કોરોના અંગે સમગ્ર વિશ્વનાં આરોપો અંગે ચીને કરી સ્પષ્ટતા, UN પ્રમુખની અમેરિકાને સલાહ

કોરોના મહામારી (Coronavirus) પર ચારેતરફથી હુમલો સહી રહેલા ચીન હવે પોતાની છબીને સાફ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. તેનું કહેવું છે કે, તેણે કોરોના વાયરસ મુદ્દે કાંઇ જ છુપાવ્યું નથી. કોરોના પર વિશ્વ સ્વાસ્થય સંગઠન (World Health Assembly) ની વર્ચ્યુઅલ બેઠકમાં ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાનાં આરોપોને ખોટા ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, ચીન હંમેશાથી કોરોના વાયરસ મુદ્દે પારદર્શી રહ્યું છે. અમે આગામી બે વર્ષમાં મહામારીથી લડાઇમાં વૈશ્વિક સહાયતા માટે 2 બિલિયન ડોલર પ્રદાન કરશે.
કોરોના અંગે સમગ્ર વિશ્વનાં આરોપો અંગે ચીને કરી સ્પષ્ટતા, UN પ્રમુખની અમેરિકાને સલાહ

જિનેવા : કોરોના મહામારી (Coronavirus) પર ચારેતરફથી હુમલો સહી રહેલા ચીન હવે પોતાની છબીને સાફ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. તેનું કહેવું છે કે, તેણે કોરોના વાયરસ મુદ્દે કાંઇ જ છુપાવ્યું નથી. કોરોના પર વિશ્વ સ્વાસ્થય સંગઠન (World Health Assembly) ની વર્ચ્યુઅલ બેઠકમાં ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાનાં આરોપોને ખોટા ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, ચીન હંમેશાથી કોરોના વાયરસ મુદ્દે પારદર્શી રહ્યું છે. અમે આગામી બે વર્ષમાં મહામારીથી લડાઇમાં વૈશ્વિક સહાયતા માટે 2 બિલિયન ડોલર પ્રદાન કરશે.

ચીની રાષ્ટ્રપતિએ સ્પષ્ટતા કરતા એવું પણ જણાવ્યું કે, મહામારી નિયંત્રણમાં આવ્યા બાદ ચીન તપાસનું સમર્થન કરશે. બીજી તરફ બેઠકમાં સસંયુક્ત રાષ્ટ્ર (UN)  પ્રમુખ એટોનિયો ગુટેરેસે (Antonio Guterres) કહ્યું કે, અલગ અલગ દેશોએ અલગ અલગ અને ક્યારેક વિરોધાભાસી રણનીતિ અપનાવી અને આજે આપણે બધા જ તેની કિંમત ચુકવી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે, અનેક દેશોએ વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) ની ભલામણો નજર અંદાજ કરી, જેના પરિણામ સ્વરૂપ કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઇ ગઇ હતી.

UN પ્રમુખે એક પ્રકારે અમેરિકા અને તેના સહયોગીઓને સલાહ આપતા કહ્યું કે, આપણે કોરોનાને એક ચેતવણીની જેમ લેવી જોઇએ. આ સમય અકારણનાં વિવાદનું નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકા સહિત અનેક દેશ કોરોના મહામારી માચે ટીનને દોષીત ઠેરવે છે અને WHO એ પારદર્શીતા નથી વરતી રહી, સમય રહેતા પુરતા પગલા નથી ઉઠાવ્યા. જેના કારણે કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news