China: ચીનમાં લોકો જોડે નોકરી નથી, પૈસા નથી! જાણો છતાં કોન્ડોમ લેવા કેમ થાય છે પડાપડી
China Economy: ચીનમાં લોકો પાસે ન તો નોકરી છે ન પૈસા! પરંતુ કોન્ડોમ ખૂબ જ સારી રીતે વેચાય છે! કારણ તમને આશ્ચર્ય થશે...
Trending Photos
China condom sale high: ચીનથી એક એવા સમાચાર સામે આવી રહ્યાં છે જે સાંભળીને તમારું પણ મગજ ચક્કરાઈ જશે. ચીનમાં હાલ ધડાધડ વેચાઈ રહ્યાં છે કોન્ડોમ. નિરોધના વિચાણ પાછળ શું છે કારણે એ જાણવા હવે લોકો ઉત્સુક થયા છે. ચીનમાં કોન્ડોમના ધરખમ વેચાણની વાત વાયુવેગે દુનિયાભરમાં પ્રસરી રહી છે. પણ આના પાછળનું સાચું કારણ શું છે તે સવાલ દરેકના મનમાં છે.
દુનિયાભરના દેશો પાસે લોન લઈને દેવા ભરતા ચીનની હાલત હાલ કફોડી છે. સાથે સાથે CPEC જેવા પ્રોજેક્ટમાં અબજો રૂપિયા ફસાયેલા ચીનની હાલત ધીરે ધીરે વધુ કથળી રહી છે. આર્થિક આંકડાઓ તેની પુષ્ટિ કરી રહ્યા છે. ચીનમાં બેરોજગારી તેની ટોચ પર છે. નોકરીની શોધમાં યુવાનો સોશિયલ મીડિયા પર અજીબોગરીબ કેમ્પેઈન ચલાવી રહ્યા છે. રિઅલ એસ્ટેટ અને એજ્યુકેશન સેક્ટરને મંદીનો માર પડ્યો છે. એટલે કે ચીનના બજારની હાલત આ દિવસોમાં ખરાબ છે. પરંતુ આ બધાની વચ્ચે અહીં કોન્ડોમના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે.
કોન્ડોમના વેચાણમાં વધારો-
ચીનની અર્થવ્યવસ્થાના નિષ્ણાતો માને છે કે આંકડા દર્શાવે છે કે ચીનમાં ગ્રાહકોના સેન્ટિમેન્ટમાં ભારે ઘટાડો થયો છે, પરંતુ જ્યારે કોન્ડોમના વેચાણની વાત આવે છે, ત્યારે મામલો તદ્દન અલગ છે. પણ કોન્ડોમ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે સાવ મંદીની મારમાંથી પસાર થઈ રહેલાં ચીનમાં હાલ ચાંદી ચાંદી છે.
ચીનના માર્કેટમાં કોન્ડોમ કંપનીઓ માટે હાલ ચાંદી ચાંદી છે. ચીનમાં કોન્ડોમ બનાવતી કંપનીઓના વેચાણ અને આવકમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. ચીનના અર્થશાસ્ત્રીઓ પણ આશ્ચર્યમાં છે કે એક તરફ અર્થવ્યવસ્થા ઘટી રહી છે. મંદીનો ખતરો છે અને બીજી તરફ ચીનના યુવાનો જંગી માત્રામાં કોન્ડોમની ખરીદી કરી રહ્યા છે.
રોઇટર્સના અહેવાલ અનુસાર, 'ડ્યુરેક્સ' બનાવનારી કંપની રેકિટે તેના તાજેતરના નિવેદનમાં કહ્યું છે કે મોંઘવારી, બેરોજગારી અને મંદીના ભય જેવી પરિસ્થિતિઓ છતાં ચીની યુવાનો મોટી સંખ્યામાં કોન્ડોમ ખરીદી રહ્યા છે.
લોકડાઉન દરમિયાન કોન્ડોમના વેચાણનો રેકોર્ડ તૂટી ગયો!
તે જ સમયે, NBSના એક રિપોર્ટ અનુસાર, જૂનમાં ચીનના રિટેલ વેચાણમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. મે મહિના સાથે જૂનના કુલ વેચાણની સરખામણી કરીએ તો તે 12.7% થી ઘટીને 3.1% થઈ ગઈ છે. છૂટક વેચાણ અને નિકાસ ક્ષેત્રમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઘણા કારણોએ દેશના યુવાનોને બેરોજગાર બનાવ્યા છે. યુવાનો બેરોજગારીની હાલતમાં ઘરે બેઠા છે. અને પડોશી દેશમાં કોન્ડોમનું વેચાણ વધવાનું મુખ્ય કારણ આ હોવાનું માનવામાં આવે છે. ચીનમાં કોન્ડોમ કંપનીઓનો નફો દિવસેને દિવસે અહીં ઝડપથી વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ચીનમાં કોરોના મહામારીની શરૂઆતમાં લોકડાઉન દરમિયાન પણ કોન્ડોમનું વેચાણ વધ્યું હતું. હવે સ્થિતિ એવી છે કે જાણે કોન્ડોમના વેચાણનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે