. 

તેલ કંપનીઓની ખરાબ સ્થિતિ
ચીનમાં બેન્કોની સાથે જ તેલ કંપનીઓના નફામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચીની સૌથી મોટી તેલ કંપની સિનોપેફ એશિયાની સૌથી મોટી રિફાઈનરી છે. આ કંપનીને 3.2 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. પેટ્રોચિના ચીનની સૌથી મોટી તેલ ઉત્પાદક છે. તેને 29.98 બિલિયન યુઆનનું મોટું નુકસાન પણ થયું છે. 

ચીનમાં વધ્યું ખાદ્ય ધાન સંકટ
ચીનમાં ખાદ્ય ધાન સંકટ વધતું જાય છે. શી જિનપિંગે ચીની લોકોને કહ્યું કે તેઓ એટલું જ ખાય જેટલી તેમને જરૂરિયાત હોય. આ અભિયાન મુજબ રેસ્ટોરામાં ચાર લોકોના એક સમૂહે ફક્ત 3 લોકો માટે ખાવાનું ઓર્ડર કરવું જોઈએ. એક રિપોર્ટ મુજબ ચીનમાં અનેક ખેડૂતો પાકની જમાખોરી કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે આ મૌસમમાં આપૂર્તિમાં ઘટાડો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news